Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નિરમા, પીડીપીયુ અને સેપ્ટ યુનિ.ને સૌથી વધુ ૩૫ હજારનો ફી વધારો અપાયો

-વિવિધ કોર્સમાં ૧૦૦ ટકાનો ફી વધારો માંગનારી ૯ કોલેજ-યુનિ.માં

-સેપ્ટની આર્કિટેકચર-કન્સ્ટ્રકશન કોર્સની ફી ૨.૮૮ લાખ અને નિરમા યુનિ.ની એમ.ઈની ફી ૩.૩૫ લાખે પહોંચી

અમદાવાદ, તા.11 જાન્યુઆરી 2018,ગુરૃવાર

રાજ્યમાં આવેલી વિવિધ ટેકનિકલ કોર્સની ખાનગી કોલેજોની ત્રણ વર્ષ માટેની નવી ફી આજે ફી નિર્ધારણ કમિટી દ્વારા જાહેર કરવામા આવી છે.જેમાં વિવિધ કોર્સમાં ૧૦૦ ટકાનો ફી વધારો માંગની રાજ્યની ટોપ યુનિ.-કોલેજોને સૌથી વધુ ૧૫ ટકાના ફી વધારા સાથે ૩૫થી૩૯ હજાર સુધીનો વધારો આપવામા આવ્યો છે.

જે સાથે પીડીપીયુની એમબીએની ફી સૌથી વધુ ૩.૬૩ લાખ,સેપ્ટની આર્કિટેકચર એન કન્સ્ટ્રકશન કોર્સની ફી ૨.૮૮ લાખ અને નિરમા યુનિ.ની એમ.ઈની ફી ૩.૩૫ લાખે પહોંચી છે.

ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરી,ફાર્મસી, એમબીએ-એમસીએ અને એમઈ-એમફાર્મ સહિતની યુજી અને પીજીથી માંડી ડિપ્લોમા સહિતના વિવિધ ટેકનિકલ કોર્સની રાજ્યમાં આવેલી ૬૦૦થી વધુ ખાનગી કોલેજોની ત્રણ વર્ષ માટેની નવી ફી નક્કી કરવા માટે રાજ્ય સરકારની ફી નિર્ધારણ કમિટી દ્વારા ગત માર્ચથી પ્રક્રિયા શરૃ કરાઈ હતી.જેમાં કોલેજો પાસેથી ઓનલાઈન પ્રપોઝલ મંગાવાઈ હતી અને કોલેજો પાસેથી નાણાકીય ઓડિટેડ હિસાબો પણ માંગવામા આવ્યા હતા.

જો કે દરમિયાન ૨૦૧૭-૧૮નું શૈક્ષણિક વર્ષ શરૃ થઈ જતુ હોવાથી ફી કમિટીએ ગત જુલાઈમાં તમામ કોલેજોને ૧૦ ટકાનો પ્રોવિઝનલ ફી વધારો આપ્યો હતો ત્યારબાદ ફી કમિટી દ્વારા કોલેજોના હિસાબો,પ્લેસમેન્ટ, ફેકલ્ટી, વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ,રીસર્ચ-ડેવલપમેન્ટ,એક્રિડિએશન ,સ્ટાફ અને માળખાગત સુવિધાઓ સહિતના વિવિધ માપદંડોને આધારે ઓક્ટોબરમાં  કમિટી દ્વારા દરેક કોલેજને અંદાજિત ફી મોકલવામા આવી હતી.ત્યારબાદ કમિટીએ દરેક કોલેજને ફી નિર્ધારણ સામે જો વાંધો હોય તો સુનાવણી માંગવા માટે તક અપાઈ હતી.

જેમાં ૨૦૦થી વધુ સંસ્થાઓએ ફી કમિટીને સુનાવણી માટે અરજી કરી હતી અને કમિટી દ્વારા આ તમામ કોલેજોની સુનાવણી હાથ ધર્યા બાદ ૨૦૧૭-૧૮,૨૦૧૮-૧૯,૨૦૧૯-૨૦ સુધીના ત્રણ વર્ષ માટે નવી ફી નક્કી કરી છે.ફી કમિટી દ્વારા નક્કી કરાયેલી નવી ફાઈનલ ફી આજે જાહેર કરવામા આવી છે.

જે મુજબ ૬૧૩ કોલેજોમાંથી ૫૭૪ કોલેજોનું ફી નિર્ધારણ કરવામા આવ્યુ છે અને જેમાં સરેરાશ ૧થી લઈને ૧૫ ટકા સુધીનો ફી વધારો અપાયો છે.જયારે સૌથી વધુ ૧૦૦ ટકાનો ફી વધારો માંગનારી ૯ કોલેજો-યુનિ.ઓમાંથી નિરમા,પીડીપીયુ એન સેપ્ટ યુનિ.ને સૌથી વધુ ૩૫થી૩૯ હજારનો ફી વધારો અપાયો છે.

