Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મોરારજી-ઇન્દિરા બાદ હવે 'મોદી-શાહ' 'રીમોટ'થી ગુજરાતનું શાસન ચલાવે છે

-ગુજરાતનું પાટનગર 'દિલ્હી'માં હોવાનું ચિત્ર

-'ટોક ઓફ ધ સ્ટેટ' બનેલો પ્રશ્ન: પટેલ, સોલંકી બાદ હવે કોણ નારાજગી દર્શાવશે ?:ખાતા ફાળવણી કે મંત્રીપદન

અમદાવાદ, તા.2 જાન્યુઆરી 2018,મંગળવાર

પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને બાદમાં રાજ્યકક્ષાનાં મંત્રી પરષોતમ સોલંકીએ ખાતાની ફાળવણી અંગે પોતાનાં અસંતોષ - નારાજગીને જાહેરમાં વ્યક્ત કર્યા છે. જેને લઇને સમગ્ર રાજ્યમાં 'ટોક ઓફ ધી સ્ટેટ' બનેલો પ્રશ્ન એવો છે કે, પટેલ, સોલંકી બાદ હવે અન્ય કયા ધારાસભ્ય પોતાની નારાજગી દર્શાવશે ? આગામી સમયમાં ભાજપ સરકાર આવા પડકારોથી મુશ્કેલીમાં મૂકાય એવી શક્યતાઓ છે. ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં માત્ર ૯૯ બેઠકો મળતા ભારે કફોડી સ્થિતી થઇ છે.

ગુજરાતનો તમામ કારોબાર હાલ દિલ્હીથી જ ચાલી રહ્યો છે. ભૂતકાળમાં મોરારજી દેસાઇ અને ઇન્દિરા ગાંધીએ રીમોટ કંટ્રોલથી ગુજરાતનું શાસન ચલાવ્યું હતું એ જ સ્ટાઇલથી ભાજપ હાઇકમાન્ડે દિલ્હીમાં બેઠા બેઠા તમામ કારોબાર ચલાવી રહ્યા છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગર નહીં પણ દિલ્હી જ હોય એવું ચિત્ર ઉભું થયું છે.

ગુજરાતનાં મંત્રી મંડળમાં કોને લેવા, કોને પડતા મુકવા, કયા મંત્રીને કયુ ખાતું આપવું, કયા સેક્રેટરીને કયાં મુકવા, કોની અને કેવી ફાઇલ ક્યારે ક્લિયર કરવી એ તમામ બાબતો દિલ્હીના ઇશારે થાય છે. ગુજરાતમાં એક વખતે સર્વેસર્વા ગણાતા મોરારજી અને ઇન્દિરાની પરંપરા પ્રમાણે અમિત શાહ અને નરેન્દ્ર મોદી ગુજરાતનું શાસન ચલાવી રહ્યા છે.

તાજેતરની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની નબળી પડેલી સ્થિતીને જોઇને હવે બંડખોર ધારાસભ્યો પોતાનું ધાર્યું કરવા માટે હાઇકમાન્ડ પર દબાણ લાવી રહ્યા છે. આનંદીબહેનને રૃખસદ-ફારગતિ આપવા પાટીદરો માટે નીતિન પટેલનો ઉપયોગ કર્યો.

એ જ નીતિન પટેલને બળવો કરાવી નાણા ખાતું અપાવ્યું. પાટીદારોની હકુમત હજુ ચાલુ જ છે. ગુજરાતમાં ભાજપમાં હાલમાં ચાલી રહેલો અસંતોષ એ લાવારસ જેવો છે. આ લાવા ગમે તે ક્ષણે જવાળામુખીની માફક વિસ્ફોટ કરીને બહાર આવશે.

ભૂતકાલમાં જ્યારે પણ કોઇએ સીધી કે આડકતરી રીતે વિરોધ કે માગણી કરી હતી તેઓ બધા વર્ષોથી હાંસીયામાં ધકેલાઇ ગયા છે. પરંતુ હાલની સ્થિતિ સદંતર જૂદી છે. એક તો મોદી અહીં મુખ્યમંત્રી નથી. બીજી બાજુ ત્રણ યુવા નેતાઓએ ભાજપને નાકમાં દમ કરાવી રાખ્યો છે.

વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપને જબરજસ્ત ફટકો પડયો છે. ૨૦૧૨ની સરખામણીમાં ભાજપને ૨૨ જેટલી બેઠકનું મોટું નુકસાન થયું છે. માત્ર ૯૯ બેઠકો સાથે પાતળી બહુમતિથી સરકાર બનાવી છે. આથી વર્ષોથી પોતાને અન્યાય થયાની લાગણી અનુભવી રહેલા નેતાઓ માને છે કે દિલ્હીમાં બેઠેલાં નેતાઓને 'દબાવવા' માટેનો આ સુવર્ણ સમય છે.

જો મોટા નેતાઓ - મંત્રીઓની વાતની અવગણના કરવામાં આવે અને માંડ ૧૦ ધારાસભ્યો ભાજપ સાથે છેડો ફાડી નાખે તો ભાજપ સરકારને ઘરભેગી થવાનો વારો આવે. જો આવું થાય તો દેશભરમાં મોદી-શાહની ઈમેજને જબરજસ્ત ફટકો પડે. જેનું મોટું નુકસાન ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં સહન કરવું પડે.

આ તમામ બાબતોને હવે ભાજપનાં સૌ કોઇ નાના-મોટા નેતાઓ જાણી ગયા છે. એટલે પોતાનું ધાર્યું કરાવવા હાઇકમાન્ડને ઘૂંટણીએ પાડવાનું શરૃ કરાયું છે. નીતિન પટેલ અને પરષોતમ સોલંકીની માફક અન્ય કેટલાક મંત્રીઓ અને ધારાસભ્યો ખાતાઓની ફાળવણી અને મંત્રીમંડળમાં સમાવવાનાં મુદ્દે ભારે આક્રોશમાં છે.

સૂત્રો કહે છે કે આગામી દિવસોમાં આવા જ નારાજ ધારાસભ્યો, મંત્રીઓ ભાજપની સામે જાહેરમાં રોષ ઠાલવે કે બળાપો કાઢે તો કોઇને નવાઇ લાગશે નહીં. સચિવાલય સહિત રાજ્યભરમાં ચર્ચા સાથે લોકો આ જ પ્રશ્ન એકબીજાને પૂછી રહ્યા છે કે હવે પછી કોણ મેદાનમાં આવવાનું છે ?

Post Comments