Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઇશરત એન્કાઉન્ટર કેસ : એન.કે. અમીનના ડિસ્ચાર્જ અરજીમાં CBIની તપાસ સામે સવાલ

- ડિસ્ચાર્જ અરજી પર પાંચમી જૂને ચુકાદો આવે તેવી સંભાવના

- CBIએ SITનો રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ નથી કર્યો : એન.કે. અમીન

અમદાવાદ, તા.16 મે 2018,બુધવાર

વર્ષ ૨૦૦૭માં થયેલા ઇશરત જહાં એન્કાઉન્ટર કેસ અંતર્ગત પૂર્વ આઈપીએસ એન.કે. અમીને સીબીઆઈ કોર્ટમાં કરેલી ડિસ્ચાર્જ અરજી અંગેની સુનાવણીમાં સીબીઆઈની તપાસ સામે સવાલો ઉઠાવ્યા છે. હાલ આ અરજી પરની સુનાવણી કોર્ટે પૂર્ણ કરી છે અને અરજી અંગનો ચુકાદો પાંચમી જૂને આપવામાં આવે તેવી સંભાવના છે.

એન.કે. અમીને સીબીઆઈ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે આ કેસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ(એસઆઈટી)એ જે રજૂઆત કરી હતી કે તેનો રિપોર્ટ સીબીઆઈએ કોર્ટ સમક્ષ રજૂ નથી કર્યો ઉપરાંત એક્સપેર્ટ ઓપિનિયન તરીકે લેવાયેલા મંતવ્યોને પણ કોર્ટ સમક્ષ રાખવામાં નથી આવ્યા. આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદી જાહેર થઈ ચૂકેલા ડેવિડ હેડલીએ પણ ઇન્ટરપોલને નિવેદન આપ્યું છે કે ઇશરત સ્યુસાઈડ બોમ્બર હતી.

ઇશરત જહાં કેસની તપાસ માટે ગુજરાત હાઈકોર્ટે બનાવેલી એસઆઈટીના ભાગ રહી ચૂકેલા આઈપીએસ સતીષ વર્માએ આ ઘટનાસ્થળ તરીકે રૃબી સર્કલનો ઉલ્લેખ કર્યો હતો. કોર્ટે હાલ બન્ને પક્ષોની રજૂઆત સાંભળી સુનાવણી પૂર્ણ કરી છે. આ ડિસ્ચાર્જ અરજી પર પાંચમી જૂનના રોજ ચુકાદો આવે તેવી સંભાવના છે.

મુંબઈની ૧૯ વર્ષીય ઈશરત જહાં અને તેના ત્રણ મિત્રોનું ૧૫મી જૂન, ૨૦૦૪ના રોજ અમદાવાદ ક્રાઈમબ્રાંચે અમદાવાદના કોતરપુર વોટરવર્કસ  નજીક એન્કાઉન્ટર કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે તે સમયે ક્રાઈમબ્રાંચના વડા રહી ચૂકેલા પી.પી. પાંડેયની ડિસ્ચાર્જ અરજી  સીબીઆઈ કોર્ટે માન્ય રાખી હતી.

Post Comments