Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારત વિશાળ તક આપતો દેશ છે, અનામતના લાભ વિના પણ આગળ વધી શકાય છે

-પાટીદારોને અનામત અંગે કોંગ્રેસની વાટાઘાટ અંતિમ તબક્કામાં છે ત્યારે સામ પિત્રોડાનું નિવેદન

-સમાજના છેવાડાની વ્યક્તિને સૌપ્રથમ લાભ થાય ત્યારે ખરા અર્થમાં વિકાસ કહેવાય

અમદાવાદ, તા.9 નવેમ્બર 2017,ગુરૃવાર

ગુજરાત કોંગ્રેસ પાટીદાર સમાજને ઓબીસી ક્વોટા હેઠળ અનામત આપવાનું વચન આપવા જઇ રહી છે ત્યારે ભારતમાં ટેલિકોમ ક્રાંતિના પ્રણેતા-કોંગ્રેસની થિંક ટેંકમાં સામેલ સામ પિત્રોડા દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે ક્વોટાનો લાભ લીધા વિના પણ વ્યક્તિગત વિકાસ શક્ય છે. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે મેનિફેસ્ટો તૈયાર કરવાના ભાગરૃપે સામ પિત્રોડા પાંચ દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે.

આજે અમદાવાદ ખાતે સામ પિત્રોડાએ જણાવ્યું હતું કે, 'સામાજીક ભેદભાવને લીધે જે પણ સમાજને પૂરતો લાભ મળી શકતો નથી તેમને અનામત મળવી જોઇએ.  હું વિશ્વકર્મા છું અને મારા પિતા સુથાર હતા. મારું માનવું છે કે ભારત એવો દેશ છે જ્યાં વિશાળ તકો સમાયેલી છે અને આગળ વધવુ હોય તો વિશેષ લાભની પણ કોઇ જરૃર રહેતી નથી.' 

એક તરફ કોંગ્રેસ સત્તા પર આવશે તો પાટીદારોેને ઓબીસી ક્વોટા હેઠળ અનામત આપવા અંગે વાટાઘાટ કરી રહી છે ત્યારે સામ પિત્રોડા પક્ષથી  વિરોધાભાસી અભિપ્રાય ધરાવી રહ્યા છે કે કેમ તેના પ્રતિઉત્તરમાં તેમણે જણાવ્યું કે, 'મારી અને કોંગ્રેસની ફિલોસોફીમાં ફરક પડે છે તેમ કહેવું યોગ્ય નહીં ગણાય. આ મામલે આખરે તો પક્ષે જ નિર્ણય લેવાનો છે. '

કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ રાહુલ ગાંધી બાદ સામ પિત્રોડાએ પણ ગુજરાતના 'વિકાસ  મોડેલ' ટીકા કરી છે અને ઉમેર્યું હતું કે, 'વિકાસ સૌપ્રથમ સમાજના છેવાડાની વ્યક્તિ અને સૌથી છેલ્લે ધનવાનો સુધી પહોંચવો જોઇએ. કોંગ્રેસ પણ સૌપ્રથમ ગરીબો, ખેડૂતો, નાના-મધ્યમ કદના વેપાર-ધંધા સાથે સંકળાયેલા પર ધ્યાન કેન્દ્રિત કરશે. હાલ આપણા દેશમાં લોકશાહીને કેટલાક ચુનંદા લોકોએ બાનમાં લઇ લીધી છે. લોકશાહીનો મતલબ એવો નથી કે તમે સત્તા સ્થાને છો એટલે તમારો જ કક્કો સાચો. લોકશાહીમાં સામુહિક નેતૃત્વ હોય છે પણ તે હાલમાં જોવા મળી રહ્યું નથી. '

કોંગ્રેસમાં ભૂમિકા અંગે પૂછવામાં આવતા સામ પિત્રોડાએ જણાવ્યું હતું કે, 'હું રાજકીય હોદ્દો ધરાવતો નથી અને મને તેવી કોઇ ખ્વાહીશ પણ નથી. પરંતુ ગુજરાતમાં કોંગ્રેસ વિજય મેળવશે તો સત્તા સ્થાને બેઠેલાઓ પર અમે મેનિફેસ્ટોમાં આપેલા વચનોનું પાલન કરવા હું દબાણ ચોક્કસ લાવીશ. ' ગુજરાત કોંગ્રેસ ખેડૂતોના દેવા માફીનું વચન આપી રહ્યું છે, જેની તરફેણમાં તેઓ છે કે કેમ તેના પ્રતિઉત્તરમાં સામ પિત્રોડાએ કહ્યું કે, 'તેનો જવાબ આપવા માટે હું યોગ્ય વ્યક્તિ નથી.'

નાગરિકોના અભિપ્રાયને આધારે મેનિફેસ્ટો તૈયાર કરાશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો મેનિફેસ્ટો તૈયાર કરવા સામ પિત્રોડાની મદદ લીધી છે. આગામી પાંચ દિવસમાં સામ પિત્રોડા વડોદરા, અમદાવાદ, સુરત, રાજકોટ, જામનગર એમ પાંચ શહેરની મુલાકાત લઇને ત્યાંના રહીશોનો અભિપ્રાય લેશે, જેવા આધારે મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવશે. સામ પિત્રોડાએ જણાવ્યું હતું કે, 'મહિલાઓ, નાના-મધ્યમ કદના બિઝનેસમેનનો વિશેષ અભિપ્રાય લેવાશે.

અમે ખરા અર્થમાં જનતાનો મેનિફેસ્ટો તૈયાર કરવા માગીએ છીએ. ' ઉલ્લેખનીય છે કે, મેનિફેસ્ટો તૈયાર કરવા કોંગ્રેસે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કર્યો છે. જેમાં આજે સાંજે ફેસબૂક પર સામ પિત્રોડાએ લોકો સાથે મેનિફેસ્ટો અંગે ચર્ચા કરી હતી.

Post Comments