Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગાંધીનગર NIDના પ્રોફેસરનું ફોન લોકેશન દિલ્હીમાં છતાં પતો મળતો નથી

- ચાંદખેડામાં રહેતા અને ૧૯ દિવસથી ભેદી રીતે ગૂમ થયેલા

- કોલેજમાં કામ પસંદ ન હોવાથી ચાલ્યા ગયાની પત્નીએ શંકા વ્યક્ત કરી : ચાંદખેડા પોલીસ હજી અંધારામાં

અમદાવાદ, શુક્રવાર તા. 10 નવેમ્બર 2017
ચાંદખેડામાં રહેતા અને ગાંધીનગરમાં એનઆઈડીમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા નલીનભાઈ મની (૨૫) ૧૯ દિવસ અગાઊ રહસ્યમય સંજોગોમાં તેમના ઘરેથી નીકળ્યા બાદ ગૂમ થઈ ગયા હતા. તેમના લેપટોપમાંથી દિલ્હીની ટિકીટની માહિતી મળી હતી. છેલ્લે તેમના ફોનનું લોકેશન દિલ્હી એરપોર્ટનું મળ્યું હતું પરંતુ હજીસુધી તેમનો કોઈ પતો લાગ્યો નથી, એમ ચાંદખેડા પોલીસે કહ્યું હતું.

આ બનાવની વિગત મુજબ ચાંદખેડામાં ગોદરેજ ગાર્ડન સિટીમાં નલીનભાઈ મની તેમના પત્ની મનીષાબહેન સાથે રહેતા હતા. નલીનભાઈ ગાંધીનગર નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ડિઝાઈન (એનઆઈડી) માં આશિસ્ટંટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા.

પોલીસના જણાવ્યા મુજબ ૨૨ ઓક્ટોબરના રોજ આ દંપત્તી જમીને ઊંઘી ગયું હતું. બીજે દિવસે સવારે પત્નીએ જોયું તો નલીનભાઈ જોવા મળ્યા ન હતા. બીજીતરફ મોબાઈલમાં તેમનો કોલેજ જતા હોવાનો મેસેજ જોઈને પતિ કોલેજ ગયા હશે એમ માન્યું હતું. તે સિવાય નલીનભાઈના લેપટોપમાં દિલ્હીની એર ટિકીટ જોવા મળી હતી. તાત્કાલિક તેમણે પતિને ફોન કર્યો હતો પણ સ્વીચ ઓફ હતો. મનીષાબહેને તેમના સંબંધીઓને ફોન કર્યા પણ નલીનભાઈનો પતો લાગ્યો ન હતો.

આ અંગે તેમણે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધાવી હતી. ચાંદખેડા પોલીસ સ્ટેશનના સિનીયર પી.આઈ.એ.સી.પટેલના જણાવ્યા મુજબ નલીનભાઈ કોઈે કંઈ કહ્યા વિના ચાલ્યા ગયા છે. તેમનું છેલ્લું લોકેશન દિલ્હી એરપોર્ટ મળ્યું હતું પણ પતો લાગ્યો નથી. અમે તેમની પત્ની મનીષાબહેનનં નિવેદન નોંધ્યું હતું જેમાં તેમણે તેમના પતિને કોલેજમાં કામ પસંદ ન હોવાની શંકા વ્યક્ત કરી હતી. તે સિવાય કોલેજના લાગતાવળગતાઓનાં નિવેદન પણ લીધા છે પરતું તેઓને પણ તેમના ગૂમ થવા પાછળનું કારણ ખબર નથી. પોલીસે નલીનભાઈના ઘરના વિસ્તાર ઊપરાંત ગાંધીનગરમાં તપાસ કરી પણ કંઈ ચોક્કસ માહિતી મળી નથી.

જોકે છેલ્લા ૧૯ દિવસથી ગૂમ થયેલા નલીનભાઈનું લોકેશન દિલ્હી મળવા થતા પોલીસે દિલ્હીમાં કપાસ કરી નથી. આમ પ્રોફસરનું ગૂમ થવાનું કોકડુ વધુ ગુંચવાયું છે.

Post Comments