Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જાપાન-ભારતના વડાપ્રધાનની મુલાકાતને પગલે જાપાન પોલીસનું અમદાવાદમાં આગમન

- PMના રૃટ પર આજે ગ્રાન્ડ રિહર્સલ, અમદાવાદ પોલીસ ઉપરાંત અન્ય જિલ્લામાં 1000 પોલીસ બોલાવાઇ

- એક ક્લિકે જાણો PM મોદીનો સમગ્ર કાર્યક્રમ અને બંદોબસ્ત વિશે...

અમદાવાદ,તા.11 સપ્ટેમ્બર 2017, સોમવાર

અમદાવાદમાં જાપાન અને ભારતના વડાપ્રધાનના આગમના પગલે એરપોર્ટથી ગાંધી આશ્રમ, વસ્ત્રાપુર અને લાલ દરવાજા સીદી સૈયદની જાળી સુધીના રૃટ પર આજે મંગળારે સવારે 11 વાગે જાપાન પોલીસના માર્ગદર્શન હેઠળ કોન્વોય સાથે ગ્રાન્ડ રિહર્સલ યોજાશે.

આ બંદોબસ્તમાં અમદાવાદની 70 ટકા પોલીસ ઉપરાંત અન્ય જિલ્લામાંથી 1000 પોલીસ સમગ્ર રૃટ પર ખડકી દેવામાં આવી છે. જાપાન અને ભારતના વડાપ્રધાન તા. 13 અને 14ના રોજ અમદાવાદમાં વિવિધ કાર્યક્રમમાં ભાગ લેવાના હોવાથી આ મહાનુંભાવોના આગમનના પગલે અમદાવાદ શહેર પોલીસને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સુરક્ષાને લઇને આજે શાહીબાગ સરકીટ ખાતે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જેમાં ખાસ કરીન એરપોર્ટથી લઇને ગાંધી આશ્રમ તેમજ વસ્ત્રાપુર હોટલ હયાત અને લાલ દરવાજા સીદી સૈયદની જાળી સુધીના સમગ્ર રૃટ પર આજથી પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.

સાથે સાથે સમગ્ર એરપોર્ટથી ગાંધીનગર અને અમદાવાદમાં એરપોર્ટથી લઇને રિવરફ્રન્ટ તથા ગાંધી આશ્રમ, વસ્ત્રાપુર અને સીદી સૈયદની જાળી ઉપરાંત તમામ બ્રિજને દુલ્હનની જેમ રોશનીથી સજાવવામાં આવ્યા છે.

આજે સમગ્ર રૃટ પર વડાપ્રધાનના કોન્વોય પસાર થવાનો હોવાથી સવારથી રૃટ પર ઠેર ઠેર પોલીસ તૈનાત કરી દેવામાં આવી હતી. જો કે સાંજે કોન્વોય પસાર થયો હતો. જેના પગલે ઠેર ઠેર ટ્રાફિક પણ જામ થઇ ગયો હતો.

જાપાન અને ભારતના વડાપ્રધનના આગમનને પગલે અમદાવાદ શહેરમાં બીજી જિલ્લામાંથી 1 DIG, 1 IG, 7 S.P, 16 DYSP તથા 70 PI, 100 PSI તેમજ પાંચ કંપની SRP સહિત કુલ 100 પોલીસ ઉપરાંત  અમદાવાદ શહેરની 70 ટકા પોલીસ ખડે બંદોબસ્ત કરશે.

એરપોર્ટ વિસ્તાર ફરતે પોલીસની કિલ્લે બંધી કરી દેવામાં આવી છે. જાપાન અને ભારતના વડાપ્રધાનના આગમન સમયે તેમના સ્વાગત માટે એરપોર્ટથી રિવરફ્રન્ટ સહિત રોડ શો માટે ખાસ સ્ટેજ બનાવવામાં આવ્યા છે.

Post Comments