Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જાપાની મીડિયા તથા લોકોએ ગાંધીજીને લખેલા પત્રો ભેટ રૃપે શિન્ઝોને અપાયા

-૧૯૩૦ના દાયકામાં ગાંધીજીની અહિંસક લડતથી ભારે પ્રભાવિત થયેલા

-૧૯૨૮માં જાપાન ટાઈમ્સના તંત્રીએ ગાંધીજીને મોકલેલ પત્ર તથા ગાંધી-જાપાન સંબંધ પુસ્તક અને ચરખો સહિતની

અમદાવાદ,તા.13 સપ્ટેમ્બર 2017, બુધવાર

ગાંધીજી ૧૯૩૦ના દાયકામાં જ્યારે અમદાવાદમાં સાબરમતિ આશ્રમ ખાતે રહેતા હતા ત્યારે તેમની સ્વરાજ લડત અને અહસિંક આંદોલનથી એ સમયમાં જાપાનનું મીડિયા પણ ખૂબ જ પ્રભાવિત થયુ હતું.૧૯૨૮માં જાપાનના જાણીતા અખબાર જાપાન ટાઈમ્સ એન્ડ મેઈલના એડિટર દ્વારા ગાંધીજીને એક પત્ર પણ લખાવામા આવ્યો હતો અને જેમાં ગાંધીજી વિશે સમાચારપત્રમાં આર્ટિકલ લખવા માટે મંજૂરી માંગવામા આવી હતી.આ ઉપરાંત જાપાનના એક બુદ્ધજિવીએ  ભારતની મુલાકાત દરમિાન ગાંધીજીના મૂલ્યો ,ભાષણો તથા અહિંસક લડતથી પ્રભાવિત થઈને ગાંધીજીના જીવન અને કાર્યો પર પુસ્તક લખ્યુ હતું જે અંગે ગાંધીજીને પુસ્તક વિશે જાણ કરતો પત્ર પણ લખવામા આવ્યો હતો.આ તમામ પત્રો તથા ગાંધી પુસ્તક અને ચરખો સહિતની વિવિધ ભેટ ગાંધી આશ્રમ દ્વારા જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબેને આપવામા આવ્યા હતા.

જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબેની ગાંધી આશ્રમની મુલાકાતને લઈને ગાંધી આશ્રમ દ્વારા ગાંધીજી અને જાપાન કનેકશન ઉપરનું એક પુસ્તક તૈયાર કરાયુ હતું.જેમાં ૧૯૧૫થી લઈને ૧૯૩૦ સુધીના વર્ષોમાં જાપાનમાં લખાયેલા સમાચારો,ગાંધીજીને જાપાનથી મળેલા પત્રો અને તેના જવાબો તથા જાપાનના તે સમયના ભારત સાથેના સંબંધો અને બ્રિટિશ ઈન્ડિયાને લઈને જાપાનની વિચારસરણી સહિતની તમામ બાબતોને વર્ણવામા આવી છે.૨૭ પાનાના આ પુસ્તક ઉપરાંત અંગ્રેજી ભાષામાં લખાયેલી ગાંધીજીની આત્કથા ,ગાંધીજી ઈન અમદાવાદ નામનું પુસ્તક તથા એક ચરખો અને ગાંધીજી તથા જાપાની મીડિયા અને લોકો વચ્ચે થયેલા પત્રોની રેપ્લિકા જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબેને ભેટ સ્વરૃપે આપવામા આવ્યા હતા.જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબે તથા તેમના પત્ની અકી એબે અને ભારતના વડાપ્રધાન મોદીની ગાંધી આશ્રમની મુલાકાત બાદ ગાંધી આશ્રમ ટ્રસ્ટ દ્વારા મહેમાનોને ભેટ આપવાની પરંપરા મુજબ આ તમામ વસ્તુઓ જાપાની ડેલિગેશનને સાથે લઈ જવા માટે મોકલવામા આવી હતી.
મહત્વનું છે કે ૧૯૨૦થી૩૦ના દાયકામાં ગાંધીજીની અહસિંક લડતથી જાપાની મીડિયા ખૂબ જ પ્રભાવિત થયુ હતુ.દરમિયાન ૧૯૨૮માં જાપાનના પ્રસિદ્ધ અખબાર જાપાન ટાઈમ્સના એડિટર-એન્ડ મેનેજર દ્વારા ગાંધીજીને પત્ર લખીને અખબારની  ભારત આઝાદી આંદોલનને લઈને નિકળનારી એક વિશેષ પૂર્તિમાં ગાંધીજી તથા આઝાદી લડત વિશે લખવા માટે મંજૂરી માંગવામા આવી હતી.આ ઉપરાંત ગાંધીજીથી પ્રભાવિત થયેલા જાપાનના એક લેખક અને બુધ્ધિજીવી સામાજિક કાર્યકર એવા ઓતાને તાકાતા  દ્વારા પણ ગાંધીજીને પત્ર લખવામા આવ્યો હતો.ત્રણ પાનાના આ લાંબા પત્રમાં તેઓએ ગાંધીજીને સંબોધન કરતા જણાવ્યું હતું કે ૧૯૨૧માં મેં ભારત અને અમદાવાદની મુલાકાત લીધી ત્યારે મને તમારા વિશે ખૂબ જ જાણવા મળ્યુ અને હું તમારા મૂલ્યો ,કાર્યો અને જીવન શૈલીથી તથા અહિંસક પ્રકારે કરાતા આઝાદી આંદોલનથી પ્રબાવિત થયો છું અને જે માટે મે ંએક પુસ્તક પણ તમારા પર લખ્યુ છે.જુદા જુદા ચાર ચેપ્ટરમાં લખાયેલા આ પુસ્તકને પણ હું તમને મોકલુ છુ અને જેમાં મારા વિચારો અને તમારા વિશેના લખાણ તથા આ પુસ્તકને તમે ઉદાર મનથી સ્વીકારજો.આ લેખક દ્વારા ગાંધીજીને લખાયેલા બેથીત્રણ પત્રો અને જાપાન ટાઈમ્સનો પત્ર ભેટ સ્વરૃપે આજે આવેલા જાપાની વડાપ્રધાન શિન્ઝો એબેને ભેટમાં મોકલવામા આવ્યા હતા.

વડાપ્રધાન આવ્યા ને સિદી સઇદની જાળીમાં લાઇટો બંધ થઇ ગઇ

જાપાનના અને ભારતના વડાપ્રધાનનું સિદી સઇદની જાળીમાં આગમન થતાંની સાથે જ લાઇટો બંધ થઇ ગઇ હતી. જેના કારણે એનએસજી કમાન્ડો સહિત સુરક્ષા જવાનોએ દોડધામ મચાવી મૂકી હતી.જાપાનના વડાપ્રધાન અને ભારતના વડાપ્રધાન સિદી સઇદની જાળીમાં આવ્યા તે સમયે અચાનક લાઇટો બંધ થઇ જતાં સુરક્ષા જવાનોએ દોડધામ મચાવી મૂકી હતી જો કે ગણતરીની મિનીટમાં જ લાઇટો પાછી આવી જતાં પોલીસે અને એનએસજી કમાન્ડોએ હાશકારો અનુભવ્યો હતો. બીજીતરફ મહાનુભાવોની એક ઝલક મેળવવા માટે લાલ દરવાજા વિસ્તારમાં નહેરુબ્રિજ, એલિસબ્રિજ તેમજ લકી સર્કલ અને વીજળીઘર સહિતના ફરતે વિસ્તારમાં લોકો સાંજે ૪ વાગ્યાથી રાતે ૧૦ વાગ્યા સુધી તડપતા રહ્યા હતા.

Post Comments