Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

LIVE: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આખરે ગુજરાતના ઘોઘામા રો રો ફેરીનું લોકાર્પણ કર્યુ

- ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકારી યોજનાઓના લોકાર્પણ અને શિલાન્યાસ

અમદાવાદ, તા. 22 ઓક્ટોબર 2017, રવિવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં વિવિધ યોજાનાઓના ઉદ્ઘાટન, લોકોર્પણ અને શિલાન્યાસ કરવાના છે ત્યારે આજે તે ઘોઘામાં રો રો ફેરીનુ લોકર્પણ કરશે.

સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનું સડક માર્ગનું ભારણ ઘટાડનાર ઘોઘા-દહેજ ફેરી સર્વિસ સહિતના વિકાસકામોના લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ગુજરાત આવી રહ્યાં છે. સવારે 10.30 વાગ્યાની આસપાસ તેઓ ભાવનગર પહોંચશે, જ્યાં ઘોઘા-દહેજ ફેરીનું લોકાર્પણ કરશે અને ઘોઘાથી દહેજ સુધીની જળમાર્ગીય મુસાફરી કરશે, બાદમાં દહેજથી તેઓ વડોદરા જવાના છે, જ્યાં વિવિધ વિકાસકામોનું લોકાર્પણ કરવાના છે.

- 310 કિમીનું અંતર ઘટીને માત્ર 31 કિમી થશે
- ડિસેમ્બરમાં ઘોઘા ખાતેનો લિન્ક સ્પાન લાગી ગયા બાદ પૂર્ણત: રો-રો ફેરી સર્વિસ શરૂ થશે
- જેમાં 150 મોટા વાહનો અને 1000 મુસાફરોની સમાવેશ કરવામાં આવશે.
- ભાવનગરથી દહેજ વચ્ચેનું સડક માર્ગનું અંતર 310 કિ.મી. છે
- જે ઘોઘા-દહેજ વચ્ચે દરિયાઇ માર્ગે ફક્ત 31 કિ.મી.નું થઇ જશે,
- આમ સમયની બચત પણ થશે અને કિંમતી ઇંધણની પણ બચત થશે
- સાથોસાથ માર્ગ અકસ્માતોમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.
- ઘોઘા ખાતેનું ટર્મિનલ સંપૂર્ણપણે કાર્યરત થયા બાદ સરકારની ઘોઘાથી મુંબઇ, ઘોઘાથી હજીરા (સુરત) વચ્ચે પણ ફેરી સર્વિસ ચલાવવાની યોજનાઓ છે. - મરિન એન્જીનિયરિંગની દ્રષ્ટિએ વિકટ ગણાતા ઘોઘા-દહેજ ફેરી સર્વિસ પ્રોજેક્ટને સાકાર બનાવવા માટે ગુજરાત મેરિટાઇમ બોર્ડના તમામ અધિકારીઓ, કર્મચારીઓ દિવસ રાત એક કરી રહ્યા હતા.

Post Comments