Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નિશાન રામજી મારકણાં હતો, ભોગ નિર્દોષ નિલેશ રૈયાણીનો લેવાયો

- જીવ બચાવવા નાસતા નિલેશ ઉપર અંધાધૂંધ ફાયરિંગ થયેલું

- એ સમયે વિનુ શીંગાળા અને જયરાજસિંહ જૂથનો ટકરાવ ચરમસીમાએ હતો, જયરાજસિંહને ડાયરામાં આમંત્રણ સામે રામજ

ગોંડલ, તા.11 ઓગસ્ટ, 2017, શુક્રવાર

ગોંડલના ચકચારી નિલેશ રૈયાણી હત્યાકાંડમાં ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા જુથનું નિશાન રામજી મારકણાં હતો, પરંતુ અંધારામાં ખ્યાલ ન રહેતા નિર્દોષ નિલેશ રૈયાણીનો ભોગ લેવાયો હતો. એ સમયે જિલ્લા યુવા ભાજપનાં પ્રમુખ વિનુભાઈ શીંગાળા અને ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા જુથ વચ્ચે ટક્કર ચરમસીમાએ હતી. તા. ૮-૨-૨૦૦૪ના રાત્રે એટલે કે હત્યાનો બનાવ બન્યો ત્યારે શહેરની લેઉવા પટેલ કન્યા છાત્રાલયમાં રખાયેલા લોક ડાયરામાં ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેનો રામજી મારકણા દ્વારા વિરોધ કરાયો હતો અને જો ધારાસભ્ય આવશે તો જોયા જેવી થશે તેવો પડકાર પણ ફેંકાયો હતો.

સામા પક્ષે અસ્તિત્વનો સવાલ ઉભો થયો હોય તેમ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું જુથ પણ પડકાર ઝીલી આરપારની લડાઈ લડવા તત્પર બન્યું હતું ત્યારે રાત્રે લોકડાયરામાં કંઈક નવા-જુની બનશે તેની દહેશત સમગ્ર શહેરમાં પણ ફેલાઈ હતી અને સંસ્થાના વડા અને આયોજક વિઠ્ઠલભાઈ ધડુક માટે પણ ધર્મસંકટ જેવી પરિસ્થિતિ ઉભી થવા પામી હતી. લોકડાયરાનો કાર્યક્રમ શરૃ થાય તે પહેલા એક કલાક અગાઉ રામજી મારકણા, જયેશ સાટોડીયા અને નિલેશ રૈયાણી યુટીલીટીમાં બેસી રાજવાડી તરફ જઈ રહ્યા હતા ત્યારે જયરાજસિંહ જાડેજા જુથનાં ૨૦થી ૨૫ વ્યક્તિઓએ અલગ અલગ વાહનો દ્વારા ગુંદાળા દરવાજાથી યુટીલીટીનો પીછો કરતા મોત ભાળી ગયેલા રામજી મારકણાએ યુટીલીટી ભગાવી હતી.

દરમ્યાન બેકાબુ બનેલી યુટીલીટી જેશંગ કાળા ચોકમાં પુલની રેલીંગ નજીક પોલ સાથે અથડાઈ હતી. આ વેળા યુટીલીટી ઉપર ગોળીબાર કરાયો  હતો. પરંતુ અંધારાનો લાભ લઈ રામજી મારકણા અને જયેશ સાટોડીયા જીવ બચાવવા નાસી છુટયા હતા જ્યારે નિલેષ રૈયાણીએ પણ જીવ બચાવવા પુલ ઉપર હોસ્પિટલ તરફ દોટ મુકી હતી. નિલેશ રૈયાણી બાલાશ્રમ નજીક પહોંચ્યો ત્યારે જયરાજસિંહ જુથ દ્વારા પીછો કરી રહેલા શખ્સોએ ગોળીઓ વરસાવી તેની હત્યા કરી નાંખી હતી. વાસ્તવમાં જયરાજસિંહ જુથના નિશાન ઉપર રામજી મારકણા હતો, પરંતુ અંધારામાં ઓળખાયું ન હોય નિર્દોષ એવા નિલેષ રૈયાણીની હત્યા થવા પામી હતી. હત્યાના પગલે ગોંડલમાં સનસની મચી જવા પામી હતી.


વિક્રમસિંહ રાણાંની હત્યા બાદ જંગ શરૃ થયો હતો
રાજવાડી રક્તરંજીત થયા બાદ હત્યાનો સિલસિલો સર્જાયો
નિલેશ રૈયાણી બાદ વિનુ શીંગાળાની પણ હત્યા નિપજાવાઈ હતી, જેમાં પણ જયરાજસિંહ જુથની સંડોવણી હોવાનો આરોપ હતો

ગોંડલ, તા.11 ઓગસ્ટ, 2017, શુક્રવાર
ગોંડલના ભાજપના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તે સમયે જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વિનુભાઈ શીંગાળા વચ્ચે ગજગ્રાહ સર્જાયો હતો, એટલા માટે કે, વિનુભાઈ શીંગાળો પાટીદારોમાં વર્ચસ્વ વધારવા પ્રયાસો શરૃ કર્યા હતાં, એ વખતે આગામી ધારાસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ આ પ્રયાસો થતાં હોઈ જયરાજસિંહને પસંદ ન્હોતું.
બીજી બાજુ વિનુભાઈ શીંગાળા જૂથે પોતાની ધાક જમાવવા જે તે વખતે રાજવાડીની જમીન જેના હસ્તક હતી તે વિક્રમસિંહ રાણાંની હત્યા નિપજાવી હતી. બાદમાં વિનુભાઈ શીંગાળા જુથના નિશાન ઉપર જયરાજસિંહ આવ્યા હતા.
વિક્રમસિંહ રાણાં હત્યા કેસનાં માસ્ટર માઈન્ડ સમાન રામજી મારકણાંએ જયરાજસિંહ જુથને ફેંકેલા પડકારોથી બળતામાં ઘી હોમાયું હતું અને અંજામ રૃપે નિલેશ રૈયાણી હત્યા કેસ સર્જાયો હતો. બાદમાં રાજકોટમાં વિનુભાઈ શીંગાળાની પણ હત્યા થઈ હતી. જેમાં પણ જયરાજસિંહ જુથની સંડોવણી હોવાનો આરોપ  મુકાયો હતો. જે તે વખતે નિલેશ રૈયાણી અને વિનુભાઈ શીંગાળા હત્યા કેસમાં જયરાજસિંહ જાડેજા નિર્દોષ છૂટયા હતા.

Post Comments