Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મહારાષ્ટ્ર-ગુજરાત વચ્ચેની એસ.ટી.બસ સેવા ખોરવાઇ, હજારો મુસાફરો અટવાયા

-મહારાષ્ટ્રમાં તંગદિલીપૂર્ણ માહોલને લઇને

-બંને રાજ્યોની બોર્ડર પર ૪૬ એસ.ટી.બસો રોકી દેવાઇ, અનિશ્ચિત મુદત માટે બસો બંધ રહેશે

અમદાવાદ, તા.3 જાન્યુઆરી 2018,બુધવાર


મહારાષ્ટ્રમાં મરાઠા-દલીત વચ્ચેની તંગદિલી ભરેલી સ્થિતિ આજે વધુ વણસી જતા ગુજરાતમાંથી મહારાષ્ટ્ર તરફ જતી તમામ એસ.ટી.બસોને સવારે ૧૧ વાગ્યે જ રોકી દેવાની ફરજ પડી હતી. બંને રાજ્યોની બોર્ડર પર નવાપુરમાં ૨૨, સાપુતારામાં ૧૨ અને ડેડીયાપાળાના તેલંબા ખાતે ૧૨ એસ.ટી.બસો મળીને કુલ ૪૬ બસોને તકેદારીના ભાગરૃપે રોકી દેવાતા હજારો મુસાફરો અટવાઇ પડયા હતા.

ગુજરાતમાંથી મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં જતી ગુજરાત રાજ્યની એસ.ટી.બસોને મહારાષ્ટ્રમાં આજે બંધના એલાન વચ્ચે તંગદિલીપૂર્ણ માહોલ હોવા છતાંય ચાલુ રખાઇ હતી. વહેલી સવારે બસોને મહારાષ્ટ્ર માટે રવાના પણ કરી દેવામાં આવી હતી. જોકે સવારે મહારાષ્ટ્રમાં માહોલ વધુ તંગ બની જતા તકેદારીના ભાગરૃપે તમામ બસોને મહારાષ્ટ્રની બોર્ડર પર રોકી દેવાના આદેશ નિગમના સત્તાધીશોએ આપ્યા હતા.

આ અંગે એસ.ટી.નિગમના અધિકારીઓના જણાવ્યા મુજબ સવારે મુસાફરોને મહારાષ્ટ્રની વાસ્તવિક સ્થિતિ વિશે માહિતગાર કર્યા બાદ તેઓને બંને રાજ્યોની બોર્ડર સુધી જ લઇ જવાની શરત સાથે ત્યાં સુધીની જ ટિકિટો આપવામાં આવી હતી. અને જો સ્થિતિ સામાન્ય હશે તો બસોને આગળ જવા દેવાશે તેવી મુસાફરોને ખાત્રી અપાઇ હતી. જોકે સવારથી જ મહારાષ્ટ્રની તંગ સ્થિતિને જોતા બસોને બોર્ડર પર રોકી તમામ મુસાફરોને ઉતારી દેવાયા હતા.

ગુજરાતમાંથી મહારાષ્ટ્ર જતી મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટની બે બસોને પણ ગુજરાતની અંદર બોર્ડર પર રોકી રખાઇ હતી. સ્થિતિ સામાન્ય બન્યા બદા બસોનું સંચાલન પૂર્વવત કરવામાં આવશે તેવું અધિકારીઓએ જણાવ્યું હતું.

 

મુંબઇમાં ડબલ ડેક્કર, કર્ણાવતી એક્સપ્રેસ પર પથ્થરમારો કરાયો

મહારાષ્ટ્ર-ગુજરાત વચ્ચેનો ટ્રેન વ્યવહાર રોકી દેવાનો પ્રદર્શન કારીઓએ ભરચક પ્રયાસ કર્યો હતો. જોકે સુરક્ષાકર્મીઓની સતર્કતાથી તેમાં તેઓ સફળ રહ્યા નહોતા.

મુંબઇમાં દહીસર પાસે આજે બપોરે ૧૨ઃ૩૦ કલાકે ૧૨૯૩૪ કર્ણાવતી એક્સપ્રેસ અને ૧૨૯૩૨ મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ ડબલ ડેક્કર પર પ્રદર્શનકારીઓએ ભારે પથ્થરમારો કરીને તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ બંને ટ્રેનોના લોકો પાયલોટ અને ગાર્ડ દ્વારા ટ્રેનને રોકવામાં આવી નહોતી.

રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ મુંબઇ આવતી-જતી લાંબા અંતરની એકપણ ટ્રેનને રોકવામાં, રિ-શિડયુલ કરવામાં કે ટૂંકાવવામાં આવી નહોતી. મુંબઇમાં પાલધર, વિરાર, નાલાસોપારા, દહિસર, માલાડ, ગોરેગાંવ, અંધેરી, માહિમ, દાદર અને એલફિસ્ટન સહિતના સ્થળોએ પ્રદર્શનકારીઓએ ભારે હંગામો મચાવ્યો હતો.

જેનાથી મુંબઇની લોકલ ટ્રેનની સેવા ૧૦ મિનિટ સુધી પ્રભાવિત થઇ હતી. જેમાં કેટલીક ઉપનગરીય સેવાઓ રદ કરાઇ હતી.

Post Comments