Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાહુલ ગાંધીએ ગુજરાતનો રિપોર્ટ માંગ્યો, ૬-૭ જાન્યુ.એ એઆઇસીસી નિરીક્ષકોની દિલ્હીમાં બેઠક

-ચૂંટણીમાં નિષ્ક્રિય નેતા-હોદ્દેદારો પર તવાઇ આવશે

-હારના કારણો માટે જવાબદાર કોણ તે જાણવા મથામણ, રિપોર્ટ બાદ કોંગ્રેસના સંગઠનમાં તોળાતા ફેરફારો

અમદાવાદ, તા.27 ડિસેમ્બર 2017,બુધવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો પનો થોડોક ટૂંકો પડયો હતો. હવે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ગુજરાતમાં કોંગ્રેસની હાર માટે જવાબદાર કોણ તે જાણવામાં રસ પડયો છે. આગામી ૬-૭મી જાન્યુઆરીએ એઆઇસીસીએ નિમલા નિરીક્ષકોની દિલ્હીમાં બેઠક બોલાવાઇ છે.

સૂત્રોના મતે,વિધાનસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ એકલાહાથે પ્રચાર કરી કોંગ્રેસમાં પ્રાણ ફૂંકી દીધા હતાં. પ્રભારી અશોક ગેહલોતથી માંડીને એઆઇસીસીના નેતાઓને ચૂંટણી મેદાને ઉતારી રાહુલે ચૂંટણીનો માહોલ રચી દીધો હતો.

કોંગ્રેસના ટોચના ચારેક નેતાને તો ચૂંટણી લડવાની ય ના પાડી દીધી હતી. આમ છતાંયે તેઓ ચૂંટણી લડયાંને હાર્યાં. હવે રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસને હજુય લોકસભાની ચૂંટણીમાં વધુ સારૃ પ્રદર્શન કરે તે માટ અત્યારથી પ્રયાસો કરી રહયાં છે.

આ વખતે રાહુલ ગાંધી ચૂંટણીમાં નિષ્ક્રિય નેતા-હોદ્દેદારોને બક્ષવાના મૂડમાં નથી. ચૂંટણી કામગીરીમાં કયા ખામી રહી,સંગઠનના નેતા-હોદ્દેદારોએ કેવી ભૂમિકા ભજવી,કોંગ્રેસ પ્રદેશના નેતાઓનો રોલ કેવો રહ્યો, અસંતુષ્ટો કેટલીહદે કોંગ્રેસને નડયાં, નાના રાજકીય પક્ષોએ કેટલાં અંશે કોંગ્રેસની બાજી બગાડી. આ તમામ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવશે.

આગામી ૬-૭મી જાન્યુઆરીએ એઆઇસીસીએ નિમેલા નિરીક્ષકોની એક બેઠક બોલાવાઇ છે જેમાં ગુજરાતના હારનુ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. એવી ચર્ચા છેકે, આ બેઠક બાદ રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં ધરમૂળમાંથી ફેરફાર કરે તેવી સંભાવના છે.

એટલું જ નહીં,પક્ષવિરોધી પ્રવૃતિ કરનારાંને પણ ઘરનો રસ્તો દેખાડવામાં આવશે. આમ, રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસના માત્ર હોદ્દા ભોગવતા નેતાઓને શબક શીખવાડવાના મૂડમાં છે.

Post Comments