Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમદાવાદમાં રત્નકલાકારો હડતાળ પર ઉતર્યા, હીરાબજારમાં સન્નાટો

-મજૂરીના દર ઘટાડી કામના કલાક વધારાતા

-લેબર કમિશનરે રત્નકલાકારોની મુલાકાત લઇ સ્થિતિની સમીક્ષા કરી, ન્યાયની માંગ

અમદાવાદ, તા.10 જાન્યુઆરી 2018,બુધવાર

અમદાવાદમાં આશરે ૨૦ હજાર જેટલા રત્નકલાકારો છેલ્લા ત્રણેક દિવસથી હડતાળ પર ઉતરી જતા હીરા ઉધોગમાં સન્નાટો મચી જવા પામ્યો છે. હીરા ઉધોગની એક પેઢી દ્વારા રત્નકલાકારોનાં મજૂરીના ભાવ ઘટાડાતા તેમજ કામના કલાકો વધારી દેવાતા તેઓમાં રોષની લાગણી ફેલાઇ જવા પામી છે.

રત્નકલાકારોએ આ મામલે ગાંધીનગર સુધી રજૂઆત કરતા લેબર કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓએ પણ રત્નકલાકારોની મુલાકાત લઇને સ્થિતિની સમિક્ષા કરી હતી. આ અંગે રત્નકલાકારોના જણાવ્યા મુજબ પૂર્વ વિસ્તારમાં આશરે ૮૫ જેટલા કારખાનાના રત્નકલાકારો હડતાલ પર ઉતરી ગયા છે.

જેને લઇને આશરે પાંચ હજાર હીરાની ઘંટીઓ બંધ પડી છે. નિકોલ, બાપુનગર સહિતના વિસ્તારોમાં કેટલાક હીરાના કારખાના બંધ રહેવા પામ્યા છે.

રત્નકલાકારોને પુરતું વેતન, સરકારી લાભો આપવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે. હાલમાં આ મામલે ચર્ચા-વિચારણ સહિત બેઠકોનો દોર ચાલી રહી છે. નોંધપાત્ર છેકે અગાઉ પણ રત્નકલાકારો આ મામલે હડતાળ પણ ઉતર્યા હતા.

Post Comments