Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાંચ કોળી ધારાસભ્યોને કેબિનેટમાં સમાવો, ૧૯મીએ ગાંધીનગરમાં કોળી સમાજનું શક્તિ પ્રદર્શન

-પાટીદારો બાદ કોળીઓએ બાંયો ખેંચતા ભાજપ સરકાર મુશ્કેલીમાં

-દોઢ મહિનાનું અલ્ટીમેટમ પૂર્ણ થતા કોળી સમાજે લડતના મંડાણ કર્યાં,અખિલ ભારતીય કોળી સમાજે લડતને સમર્થન

અમદાવાદ, તા.12 ફેબ્રુઆરી 2018,સોમવાર

પાટીદાર વોટબેન્કનો ડર દેખાડીને નિતિન પટેલે ભાજપ હાઇકમાન્ડ પાસે ધાર્યુ કરાવવામાં સફળતા મેળવી છે.

આ જોઇ હવે પરષોત્તમ સોલંકી પણ ભાજપ સામે લડવા આકરા મૂડમાં છે. આ તરફ,કોળી સમાજે પણ અન્યાયની લડત લડીને પાંચ કોળી ધારાસભ્યોને કેબિનેટમાં સમાવવા માંગ બુલંદ બનાવી છે.૧૯મીએ ગાંધીનગરમાં કોળીઓ હવે શક્તિ પ્રદર્શન કરવા તૈયારીઓ કરી રહ્યાં છે. કોળી સમાજે રાજકીય દબાણ વધારતા ભાજપ હાઇકમાન્ડની મૂંઝવણ વધી છે.

મંત્રી પરષોત્તમ સોલંકીએ ભાજપ હાઇકમાન્ડ સમક્ષ સારા ખાતુ આપવા માંગણી કરી છે.હજુય ભાજપે આ માંગ સ્વિકારી નથી પરિણામે તેઓ રિસાયેલાં છે.બીજી તરફ,કોળી આગેવાનો પણ સમાજને થતા અન્યાયને લીધે ભાજપથી ભારોભાર નારાજ છે.

તેઓ આ અન્યાયનો રાજકીય બદલો લેવા તૈયારીઓ કરી રહ્યાં છે. મહિલા કોળી આગેવાન જલ્પાબેન કોળી કહે છેકે, આ કોઇ એક મંત્રીના મુદ્દેલડાઇ નથી બલ્કે,કોળી સમાજના હક્કની લડાઇ છે.જો છ પાટીદાર ધારાસભ્યોને કેબિનેટ મંત્રી બનાવાતા હોય તો,કોળી ધારાસભ્યોને કેમ નહી. અમારી માંગણી છેકે,પાંચ કોળી ધારાસભ્યોને કેબિનેટમાં સમાવો.

૧૯મીએ પાટનગર ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી પાસે સવારે દસ વાગે ગુજરાતભરના કોળીઓ ઉમટી પડશે.આખાય રાજ્યમાંથી કોળીઓને ગાંધીનગર પહોંચવા અપીલ કરાઇ છે. કોળી સમાજનુ એક પ્રતિનિધીમંડળ રાજ્યપાલને આવેદનપત્ર પણ સુપરત કરશે. અખિલ ભારતીય કોળી સમાજે પણ આ લડતને સમર્થમ જાહેર કર્યુ છે. પ્રમુખ ચંદ્રવદન પીઠાવાલાએ જણાવ્યુ કે,કોળી સમાજ તેના હક્કની લડાઇ જરૃરથી લડશે.

આ લડતનો હેતુ એકજ છે પરિણામે ૧૯મીએ કોળી આગેવાનો પણ હાજર રહેશે.આગામી દિવસોમાં મંત્રી પરષોત્તમ સોલંકી અને કોંગ્રેસી ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ એક મંચ પર એકઠાં કરવાની પણ તૈયારીઓ ચાલી રહી છે.શિવરાત્રી બાદ આ મામલે ચર્ચા કરવા કોળી આગેવાનોની એક બેઠક પણ યોજાનાર છે.

કોળી આગેવાનોનું કહેવુ છેકે, ગુજરાતમાં ૬૨ લાખ કોળી મતદારો છે. ભાજપ હોય કે,કોંગ્રેસ.કોળીઓને ચૂંટણીઓમાં ટિકિટ અપાતી નથી.કેબિનેટમાં સમાવાતા નથી. આ સ્પષ્ટ જાતિવાદ છે. વાસ્તવમાં જાતિવાદ આધારે નહીં,વસ્તીના ધોરણે કેબિનેટમાં સ્થાન આપવુ જોઇએ.

પાટીદારો બાદ હવે કોળીઓ ભાજપ વિરૃધ્ધ મેદાને પડયા છે જેના લીધે આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવે તેમ છે.

Post Comments