Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જનઔષધિ સ્ટોર્સ શોભાના ગાંઠિયા, ઓછા ભાવે જેનરિક દવાઓ જ મળતી નથી

- હવે કોઇ જનઔષધિ સ્ટોર્સ શરુ કરવા તૈયાર નથી

- આરોગ્ય વિભાગે જ કબૂલ્યુ કે,૫૦૦ જનઔષધિ સ્ટોર્સનો લક્ષ્યાંક પણ માત્ર ૧૦૨ સ્ટોર્સ જ શરુ થઇ શક્યાં

અમદાવાદ,તા.16 મે 2018,બુધવાર

ભાજપ સરકાર મોટા ઉપાડે કોઇપણ યોજનાની જાહેરાત તો કરી દે છે પણ તે યોજનાનો અમલ થયો કે નહીં તે જોનાર જ કોઇ નથી. વિધાનસભાની ચૂંટણી વખતે શરુ કરાયેલાં જનઔષધિ સ્ટોર્સમાં આજે દર્દીઓને ઓછા ભાવે જેનરિક દવાઓ જ મળતી નથી. મોટાભાગની દવાઓ જ સ્ટોર્સમાં ઉપલબ્ધ હોતી નથી જેથી આ જનઔષધિ સ્ટોર્સ શોભાના ગાંઠિયા બનીને રહ્યાં છે.

ગરીબ અને સામાન્ય વર્ગને આરોગ્ય વિષયક દવાઓ અને સાધનો પોષાય તેવા દરે મળે તે માટે ભાજપ સરકારે જનઔષધિ સ્ટોર્સ શરુ કર્યા હતાં. આ યોજનાની જાહેરાત પાછળ જ સરકારે રૃા.૧૨ કરોડનો ધુમાડો કર્યો હતો. ચોંકાવનારી વાત તો એછેકે,ખુદ રાજ્ય આરોગ્ય વિભાગે ખુદ એક પરિપત્રમાં એ વાતની કબૂલાત કરીકે,દિનદયાળ પ્રધાનમંત્રી જનઔષધિ સ્ટોર્સનુ યોગ્ય રીતે સંચાલન થઇ શક્યુ નહીં.

અપુરતી દવાઓ,સોફ્ટવેરનો પ્રશ્ન,નફાનું ઓછુ ધોરણ જેવી સમસ્યાને લીધે જનઔષધિ સ્ટોર્સ ચલાવવા અઘરા બન્યાં છે. ૫૦૦ જનઔષધિ સ્ટોર્સ શરુ કરવાનો સરકારનો લક્ષ્યાંક હતો પણ માત્ર ૧૦૨ સ્ટોર્સ શરુ થઇ શક્યાં છે. હવે સરકારે આ યોજનામાં ફ્રેન્ચાઇઝી મોડલ અપનાવ્યુ છે છતાંય કોઇ સંચાલન કરવા રાજી નથી.

કોંગ્રેસ પ્રવક્તા ડો.મનિષ દોશીએ આક્ષેપ કર્યો કે,આજે ૨૦ મહિના થયાં દર્દીઓને મોટાભાગની દવાઓ મળતી નથી.ઓછા ભાવે જેનરિક દવાઓ વિના પરત ફરવુ પડે છે. એટલું જ નહીં,મનફાવે તે રીતે દવાઓના ભાવ દર્દીઓ પાસેથી લેવાય છે. એક જ દવાના અલગ અલગ જનઆષધિ સ્ટોર્સ અલગ અલગ કિંમત લેવામાં આવે છે.આમ,આ યોજના સદંતર રીતે નિષ્ફળ નિવડી છે. ૨૨ વર્ષના ભાજપના શાસનમાં પ્રાથમિક-સામૂહિક આરોગ્ય કેન્દ્રોનું માળખુ સદંતર ભાંગી પડયુ છે. સરકારી-સિવિલ હોસ્પિટલોમાં તબીબી સેવાનું સ્તરેય કથળી ચૂક્યુ છે.

Post Comments