Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સોહરાબુદ્દીન કેસમાં ન્યાયતંત્ર નિષ્ફળ પુરવાર થયું : નિવૃત્ત જજ થિપ્સે

- 'હાઈ કોર્ટે સુઓ મોટો દાખલ કરીને ફેરવિચારણા કરવી જોઈએ'

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.૧૪ ફેબ્રુઆરી 2018, બુધવાર

સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં હાઈ  પ્રોફાઈલ આરોપીઓની મુક્તિ, ન્યાયપ્રક્રિયાની અનિયમિતતા, પુરાવા સાથે થયેલાં ચેડાં વગેરે બાબતોને જોતાં ન્યાયયંત્રણા નિષ્ફળ નિવડી હોવાનો મત માજી ન્યાયમૂર્તિ અભય થિપ્સેએ વ્યક્ત  કર્યો હતો. આ પ્રકરણ પર બોમ્બે હાઈ કોર્ટે પોતાના અધિકારથી સુઓ મોટો દાખલ કરીને ફેરવિચાર કરવો જોઈએ એમ તેમણે એક અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતુંં.

અલાહાબાદ હાઈ કોર્ટના ન્યાયમૂર્તિ પદેથી માર્ચ ૨૦૧૭માં નિવૃત્ત થયેલા થિપસેએ આ પ્રકરણે અખબારને મુલાકાત આપી હતી. ગુજરાતના માજી પોલીસસબ ઈન્સ્પેક્ટર ડી. જી. વણજારા, આઈપીએસ અધિકારી રાજકુમાર પાંડિયા અને દિનેશ એમ. એન.  આ કેસમાં સામેલ હોવાની માહિતી હોવા છતાં તેમને મુક્તિ કેમ અપાઈ એવો સવાલ પણ તેમણે કર્યો હતો.

સીબીઆઈ કોર્ટે આપેલા આદેશોમાં વિસંગતી હોવાનું પણ તેમણે જણવાયું હતું. જુનિયર અધિકારીઓને મુક્ત નથી કરાયા માત્ર હાઈપ્રોફાઈલ અધિકારીઓને મક્ત કરવામાં આવ્યા છે. આ કેસના અનેક પાસા શંકા ઉપજાવનારા છે, એમ તેમણે જણાવ્યું હતું.

વણજારાને જામીન આપવાની ઈચ્છા નહોતી, પણ સુપ્રીમ કોર્ટે અન્ય બે અધિકારીઓને જામીન આપતાં વરિષ્ઠ કોર્ટનો આદેશ રાખવા આ ચુકાદો આપ્યો  હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસ
હવેથી તમામ આરોપીઓને કોર્ટ સમક્ષ હાજર રહેવાનો વિશેષ સીબીઆઈ કોર્ટનો નિર્દેશ
આરોપીઓના વકિલો અન્ય કોર્ટમાં વ્યસ્ત રહેતાં કોર્ટે તેમની રાહ જોવી પડતી હોવાની નોંધ

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.૧૪ ફેબ્રુઆરી 2018, બુધવાર

વિશેષ સીબીઆઈ કોર્ટે સોહરાબુદ્દીન શેખના કથિત બનાવટી એન્કાઉન્ટર કેસમાં બુધવારથી સુનાવણી માટે દરેક આરોપીઓને કોર્ટમાં હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે. ૨૨ આરોપીઓમાંથી મોટા ભાગના ગુજરાત, રાજસ્થાન અને આઁધ્ર પ્રદેશના પોલીસ છે. મોટાભાગના લોકોએ તેમના  વકિલ મારફત હાજર રહેવામાંથી મુક્તિ મેળવી છે.
તમામ આરોપીઓએ રોજેરોજ હાજર રહેવું પડશે કેમ કે તેમના વકિલો અન્ય કોર્ટોમાં વ્યસ્ત રહે છે અને ગેરહાજર રહે છે.

જેને લીધે કોર્ટે તેમની રાહ જોતા બેસી રહેવું પડે છે. સાક્ષીદારોને પણ હવેથી આરોપીઓની ઓળખને આધારે તપાસવા જરૃરી છે. આને લીધે પણ આરોપીઓની કોર્ટમાં ઉપસ્થિતી જરૃરી છે. આદેશને અવગણનારા સામે ગંભીરતાથી જોવામાં આવશે, એમ વિશેષ જજ એસ. જે. શર્માએ રોજિંદા રેકોર્ડમાં જણાવ્યું હતું.

આ મુદ્દો મંગળવારે કોર્ટમાં ઉઠયો હતો. આરોપીના વકિલો સરકારી સાક્ષીદારની ઉલટતપાસ માટે હાજર હતા.  ત્યારે મોટાભાગના આરોપીઓ તેમના વકિલ મારફત કોર્ટમાં હાજરી આપતા હતા. કેટલાંક તો ઉલટતપાસ ઈચ્છે છે કે નહીં એ જણાવવા પણ હાજર નહોતા.

આ કેસ સુપ્રીમ કોર્ટના આદેશને પગલે ગુજરાતથી મુંબઈમાં ખસેડવામાં આવ્યો હોવાથી આરોપીઓએ તેમને રહેવા માટે અહીં જગ્યા નહોવાથી હાજરીમાંથી મુક્તિ મેળવવાની માગણી કરી હતી. જોકે કોર્ટે જણાવ્યું હતું કે તેમની હાજરી જરૃરી છે. જરૃર પડયે સંબંધીત ઓથોરિટીને રોજિંદી સુનાવણી માટે હાજર રહેવાનું કહેેવામાં આવશે, એમ કોર્ટે જણાવ્યું હતું.

Post Comments