ડીએઆઆઈસીટીએ બીઈમાં ૨.૧૦ લાખ સુધીની ફી માંગી હતી જેની સામે તેને ૧.૫૪ લાખ ફી અપાઈ છે,અમદાવાદ યુનિ.ને બીઈમાં ૨.૨૫ લાખની માંગણી સામે ૧.૫૫ લાખ ફી અપાઈ છે.જ્યારે બાબરીયા કોલેજને બીફાર્મમાં ૧.૪૦ લાખની માંગણી સામે ૧.૧૪ લાખની ફી આપવામા આવી છે.

સેપ્ટ યુનિ.ને બી.આર્કિટેચર અને બી.કન્સ્ટ્રકંશનમાં ૫.૦૫ લાખની માંગણી ાસમે ૨.૮૮ લાખ ફી આપવામા આવી છે.

સેપ્ટ યુનિ.ને એમઈમાં ૪.૦૬ લાખ ફીની માંગણી સામે ૧.૭૮ લાખ ફી આપવામા આવી છે.નિરમા યુનિ.ને એમફાર્મમાં ૩.૭૯ લાખની ફી માંગણી સામે ૩.૩૫  લાખ ફી આપવામા આવી છે.જ્યારે પીડીપીયુને એમબીએમાં ૪ લાખ ફીની માંગણી સામે સૌથી વધુ ૩.૬૩ લાખ ફી આપવામા આવી છે.આમ પીડીપીયુમાં સૌથી ળધુ એમબીએની ફી ૩.૬૩ લાખે પહોંચી છે અને જેને ૩૯ હજાર ફી વધારો મળ્યો છે.

જ્યારે સેપ્ટ યુનિ.ને ૨૩થી૩૮ હજાર સુધીનો ,નિરમા યુનિ.ને ૩૫ હજાર સુધીનો અને અમદાવાદ યુનિ.તેમજ ડીએઆઈઆઈસીટીને ૨૦ હજાર ફીનો વાર્ષિક વધારો અપાયો છે.આ યુનિ.-કોલેજોની ફી ચાલુ વર્ષની એટલે કે ૨૦૧૭-૧૮ની છે.આગામી વર્ષે તેની વધારા સાથેની કમિટી દ્વારા નક્કી કરાયેલી ફી રહેશે.

