Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વર્ષ ૨૦૧૫માં થયેલી અતિવૃષ્ટિના નુકસાનપેટે મોદી સરકારે એકપાઇ ય સહાય ચૂકવી નહીં

- ગુજરાતને કેન્દ્રની વધુ એક થપ્પડ

- ગુજરાત સરકારે રૃા.૪૪૭૩ કરોડ માંગણી કરી પણ કેન્દ્રએ એવી શરત મૂકી કે,રૃા.૫૬૧ કરોડ મળવાપાત્ર સહાય મળી

અમદાવાદ, તા. 13 માર્ચ, 2018, મંગળવાર

વર્ષ ૨૦૧૫માં ગુજરાતમાં અતિવૃષ્ટિએ ભારે તબાહી મચાવી હતી.તે વખતે અતિવૃષ્ટિના નુકશાનપેટે ભાજપ સરકારે કેન્દ્ર પાસે રૃા.૪૪૭૩ કરોડ જેટલી માતબર રકમની સહાયની માંગ કરી હતી. કમનસીબે,મોદી સરકારે ગુજરાતને આ તબાહીથી થયેલાં નુકશાનને સરભર કરવા કાણીપાઇ ચૂકવી નહીં.

અત્યાર સુધી ડૉ.મનમોહનસિંઘની સરકાર ગુજરાતને અન્યાય કરી રહી છે તેવી કાગારોળ મચાવનાર ભાજપ હવે કેન્દ્રમાં મોદી સરકારના અન્યાય સામે એક હરફ ઉચ્ચારવા તૈયાર નથી. વિધાનસભામાં પૂછાયેલાં એક પ્રશ્નના ઉત્તરમાં એનડીએ સરકારનો ગુજરાત પ્રત્યેનો કેટલો પ્રેમ છે તે વાત ઉજાગર થઇ છે. સરકારે એવો ખુલાસો કર્યો છેકે, જૂન-જુલાઇ-૨૦૧૫માં ગુજરાતમાં અતિવૃષ્ટિને કારણે ભારે નુકશાન થયુ હતુ .

આ આર્થિક નુકશાન માટે કેન્દ્ર સમક્ષ રૃા.૪૪૭૩ કરોડની માંગણી કરાઇ હતી પણ કેન્દ્ર સરકારની એનડીઆરએફની હાઇલેવલની કમિટીએ રૃા.૫૬૧ કરોડની સહાય મંજૂર કરી હતી. જોકે,એવી શરત મૂકવામાં આવી હતી કે, જો એસડીઆરએફની સિલક ૫૦ ટકા હોય અથવા મંજૂર કરેલી રકમ,એસડીઆરએફની સિલકના ૫૦ ટકા કરતાં ઓછી હોય તો સહાય મળશે.

રાજ્ય સરકાર પાસે વર્ષ ૨૦૧૫માં કુલ સિલક રૃા.૩૦૮૨ કરોડ હતી જે પ્રમાણે ૫૦ ટકા પ્રમાણે સિલક રૃા.૧૫૪૧ કરોડ થતી હતી જે મંજૂર કરાયેલી રકમ કરતાં ઓછી હતી જેથી મોદી સરકારે આ મળવાપાત્ર રકમ ય ગુજરાતને આપી નહીં. ઉલ્લેખનીય છેકે, વર્ષ ૨૦૧૭માં ય ગુજરાતમાં અતિવૃષ્ટિને લીધે ભારે નુકશાન વ્હોરવુ પડયુ હતું. કેન્દ્ર સરકાર સમક્ષ રૃા.૨૦૯૪ કરોડની માંગ કરાઇ છે જે હજુ વિચારણા હેઠળ છે. આમ,કેન્દ્ર સરકારે અતિવૃષ્ટિની કરોડો રુપિયાની સહાયની માંગ સામે ફદિયુ નહી આપીને ગુજરાતને વધુ એક થપ્પડ મારી છે.

Post Comments