Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

LG હોસ્પિટલના સુપ્રિન્ટેડન્ટ ડૉ. શાહ રૃા. ૨૦ હજારની લાંચ લેતા સસ્પેન્ડ

- અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ભ્રષ્ટાચારની પરાકાષ્ટા

- ૧.૧૭ લાખના બિલમાં માગેલી અને ચૂકવાયેલી રકમનું કોન્ટ્રાક્ટરે વિડિયો રેકોર્ડિંગ કર્યું
- મ્યુનિ.એ વિડિયોને FSLમાં ચેક કરાવી

અમદાવાદ, તા.૭ માર્ચ 2018, બુધવાર

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના તમામ ખાતાઓમાં ભ્રષ્ટાચારે કઈ હદે ભરડો લીધો છે, તેનો આજે એક અદ્ભુત દાખલો સપાટી પર આવ્યો છે. મ્યુનિ.ની એલ.જી. હોસ્પિટલના સુપ્રિન્ટેડન્ટ અને મેડિકલ કોલેજના પ્રોફેસર ડો. આર. સી. શાહ રૃા. ૨૦ હજારની લાંચ લેતા પકડાતા તેમને શૉકોઝ નોટિસ આપવાની સાથે નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર એલ. જી. હોસ્પિટલમાં કામ કરતા જુદી જુદી કામગીરીના કોન્ટ્રાક્ટરો પાસેથી ડો. શાહ લાંચ માગતા હોવાનું કહેવાય છે. દરમ્યાનમાં સાઇન બોર્ડના મનિષ નામના એક કોન્ટ્રાક્ટરનું બિલ રૃા. ૧,૧૭,૨૧૬નું હતું આ રકમ ચૂકવવા માટે ડો. શાહે રૃા. ૨૦ હજારની માગણી કરી હતી. કોન્ટ્રાક્ટરે નાણાંની માગણી કરતો અને ત્યારબાદ નાણાની ચૂકવણી વખતનો બન્ને સમયનો વિડિયો ઉતારી લીધો હતો. ત્યારબાદ આ કોન્ટ્રાક્ટરે આ વિડિયો રેકોર્ડિંગની સોંપણી કમિશ્નર મુકેશકુમારને કરી હતી.

મ્યુનિ.ના સત્તાવાળાઓએ ત્યાર પછી આ બન્ને વિડિયો રેકોર્ડિંગની ચકાસણી માટે એફ.એસ.એલ.માં મોકલી આપ્યા હતા. એફ.એસ.એલ.ના અધિકારીઓએ વિડિયોની તપાસ કરીન જણાવ્યું હતું કે, વિડિયોમાં કોઈ જ ચેડાં કે છેડછાડ કરાયેલી નથી, સાચા વિડિયો છે. આ રિપોર્ટ મળતાની સાથે જ મોડી સાંજના ઉચ્ચ અધિકારીઓએ ડો. શાહને સસ્પેન્ડ કરવાનો ઓર્ડર રવાન કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તેઓ મેડિકલ કોલેજમાં 'મેટ'ના પ્રોફેસર છે અને એલ.જી. હોસ્પિ.ના કાર્યકારી સુપ્રિન્ટેન્ડન્ટનો હોદ્દો ધરાવે છે. સાથે સાથે દેશ- વિદેશના મેડિકલ સેમિનારોમાં પણ ભાગ લે છે. આટલો મોટો હોદ્દો ધરાવનાર ૨૦ હજારની લાંચની માંગણી કરે તે બાબત પણ આશ્ચર્યજનક છે.

મ્યુનિ.ની હોસ્પિટલોના વહીવટમાં પોલંપોલ ચાલે છે વી.એસ.ના ત્રણ- ત્રણ રસીદ કાંડની તપાસ પૂરી થતી જ નથી. અન્ય હોસ્પિટલોમાં પણ અવારનવાર વિજીલન્સના કર્મચારીઓ તપાસ માટે મોકલવામાં આવે તો ઘણું બધું બહાર આવે તેમ છે.

Post Comments