ટોચની યુનિ.ની કેટલી ફી

કોર્સ         કોલેજ-યુનિ. હાલનીફી માંગી ૧૭-૧૮ ૧૮-૧૯ ૧૯-૨૦

ડિગ્રીઈજનેરી                

DAIICT      1.34      2.10  1.54 1.62  1.72

નિરમા      ૧.૫૧      ૨.૨૧  ૧.૫૯ ૧.૬૭ ૧.૭૭             

પીડીપીયુ    ૨.૦૪      ૨.૭૫  ૨.૧૧ ૨.૨૧ ૨.૩૪

અમદાવાદ યુનિ.        ૧.૩૫  ૨.૨૫ ૧.૫૫ ૧.૬૩ ૧.૭૩

અદાણી ઈન્સ્ટિ.         ૧.૩૫  ૧.૭૫ ૧.૪૯ ૧.૫૬ ૧.૬૫

ઈન્ડસ ઈન્સ્ટિ.          ૦.૮૨  ૧.૩૧ ૦.૮૬ ૦.૯૦ ૦.૯૬

ડી.ડી.યુનિ.  ૧.૪૪      ૧.૬૮  ૧.૪૪ ૧.૪૪ ૧.૫૨

આર્કિટેકચર, સેપ્ટ યુનિ. ૨.૫૦ ૫.૦૦૫ ૨.૮૮ ૩.૦૨ ૩.૨૦

કન્સ્ટ્રકશન,  સેપ્ટ યુનિ. ૨.૫૫ ૪૪.૦૯ ૨.૮૮ ૩.૦૨ ૩.૨૦

ઈન્ટિરિયર  સેપ્ટ યુનિ. ૨.૫૦  ૪.૨૯ ૨.૮૮ ૩.૦૨ ૩.૨૦

આર્કિટકેચર નિરમા યુનિ. ૧.૬૧ ૩.૨૦ ૧.૮૫ ૧.૯૪ ૨.૦૬      

પ્લાનિંગ     નિરમા યુનિ. ૧.૦૦ ૨.૩૯ ૧.૧૫ ૧.૨૧ ૧.૨૮

એમ.ઈ     

ડીએઆઈસીટી          ૧.૦૧  ૧.૮૦ ૧.૧૬ ૧.૨૨ ૧.૨૯

નિરમા      ૨.૦૪      ૩.૮૯  ૨.૧૬ ૨.૨૭ ૨.૪૧

સાર્વજનિક   ૧.૧૯      ૧.૮૨  ૧.૩૬ ૧.૪૨ ૧.૫૧

પીડીપીયુ    ૧.૩૫      ૧.૭૫  ૧.૩૫ ૧.૩૫ ૧.૩૫

એમફાર્મ    

નિરમા      ૩.૦૦      ૩.૭૯  ૩.૩૫ ૩.૫૧ ૩.૭૨

કે.બી.       ૧.૪૫      ૧.૫૦  ૧.૫૦ ૧.૫૫. ૧.૬૦

ડીડી યુનિ.   ૧.૮૦      ૨.૦૫  ૧.૮૪ ૧.૮૭ ૧.૯૮

ગણપત     ૧.૨૫      ૧.૭૫  ૧.૩૮ ૧.૪૪ ૧.૫૩

એમબીએ   

અમદાવાદ  ૧.૧૯      ૨.૫૦  ૧.૩૭ ૧.૪૪ ૧.૫૦

જીએલએસ  ૦.૯૮      ૧.૧૫  ૧.૧૦ ૧.૧૫ ૧.૨૨

નિરમા      ૪.૭૦      ૬.૬૩  ૪.૭૬ ૪.૭૬ ૪.૭૬

પીડીપીયુ    ૩.૨૪      ૪.૦૦  ૩.૬૩ ૩.૮૧ ૪.૦૪

નોંધ ઃઆંકડા તમામ લાખમાં

આ કોલેજોએ ફી ઘટાડી

કોલેજ  કોર્સ    ઘટાડો  નવી ફી

કન્કેશ્વરી દેવી  બીઈ   ૨૯૦૦૦        ૪૫૦૦૦

જીઆઈટી      એમઈ  ૩૫૦૦૦        ૭૫૦૦૦

આઈએસટીએસ

વીવીનગર     એમસીએ      ૩૨૦૦૦        ૭૪૦૦૦

નીઓટેક ઈન્સ્ટિ.       બીઈ   ૧૮૦૦૦        ૪૯૦૦૦

પંડિત નાથુજી વ્યાસ   ડિપ્લોમા       ૧૧૦૦૦        ૩૦૦૦૦

પંડિત નાથુજી વ્યાસ   બીઈ   ૧૯૦૦૦        ૫૫૦૦૦

બાલાજી એન્જિ.        બીઈ   ૧૭૦૦૦        ૫૫૦૦૦

પંડિત નાથુજી  એમઈ  ૨૧૦૦૦        ૮૦૦૦૦

દર્શન ઈન્સ્ટિ.  એમઈ  ૨૨૦૦૦        ૯૧૦૦૦

જીવરાજ મહેતા        એમઈ  ૧૫૦૦૦        ૭૦૦૦૦

બાલાજી ઈન્સ્ટિ.        ડિપ્લોમા       ૭૦૦૦ ૩૬૦૦૦

ઈન્ડસ ઈન્સ્ટિ. એમબીએ      ૧૪૦૦૦        ૭૫૦૦૦

ઈન્ડસ ઈન્સ્ટિ. એમસીએ      ૧૪૦૦૦        ૭૫૦૦૦

પેસિફિક એન્જિ.        બીઈ   ૧૦૦૦૦        ૬૭૦૦૦

માતુશ્રી વી.બી

માનવર કોલેજ બીફાર્મ ૮૦૦૦ ૬૯૦૦૦

પેસિફિક એન્જિ.        ડિપ્લોમા       ૩૫૦૦ ૩૨૫૦૦

જીઆઈટી      એમબીએ      ૬૦૦૦ ૭૦૦૦૦

સિલ્વર ઓક   એમઈ  ૫૦૦૦ ૮૫૦૦૦

બી.ફાર્મસી     બીફાર્મ ૨૦૦૦ ૬૦૦૦૦

કયા કોર્સમાં  કેટલી કોલેજો અને યુનિ.ની ફીનું નિર્ધારણ

કોર્સ    સંસ્થા

બીઈ   ૧૧૩

બીફાર્મ ૬૫

ડિપ્લોમા એન્જિ.       ૯૭

એમઈ  ૬૩

એમફાર્મ       ૫૫

એમબીએ      ૮૮

એમસીએ      ૫૧

બી.આર્કિટેકચર ૨૮

બી.પ્લાનિંગ    ૫

ઇન્ટિ.ડિગ્રી-ડિપ્લો      ૨

હોટલ-ટુરિઝમ ૩

બી.કન્સ્ટ્રકશન  ૧

બી.ઈન્ટિરિયર  ૧

એમ.પ્લાનિંગ  ૧

ડિપ્લોમા આર્કિ.        ૧

કુલ    ૫૪

Post Comments