Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાહુલ ગાંધી આજથી ત્રણ દિવસ માટે ઉત્તર ગુજરાતના પ્રવાસે

- આજે અંબાજી માતાના ચરણે શિશ ઝુકાવશે

- પાટીદાર-ઠાકોરોની વધુ વસતિ ધરાવતા તાલુકાની મુલાકાત લઇ ખેડબ્રહ્મામાં સભા સંબોધશે

અમદાવાદ, શુક્રવાર તા. 10 નવેમ્બર 2017
કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આવતીકાલથી ત્રણ દિવસ માટે ઉત્તર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જેમાં તેઓ આવતીકાલે શક્તિપીઠ અંબાજી ખાતે દર્શન પણ કરવાના છે. પાટીદારોના અનામત આંદોલન દરમિયાન ઉત્તર ગુજરાત એપિસેન્ટર સમાન બની રહ્યું હોવાથી રાહુલ ગાંધીના આવતીકાલથી શરૃ થતા પ્રવાસને ખૂબ જ મહત્વનો ગણવામાં આવી રહ્યો છે.

આવતીકાલે સવારે ૯:૫૦ વાગે રાહુલ ગાંધીનું અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ ખાતે આગમન થશે. રાહુલ ગાંધી આવતીકાલે ચિલોડા, પ્રાંતિજ, મેહતાપુરા હિંમતનગર, ઈડર,  વડાલી, ખેડબ્રહ્મા, અંબાજીની મુલાકાત લેવાના છે. આ ઉપરાંત ખેડબ્રહ્મા ખાતે સાંજે ૬:૧૫ વાગે તેઓ જાહેર સભા સંબોધવાના છે. સાંજે ૭:૧૦ વાગે તેઓ અંબાજીમાં દર્શન માટે જશે અને અંબાજીના સર્કિટ હાઉસ ખાતે જ રાત્રિ રોકાણ કરશે. ઈન્દિરા ગાંધી વડાંપ્રધાન હતા ત્યારે તેઓ અંબાજીમાં મા અંબાના ચરણોમાં શિશ ઝુકાવવા ગયા હતા.

આવતીકાલે રાહુલ ગાંધી જે પણ તાલુકામાંથી પસાર થવાના છે ત્યાં પાટીદારો-ઠાકોરોની વસતિ ખૂબ જ વધારે છે. તાજેતરમાં કોંગ્રેસમાં જોડાયેલા ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે અગાઉ જ એવી જાહેરાત કરી હતી કે રાહુલ ગાંધીની ઉત્તર ગુજરાત મુલાકાત કોંગ્રેસના શક્તિ પ્રદર્શન સમાન બની રહેશે. રાહુલ ગાંધીનો આ  ચોથી વખત ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ છે.
 

Post Comments