Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કોંગ્રેસના સાત ધારાસભ્યો પાસે ક્રોસ વોટીંગ કરાવવાનો ભાજપનો વ્યૂહ

-એકડા-બગડાની અટપટી ગણતરી શરૃ થઇ

-કોંગ્રેસના છ MLAના રાજીનામા બાદની સ્થિતિ મુજબ ઉમેદવારને જીતવા માટે ૪૫ મત જોઇશે

અમદાવાદ,તા.31 જુલાઇ 2017, સોમવાર

૮મી ઓગસ્ટે યોજાનારી રાજ્યસભાની ગુજરાતની ત્રણ બેઠકોની ચૂંટણી હવે ભાજપ-કોંગ્રેસ તેમજ તેનાં ટોચના નેતાઓ માટે પણ પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની છે. બનને પક્ષ દ્વારા ચૂંટણીની ગણતરીના 'એકડા-બગડા'માં કેવી રીતે સફળ થવું તેની યોજના બનાવી રહ્યા છે. જેમાં કોંગ્રેસનો મુખ્ય વ્યૂહ કોંગ્રેસનાં ૪૫ ધારાસભ્યોનાં મત લઇ જીત નિશ્ચિત કરાવવાનો છે. જ્યારે ભાજપની ગણતરી કોંગ્રેસમાંથી જ સાત ધારાસભ્યો પાસે ક્રોસ વોટીંગ કરાવી તેમના ત્રીજા ઉમેદવારને જીતાડવાની છે.

રાજ્યસભાની બેઠક જીતવા માટે હાલની સ્થિતિ જોઇએ તો કોંગ્રેસનાં છ ધારાસભ્યોએ પોતાના પદ પરથી જ રાજીનામાં આપી દીધા હોવાથી તેઓ મતદાન કરી શકશે નહીં. વિધાનસભામાં ધારાસભ્યોની કુલ સંખ્યા ૧૮૨ છે. જેમાંથી છ બાદ થતાં બાકી ૧૭૬ ધારાસભ્યો વધે છે.
નિયમો મુજબ ૧૭૬ ભાગ્યા ચાર કર્યા બાદ તેમાં ૧ ઉમેર્યા બાદ જે સંખ્યા આવે તેટલાં મત જીત માટે ફરજીયાત મેળવવા પડે. આ આંકડો ૪૫નો થાય છે.

આ ગણતરી મુજબ ભાજપનાં પ્રથમ બન્ને એટલે કે અમિત શાહ અને સ્મૃતિ ઈરાની સરળ રીતે જીતી જવાના છે. જ્યારે ભાજપના ત્રીજા ઉમેદવાર બલવંત સિંહને માત્ર ૩૦ મત મળશે. પરંતુ જીતવા માટે ૪૫ મતની જરૃર હોય છે. બીજી બાજુ કોંગ્રેસ પાસે અત્યારે માત્ર ૫૧ ધારાસભ્યો છે. તેમાંથી ૪૫ કોંગ્રેસના મત મળે તો અહેમદ પટેલ સીધા વિજેતા જાહેર થઇ જાય. પણ અહીં જ ભાજપે વ્યૂહ ઘડયો છે. જેમાં ભાજપ કોંગ્રેસમાંથી સાત ધારાસભ્યો પાસે ક્રોસ વોટીંગ કરાવવા માગે છે. જેથી અહેમદભાઇને ૪૪ મત જ મળે. આવી સ્થિતિમાં બીજો રાઉન્ડ શરૃ કરવો પડે. જેમાં સેકન્ડ પ્રેફરન્સ એટલે કે 'બગડા'નાં જોરે ભાજપનાં ત્રીજા ઉમેદવાર જ વિજેતા થઇ જાય.

Post Comments