Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાહુલ ગાંધીએ શહીદની બેટીનો વીડિયો કર્યો શેર અને સોશિયલ મીડિયામાં લાગી આગ

- વિજય રુપાણીએ ભાષણ અટકાવીને કહેવું પડ્યું, ‘આ બેનને સાઈડમાં લઈ જાઓ’

 

અમદાવાદ, તા. 2 નવેમ્બર 2017, શનિવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ બંને માટે આન માન અને શાનનો સવાલ છે ત્યારે રાહુલ ગાંધીએ ટ્વીટર ઉપર પોસ્ટ કરેલ વીડિયો એ અત્યારે તો આગ લગાવી છે.  કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીની કાગવડની સભાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં પોલીસકર્મી શહીદની દીકરીને ઢસડીને સભામાંથી બહાર કરતા નજરે પડી રહ્યા છે.

રાહુલે ટ્વીટર પર વીડિયો શેર કરતા કહ્યું કે, ‘ભાજપનું ઘમંડ તેના ચરમ પર છે. ‘પરમ દેશભક્ત’ રૂપાણીજીએ શહીદની દીકરીને સભાની બહાર ફેંકાવીને માનવતાને શરમજનક સ્થિતિમાં મૂકી.’

રાહુલે સીએમ રૂપાણી પર વાર કરતા કહ્યું કે, ’15 વર્ષથી પરિવારને મદદ નથી મળી, ખોખલા વચનો અને ધુત્કાર મળ્યા. ન્યાય માગી રહેલી આ દીકરીને આજે અપમાન પણ મળ્યું. શરમ કરો, ન્યાય આપો.’

ઉલ્લેખનીય છે કે, 2002માં શહીદ થયેલા અશોક તડવીની દીકરી રેખાબેન અશોક તડવી ગઈકાલે કેવડિયામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની સભામાં એકાએક સ્ટેજ નજીક પહોંચી ગઈ હતી, જેને પોલીસકર્મીઓ ઢસડીને સ્ટેજથી દૂર લઈ ગયા હતા. શહીદના પરિવારને હજુ સુધી મળવા પાત્ર જમીન મળી નથી. જે અંગે તેઓ દરેક સ્તરે રજૂઆત કરી ચૂક્યા છે. શહીદની પત્ની અને દીકરીએ બે મહિના પહેલા પીએમને પણ મળવાનો પ્રયાસ કર્યો હતો, કે જ્યારે પીએમ ભરૂચમાં એક કાર્યક્રમમાં આવ્યા હતા.
 

Post Comments