Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કચ્છમાં નલિયાકાંડના પોસ્ટરો લાગ્યાં, માર્કેટિંગ બંધ કરો,ભાજપને ભગાડો

-મોદીના આગમનને પગલે ગુજરાતમાં પોસ્ટરવૉર જામ્યો

-અમદાવાદમાં પોસ્ટરોએ ચર્ચા જગાડી , ગૌમાતા બચાવો, શસ્ત્રો વસાવો

અમદાવાદ ,તા.22 મે 2017, સોમવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવ્યાં છે. સોમવારે કચ્છમાં મોદીનુ આગમન થતાં જ ફરીવાર નલિયાકાંડ ગાજ્યું છે. ભાજપના વિરોધીઓએ કચ્છમાં ઘણાં શહેરોમાં નલિયાકાંડના પોસ્ટરો લગાડતાં ભાજપના સ્થાનિક નેતાઓ,આગેવાનો જ નહીં, વહીવટીતંત્ર પણ દોડતુ થયું હતું. અમદાવાદમાં પણ ભાજપને ભગાડો તેવા સૂત્રો સાથે બેનરોએ ચર્ચા જગાવી છે. આમ, નરેન્દ્ર મોદીના આગમન ટાણે જ ગુજરાતમાં જાણે પોસ્ટરવૉર જામ્યો છે.

કચ્છમાં ટપર ડેમમાં નર્મદાના નીરના વધામણાં કરવા વડાપ્રધાન કચ્છ આવી પહોચ્યાં હતાં. તે વખતે જ કચ્છમાં એવા પોસ્ટરો લગાડાયાં જેમાં લખ્યુ હતું કે, ખુદ વડાપ્રધાન જ નલિયાકાંડની તપાસ કરવા કચ્છ આવી રહ્યાં છે. એક પોસ્ટરમાં એવુ લખાયુ હતુ કે, ગામમાં બાયું વાતુ કરે છેકે, ભાજપની મિટિંગ કે સભામાં જવાય કે નહીં . આવા પોસ્ટરોને તાકીદે વહીવટીતંત્રે ઉતારી લીધા હતાં .

અમદાવાદમાં પણ આશ્રમરોડ , વાડજ સહિતના વિસ્તારોમાં એવા બેનરો લાગ્યાં છે જેમા લખાયું છેકે, જનસંધ આવે છે, ભાજપને ભગાડો-કોંગ્રેસને કાઢો . શસ્ત્રો વસાવો, કાશ્મીરને બચાવો , માર્કેટિંગ બંધ કરો, અનામતને દૂર કરો, હિન્દુ ધર્મને બચાવો , કોંગ્રેસથી કંટાળેલાં- ભાજપથી ભરમાયેલાં માટે જનસંઘ એક માત્ર વિકલ્પ . કાશ્મીર બચાવો, લશ્કરને છૂટ આપો, યુવાનોને લશ્કરની તાલીમ આપો . રામમંદિર બનાવો- હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરો , પાકિસ્તાનના ત્રણ ટુકડા કરો .

આ તરફ , અલ્પેશ ઠાકોરે પણ એવા પોસ્ટરો લગાડયાં છેકે, હુ દુઃખી ગુજરાત છું . જયાં નહેરો છે પણ પાણી નથી , દારૃબંધી છે પણ ખુલ્લેઆમ દારૃ વેચાય છે. ઉદ્યોગો છે પણ રોજગારી નથી . શિક્ષણ છે પણ વેપારીકરણ છે. ઓબીસી એકતા મંચે પણ પોસ્ટરો થકી સરકાર સામે મોરચો માંડયો છે.
આમ, મોદીના આગમન સમયે જ અમદાવાદ-કચ્છમાં પોસ્ટરવૉર જામ્યો છે જેના પગલે ભાજપના નેતાઓની ઉંઘ ઉડી છે.

Post Comments