Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાસ જાહેર થયેલા ૨૪૦૦૦ CAમાંથી ૫૦૦૦ને નાપાસ જાહેર કરતાં હોબાળો

-ICAIના સમારોહમાં સુનિલ બગ્ગાએ વિરોધ કરતાં હોદ્દેદારો છોભીલા પડયા

-કેન્દ્રના પ્રધાન સુરેશ પ્રભૂની હાજરીમાં સમારોહમાં તાયફો થયો અમદાવાદના કુણાલને પાસ જાહેર કરી દીધા પ

અમદાવાદ,તા.8 ફેબ્રુઆરી 2018,ગુરૃવાર

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પરીક્ષાના ગત ૧૭મી જાન્યુઆરીએ જાહેર કરવામાં આવેલા પરિણામમાં પહેલા ૨૪૦૦૦ વિદ્યાર્થીઓને પાસ જાહેર કરતું નોટિફિકેશન બહાર પાડી દીધા પછી થોડા કલાક બાદ બહાર પાડવામાં આવેલા બીજા નોટિફિકેશનમાં તેમાંથી ૫૦૦૦ વિદ્યાર્થીઓને નાપાસ જાહેર કરી દેવાયા હતા.

૧૭મી જાન્યુઆરીએ બપોરે બે વાગ્યે જાહેર કરવામાં આવનારું રિઝલ્ટ એકાએક બદલીને સાંજે સાત વાગ્યે જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ રીતે જાહેર કરવામાં આવેલા રિઝલ્ટનું નોટિફિકેશન સીએની વેબસાઈટ પર અપલોડ કરી દેવાયું હતું.

આ જ આ રિઝલ્ટનું નોટિફિકેશન જોવા મળતું નથી. છતાંય ઘણાં પાસે એ નોટિફિકેશનની આવી ગયેલા નકલ મોજૂદ છે. તેમાં આજેય ઘણાં વિદ્યાર્થીઓ પાસ થયેલા બતાવાયા છે. પરંતુ તેમની માર્કશીટમાં તેઓ નાપાસ થયેલા જાહેર થયા છે. ૪૬૩૪૯૨ નંબરથી રજિસ્ટર થયેલો રાજદીપસિંહ પ્રવીણસિંહ કંચવા પણ માર્કશીટમાં નાપાસ થયેલો જાહેર થયો છે.

કેન્દ્રના વાણિજ્ય મંત્રી સુરેશ પ્રભુની ઉપસ્થિતિમાં સુનિલ બગ્ગા નામના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે આ મુદ્દે સ્ટેજ પરથી આકરાં શબ્દોમાં ઇન્સ્ટિટયૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયાના વર્તમાન હોદ્દેદારોની ઝાટકણી કાઢી હતી અને ઉપરોક્ત ઘટસ્ફોટ પણ કર્યો હતો. આઈસીએઆઈના આ નિર્ણયને પરિણામે પાસ થયાની ઉજવણી કરી ચૂકેલા વિદ્યાર્થીઓ હેબતાઈ ગયા હતા.

સુનિલ બગ્ગાએ સમારોહમાં ખુલ્લેઆમ મંચ પરથી આરોપ મૂકતા જણાવ્યું હતું કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન્સ્ટિટયૂટના ત્રણ સ્તંભમાં વિદ્યાર્થીઓ, સ્ટાફના સભ્યો અને સંસ્થાના મેમ્બરો છે. સ્ટુડન્ટના રિઝલ્ટ જાહેર કરીને તેમને પાસ જાહેર કરી દીધા પછી શા માટે તેમને નાપાસ જાહેર કરવામાં આવ્યા તે અંગે તેમણે ખુલાસો આપવાની માગણી કરી હતી.

અમદાવાદના કુણાલ પટેલને પહેલા પાસ થયેલો જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ તેની માર્કશીટ આવી ત્યારે તે નાપાસ થયેલો જાહેર કરાયો હતો. ૧૭મી જાન્યુઆરીના નોટિફિકેશન મુજબ આજે પણ તે પાસ થયેલો છે.

પરંતુ માર્કશીટ નાપાસ બતાવે છે. આઈસીએઆઈની નીતિઓની ટીકા કરતાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે મંચ પરથી જ જણાવ્યું હતું કે મેમ્બરશીપની ફી વધારી દેવામાં આવી તેના કારણો સભ્યો પૂછે તો પણ આપતા નથી. આ અંગે ઈ-મેઈલ કરવામાં આવે તો પણ આઈસીએઆઈના વર્તમાન હોદ્દેદારો કોઈ જ જવાબ આપતા ન હોવાનું તેમનું કહેવું છે.

આ જ રીતે વિદ્યાર્થીઓની ફીમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. આ વધારા સામે વિદ્યાર્થીઓ ઇચ્છે તો પણ વિરોધ નોંધાવી શકતા નથી. આઈસીએઆઈ તેના સ્ટાફના સભ્યોને પણ સાતમાં વેતન પંચ પ્રમાણેનો પગાર ન આપતા હોવાથી છ ફેબુ્રઆરીએ તેઓ ભૂખ હડતાલ પર ઉતર્યા હતા.

Post Comments