Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સરકારની ફી રેગ્યુલેશન કમિટી સામે વાલીઓએ ફી રિફંડ કમિટી બનાવી

-હાઈકોર્ટના ચૂકાદા પછીય વાલીઓને સરકારમાં વિશ્વાસ નથી

-ગુજરાતના સ્તરે લડત ચલાવવા દરેક શહેરના વાલી મંડળોનું ફેડરેશન બનાવશે

અમદાવાદ, તા.3 જાન્યુઆરી 2018,બુધવાર

સરકારે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ માટે ફી નક્કી કર્યા પછી શાળા સંચાલકોને સાચવવા માટે ફી રેગ્યુલેશન કમિટી રચીને તેમને ફી વધારી દેવાનો રસ્તો કરી આપવાના લીધેલા પગલાંનો પ્રતિકાર કરવા માટે આજે વાલીઓના એસોસિયેશનોની બેઠકમાં ફી રિફંડ કમિટીની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સરકાર દ્વારા રચવામાં આવેલી ફી રેગ્યુલેશન કમિટીમાં વાલીઓને પ્રતિનિધિત્વ આપવાની માગણીને તેઓ બુલંદ કરશે. તામિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, રાજસ્થાન જેવા રાજ્યોમાં ફી રેગ્યુલેશન કમિટીમાં વાલીઓના પ્રતિનિધિઓને મૂકવામાં આવેલા છે. માત્ર ગુજરાતમાં જ વાલીઓને તેમાં પ્રતિનિધિત્વ ન આપવાનું વલણ છે.

આ કમિટીના સભ્યો મળીને શાળાઓ દ્વારા વસૂલવામાં આવેલી વધારાની ફીનું રિફંડ કઈ રીતે લેવું તે અંગે ચર્ચા કરીને તેમના ભાવિ વ્યૂહ નક્કી કરવાની કામગીરી કરશે, એમ પેરેન્ટ્સ એકતા મંચનું કહેવું છે. વાલીઓ વતીથી ગુજરાત હાઈકોર્ટમાં ફી નિયંત્રણ અંગેના કેસમાં દલીલ કરનારા કાનૂની નિષ્ણાતોનું કહેવું છે કે ગુજરાતભરની શાળાઓમાં ફી વધારા સામે લડત ચલાવતા તમામ એસોસિયેશનોને એક છત્ર હેટળ લાવીને ગુજરાત સ્તરનું ફેડરેશન પણ બનાવવામાં આવશે.

તેઓ એક સાથે મળીને એક સમાન મુદ્દાઓ ઉઠાવીને લડત કરશે. તેમ જ ગુજરાતની દરેક શાળાના વાલીઓ પાસેથી ટોકન રૃા. ૧ લઈને તેમને ફેડરેશનના સભ્ય બનાવવામાં આવશે.

ફેડરેશન વાલીઓ પાસેથી વસૂલવામાં આવેલી વધારાની ફી ક્યારે અને કેવી રીતે પરત કરવામાં આવશે તે અંગે સરકારને લેખિતમાં સ્પષ્ટતા કરવા જણાવશે. અત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીઓ પણ આ મુદ્દે વાલીઓને ફોડ પાડીને જવાબ આપતા નથી. તેથી વાલીઓમા અસંતોષ અને ઉશ્કેરાટ જોવા મળી રહ્યો છે.

તેમની લડતને અંતે વાલીઓને ન્યાય નહિ મળે તો વાલીઓ આ કેસમાં પોતાની રીતે સુપ્રીમ કોર્ટનો દરવાજો પણ ખખડાવશે અને ખાનગી શાળાઓ દ્વારા બેફામ વસૂલવામાં આવતી ફી ઘટાડી આપવા માટે રજૂઆત કરશે.

બીજું, સરકારે ફી રેગ્યુલેશન એક્ટમાં નક્કી કરી આપ્યા મુજબ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પાસે રૃા. ૧૫૦૦૦, માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ પાસે રૃા. ૨૫૦૦૦ અને ઉચ્ચ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ પાસે રૃા. ૨૭૦૦૦ જ ફી લેવાની વ્યવસ્થા કરી આપવાની માગણી કરશે. તેમ જ ફી રેગ્યુલેશન કમિટીને નાબૂદ કરી દેવાની માગણી પણ કરવામાં આવશે.

Post Comments