Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રૃ. ૧૦૮૦૦ કરોડના બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું આજે નરેન્દ્ર મોદી-શિન્ઝો એબે દ્વારા ખાતમુહૂર્ત

-૩ કલાકમાં અમદાવાદ-મુંબઇની અવર-જવર શક્ય બનશે

-બુલેટ ટ્રેનમાં ૭ કિલોમીટરની ટનલ દરિયાના પેટાળમાંથી પસાર થશે:૧૭૩ બ્રિજ તૈયાર કરવામાં આવશે

અમદાવાદ,તા.13 સપ્ટેમ્બર 2017, બુધવાર

ફ્લાઇટની ચેક ઇન-ચેક આઉટની પળોજણમાં પડયા વિના હવે વધુમાં વધુ ત્રણ કલાકમાં ટ્રેન દ્વારા મુંબઇથી અમદાવાદ પહોંચી જવાય તેવો તખ્તો ઘડાવવાનું શરૃ થઇ ગયું છે. અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડનારી હાઇ સ્પીડ રેલવેના મહત્વકાંક્ષી પ્રોજેક્ટનું ગુરુવારે અમદાવાદના સાબરમતી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી-જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબેના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે.

અંદાજે ૫૦૮ કિલોમીટરની લંબાઇ ધરાવતા આ પ્રોજેક્ટ અંતર્ગત મહારાષ્ટ્રમાં ૧૫૫.૬૪૨ કિલોમીટર જ્યારે ગુજરાતમાં ૩૫૦.૫૩૦ કિલોમીટરની રેલવે લાઇન નાખવામાં આવશે. આ હાઇસ્પિડ રેલવે ૭૦ હાઇ-વે , ૨૧ નદીઓને ક્રોસ કરશે. આ ઉપરાંત રેલવેના માર્ગમાં ૧૭૩ મોટા બ્રિજ, ૨૦૧ પ્રમાણમાં નાના બ્રિજ તૈયાર કરવામાં આવશે. આ રેલવે માટે ૪૬૦.૩ કિલોમીટરનો 'માર્ગ સેતુ' તૈયાર કરવામાં આવશે જ્યારે ૨૫.૮૭ કિલોમીટરનો ટનલિંગ-વે રહેશે. જે ટનલ તૈયાર થવાની છે તેમાંથી ૭ કિલોમીટરની ટનલ થાણેના દરિયાના પેટાળમાં તૈયાર કરવામાં આવશે.

આ રેલવેની મહત્તમ ડિઝાઇન સ્પિડ કલાકના ૩૫૦ કિલોમીટર અને મહત્તમ ચાલક ઝડપ ૩૨૦ કિલોમીટર છે. અમદાવાદથી મુંબઇનું ૫૨૬  કિલોમીટરનું અંતર વધુમાં વધુ ૩ કલાકમાં કપાઇ શકે છે. આ ટ્રેન રસ્તમાં ૧૨ સ્ટેશન ઉપર ઊભી રહેશે. આ પ્રોજેક્ટનું ઓપરેશન કન્ટ્રોલ સેન્ટર સાબરમતી ખાતે રહેશે જ્યારે હાઇ સ્પિડ રેલવે ટ્રેનિંગ સેન્ટર વડોદારામાં તૈયાર કરાશે. હાઇ સ્પિડ ટ્રેનના પ્રોજેક્ટ માટે ૩૦૦ અધિકારીઓને જાપાન ખાતે તાલીમ આપવામાં આવશે. આ ૩૦૦ અધિકારીઓ ત્યારબાદ ૪ હજાર અધિકારીઓને તાલીમ આપવાના છે. સમગ્ર પ્રોજેક્ટના અમલીકરણ માટે હાઇ સ્પિડ રેલ કોર્પોરેસન લી.ની પણ સ્થાપના કરાઇ છે. ભારત-જાપાનના સહયોગથી તૈયાર થનારો આ પ્રોજેક્ટ 'મેઇક ઇન ઇન્ડિયા' અભિયાનમાં મહત્વનો પુરવાર થશે.

જાપાનના ડેલિગેશનને અટકાવાતા અંધાધૂધી સર્જાઈ

ભારત અને જાપાનના વડાપ્રધાનની અમદાવદ મુલાકાતને પગલે શહેરમાં અભૂતપૂર્વ બંદોબસ્ત ગોઠવાયો હતો. બીજીતરફ બંદોબસ્ત વચ્ચે કેટલાક અવનવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. જેમાં ગાંઘી આશ્રમમાં પ્રવેશતા જાપાનના ડેલીગેશનને ઝ અટકાવાતા થોડીવાર માટે અંધાધૂંધી સર્જાઈ હતી. બાદમાં પોલીસ પાસે જ આ મહાનુભવોનું લિસ્ટ ન હોવાનું જાણવા મળ્યું હતું. જાપાન અને ભારના વડાપ્રધાન ગાંધી આશ્રમની મુલાકાત લેવાના હોવાથી આ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો. ચકલુંય ન ફરકે તેવી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.દરમિયાન બપોરે ૧૨.૩૭ વાગ્યે જાપાન ડેલીગેશનના સભ્યો કારમાં ગાંધી આશ્રમ આવી પહોંચ્યા હતા. દરેક પાસે જરૃરી આઈ કાર્ડ સાથેના દસ્તાવેજો હતા. તેમછત્તા આશ્રમના દરવાજે ફરજ બજાવતી પોલીસે તેમને અટકાવ્યા હતા. બાદમાં જાણવા મળ્યું હતું કે પોલીસ પાસે જ જાપાનના આ ડેલીગેશનના સભ્યોનું લિસ્ટ ન હતું. બાદમાં અન્ય અધિકારીઓ સાથે વાત કરીને મામલો થાળે પાડવામાં આવ્યો હતો અને ડેલીગેશનને અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો.

Post Comments