Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના બગીચામાં રાત્રે જામતી દારૃની મહેફીલો

-ગુજરાતમાં દારૃબંધીના કડક કાયદા વચ્ચે

-રાત્રે પોલીસનું પેટ્રોલીંગ પણ ન હોવાથી સ્થાનિકો બગીચાનો દુરૃપયોગ કરે છે

અમદાવાદ,તા.20 એપ્રિલ 2017, ગુરૂવાર

ગુજરાતમાં દારૃબંધીનો કડક કાયદો પસાર કરી  દારૃ પીનાર શખ્સ સામે ૧૦ વર્ષની સજા ફટકારવાની જોગવાઇ કરવામાં આવી છે. ત્યારે વીઆઇપીઓની સતત અવરજવર વાળા અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટના વિશાળ બગીચામાં મુસાફરોએ કે તેમના પરિવારજનો માટે બેસવુ મુશ્કેલ બની ગયુ છે. બગીચામાં ખાસ કરીને રાત્રે કેટલાક સ્થાનિક તત્વો તેમજ એરપોર્ટ પર કામ કરતા કેટલાક કર્મચારીઓ દારૃની મહેફીલ મણાતી હોવાથી બગીચામાં  સહ પરિવાર અવરજવર કરવી સલામત ભર્યુ રહ્યુ નથી. ત્યારે થોડા સમય પહેલા  ઝુંબેશ હાથધરીને દારૃની મહેફીલ માણતા ત્રણ જણાને ઝડપી પાડયા હતા.

અમદાવાદના આંતરરષ્ટ્રીય એરપોર્ટ પર રાત્રે બગીચામાં સ્થાનિકો દ્વારા તેમજ એરપોર્ટમાં કામ કરતા કેટલા કર્મચારીઓ બિન્ધાસ્ત દારૃની બોટલો લઇને પ્રવેશ કરે છે. જો કે એરપોર્ટ સર્કલ અને સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે પોલીસનું બહારની જગ્યાએ સઘન ચેકીંગ હોય છે પરંતુ એરપોર્ટમાં ગ્રાઉન્ડ સ્ટાફમાં કોન્ટ્રાક્ટમાં કામ કરતા કર્મચારીઓ પાસે એરપોર્ટનો પાસ હોવાથી પોલીસ તેમનું ચેકીંગ કરતી નથી. પરંતુ રાત્રે આ જ કર્મચારીઓ બગીચામાં બિન્ધાસ્ત દારૃની મહેફીલો માણે છે.

મહત્વનુ એ છે કે રાત્રે પોલીસનું પેટ્રોલીંગ આ જગ્યા પર થતુ ન હોવાથી કર્મચારીઓ સલામત જગ્યા માની રહ્યા છે. થોડા દિવસ પહેલા પોલીસને બાતમી મળી હતી કે એરપોર્ટના બગીચામાં દારૃની મહેફીલ મણાય છે જેના આધારે મોડી રાત્રે તપાસ કરતા એરપોર્ટ પર કોન્ટ્રાક્ટ પર કામ કરતા ત્રણ કર્મચારીઓ પકડી લીધા હતા. એરપોર્ટના બગીચામાં દૂરદૂરથી આવતા પ્રવાસીઓ આરામ કરતા હોય છે પરંતુ બગીચાનો દુરૃપયોગ દારૃની મહેફીલો માટે  થતો હોવાને લઇ પોલીસે પણ ચેકીંગ વધારી દીધુ છે.

Post Comments