Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમદાવાદમાં છેલ્લા ૪૮ કલાકમાં સાત વ્યકિતની આત્મહત્યા

-રિવરફ્રન્ટમાં નદીમાંથી અજાણ્યા યુવક અને નવ મહિનાની બાળકીનો મૃતદેહ મળ્યા

અમદાવાદ, તા.8 ફેબ્રુઆરી 2018,ગુરૃવાર

શહેરમાં છેલ્લા ૪૮ કલાકમાં અલગ અલગ વિસ્તારમાં સાત જણાએ આત્મહત્યા કરી લીધી હતી. જેમાં રિવરફ્રન્ટમાં સાબરમતી નદીમાંથી અંદાજે ૩૦ વર્ષના અજાણ્યા યુવક અને નવ મહિનાની બાળકીના મૃતદેહ મળી આવ્યા હતા. જે પિતાપુત્રીની લાશ હોવાની શંકાને આધારે પોલીસ તપાસ કરી રહી છે. યુવકે શા માટે આત્મહત્યા કરી તે જાણી શકાયું નથી, એમ પોલીસે જણાવ્યું હતું.

રિવરફ્ન્ટમાં આંબેડકરબ્રિજ નીચે સાબરમતી નદીમાંથી આજે સવારે અંદાજે ૩૦ વર્ષના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. વાસણા બેરેજ તરફથી આ યુવકની લાશ મળ્યા બાદ નદીમાં થોડે દૂરથી એક ૯ મહિનાની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. બન્નનો મૃતદેહ ફાયરબ્રિગેડે બહાર કાઢ્યા હતા.

આ કેસની તપાસ કરી રહેલી રિવરફ્રન્ટ (વેસ્ટ) પોલીસના જણાવ્યા મુજબ યુવકના ગજવામાંથી બે ચાવી સાથેનું કિચન મળી આવ્યું છે. એચડીએફસી બેન્કના કિચન પર જોકે બ્રાંચનું નામ ન હોવાનું પોલીસે જણાવ્યું હતું. બે ચાવી પૈકી એક ચાવી ટુવ્હીલરની છે જ્યારે બીજી ચાવી ઘરની છે. પોલીસે હવે આ વાહનની શોધ આદરી છે. હજીસુધી બાળકી કે યુવકની ઓળખ થઈ શકી નથી.

બન્ને મૃતદેહ પિતાપુત્રીના હોવાની શક્યતા નકારી ન શકાય, એમ પોલીસે જણાવ્યું હતું. યુવકની ગૂમ થયા અંગેની ફરિયાદ કોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. બન્નેના મૃતદેહ ફોગાઈ ગયેલી હાલતમાં હોવાથી યુવકે તા. ૭.૨.૨૦૧૮ નાં રોજ નદીમાં ઝંપલાવ્યું હોવાનું જણાય છે, એમ પોલીસે કહ્યું હતું.

અન્ય બનાવમાં ઘાટલોડીયામાં ચાંદની એપાર્ટમેન્ટમાં રહેતા પ્રદીપ બાબુભાઈ મિસ્ત્રી (૧૯) એ પોતાના ઘરમાં કોઈ કારણસર ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. ઘાટલોડીયા પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. તે સિવાય સૈજપુરમાં આંબેડકર કોલોનીમાં રહેતા શૈલેષકુમાર ભવાનભાઈ રોહીત (૨૬) એ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. કૃષ્ણનગર પોલીસે આ અંગે તપાસ આદરી છે.

ઊપરાંત ખોખરામાં કુંભારવાસમાં રહેતા આકાશ અશોકકુમાર એલાણી (૨૧)એ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈે જીવન ટૂંકાવ્યું હતું. ખોખરા પોલીસે બનાવ સંદર્ભે તપાસ હાથ ધરી છે.

જ્યારે રામોલમાં ભારવી ટાવરમાં રહેતા વિક્રમકુમાર રામાભાઈ પટેલ (૪૩) એ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરતા રામોલ પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. નિકોલમાં અક્ષરધામ સોસાયટીમાં રહેતા સુનીતાબહેન મિતેષભાઈ ભારદ્વાજ (૩૯) એ કોઈ અગમ્ય કારણસર પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું. નિકોલ પોલીસ આ સંદર્ભે તપાસ કરી રહી છે.

તે સિવાય અમરાઈવાડીમાં ઓમનગર એપાર્ટમેન્ટમાં રહેતા શિવાજી મેશરાત (૪૨) એ અગમ્ય કારણસર પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરતા અમરાઈવાડી પોલીસે તપાસ હાથ ધરી છે.

Post Comments