Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગુજરાતમાં હજુ પણ દારૃનું બેફામ વેચાણ, સાત મહિનામાં ૬.૩૩ કરોડનો દારૃ પકડાયો

-ગૃહમંત્રીના વચનોનો ફિયાસ્કો, દારૃબંધી કાગળ પર

અમદાવાદ,તા 12 ઓગષ્ટ,શનિવાર
રાજ્યમાં દારૃબંધીનો નવો કાયદો અમલમાં આવ્યા બાદ પણ બુટલગરોમાં પોલીસનો જરાયે ડર રહ્યો નથી તેનું કારણ એછેકે, ખુદ પોલીસના વહીવટદારો જ બુટલેગરો સાથે હાથ મિલાવી દારૃનું નેટવર્ક ચલાવી રહ્યા છે. ગૃહમંત્રી દારૃબંધીના કડક કાયદાના અમલનો ફિયાસ્કો થઇ રહ્યો છે. સાત મહિનામાં ગુજરાતમાંથી રૃા. ૬.૩૩ કરોડનો દારૃ પકડાયો છે. જ્યારે જુગારના ૫૦ કેસમાં રૃા. ૬૧ લાખ રોકડા કબજે કરાયા છે. બુટલેગરો સાથે સાંઠગાંઠ ધરાવતા ૩૩ પોલીસ અધિકારી સામે ખાતાકીય પગલાં લેવામાં આવ્યા છે.
બુટલેગરો સાથે સાંઠગાંઠ ધરાવતા ૩૩ પોલીસ અધિકારી સામે ખાતાકીય કાર્યવાહી કરવામાં આવી
સ્ટેટ મોનીટરીંગ સેલના નિયામક હસમુખ પટેલના જણાવ્યા મુજબ ગુજરાતમાં દારૃ-જુગાર અને કેમિકલ ચોરી જેવી અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા માટે સરકારે ગત જાન્યુઆરી માસમાં સ્ટેટ મોનીટરીંગ સેલની રચના કરી હતી. સાત મહિનામાં પોલીસે ગુજરાતમાં દારૃ-જુગારના અડ્ડા પર દરોડા પાડયા હતા જેમાં ખાસ કરીને દારૃના ૧૫૧ કેસ કરીને રૃા. ૬.૩૩ કરોડની કિંમતનો દારૃ પકડીને વાહનો સહિત કુલ ૧૩.૮૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે જુગારના ૫૦ કેસમાં રૃા. ૬૧ લાખ રોકડા અને વાહનો, મોબાઇલ સહિત કલ ૨.૧૪ કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
વિશેષમાં જણાવ્યું કે ખાસ કરીને શ્રાવણ માસમા જુગારની પ્રવૃત્તિ વધારે ચાલી રહી છે જેને ધ્યાનમાં રાખીને આવી પ્રવૃતિને ડામવા માટે સ્ટેટ મોનીટરીંગ દ્વારા ૧૪૪૦૫ ટોલ ફ્રી અને ૯૯૭૮૯૩૪૪૪૪ વોટ્સએપ નંબરો શરૃ કરવામાં આવ્યા છે. જેથી કોઇપણ નાગરિક આવી ગેરદાયદે ચાલતી પ્રવૃત્તિની માહિતી આપી શક. માહિતી આપનારી વ્યક્તિનું નામ ગુપ્ત રાખવામાં આવશે.
ુઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દારૃબંધીનો કાયદો માત્ર કાગળ પર જ છે નિયમિત પણે સુરત, સાબરકાંઠા અને અમદાવાદ સહિતના શહેરોમાંથી મોટી માત્રામાં વિદેશી દારૃ પડકાઇ રહ્યો છે. પરંતુ દારૃ રાજસ્થાનથી કેવી રીતે આવે છે તેના મુળ સુધી પોલીસ પહોચતી નથી. અમદાવાદમાં પણ કેટલાક સમયથી બની બેઠેલા પોલીસના વહીવટદારો અને બુટલેગરોની સાંઠગાંઠના કારણે દારુબંધીનો કડક અમલ થતો નથી, તેમાંયે ખાસ કરીને પીસીબીના કર્મચારીઓ અને વહીવટદારોના સંકલનના કારણે દારૃના જુગારના અડ્ડા ધમધમી રહ્યા હોવાનું પોલીસ બેડામાં ચર્ચાઇ રહ્યું છે.

 

Keywords liquor,selling,in,gujarat,,

Post Comments