Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શરૃ થયેલી રો-રો ફેરી સર્વિસનું ત્રણ મહિનામાં 'બાળમરણ'

-રો-રો ફેરી સર્વિસના ભવિષ્યમાં ફરીથી શરૃ થવા અંગે હાલ પૂરતો પ્રશ્નાર્થ

અમદાવાદ, તા.28 ડિસેમ્બર 2017,ગુરુવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ચાર મહિના અગાઉ ઘોઘા-દહેજ વચ્ચે શરૃ કરવામાં આવેલી મહત્ત્વકાંક્ષી રો-રો ફેરી સર્વિસને ૩ જાન્યુઆરીથી બંધ કરવામાં આવશે અને તેનો ફરી ક્યારે પ્રારંભ થશે તેની સામે હાલ પૂરતો પ્રશ્નાર્થ છે. હાલ ૩ જાન્યુઆરીથી રો રો ફેરી સર્વિસનું ઓનલાઇન બૂકિંગ પણ બંધ કરવામાં આવ્યું છે.

આ અંગે પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર દહેજ ખાતે લીંક સ્પાન પહેલેથી જ ફિટ કરવામાં આવ્યો છે. પરંતુ કુદરતી ઓખી વાવાઝોડા સહિતની કૂદરતી પ્રતિકૂળતાને પગલે ઘોઘા ખાતેનો લિન્ક સ્પાન ફિટ કરવામાં અડચણ નડી રહી છે. લિન્ક સ્પાન નહીં હોવાથી તેના સ્થાને ટેમ્પરરી વોક-વે ઇન્સ્ટોલ કરવામાં આવ્યો હતો.

હવે ઘોઘા ખાતે પણ લિન્ક સ્પાન ઇન્સ્ટોલ કરવા માટે ૩ જાન્યુઆરીથી ફેરી સર્વિસ થોડા સમય માટે બંધ કરવી પડી છે. હાલમાં જે વોક-વે છે તેના કારણે માત્ર મુસાફરો જ ઘોઘા-દહેજ વચ્ચે અવર-જવર કરી શકે છે. હવે રો-રોને સાચા અર્થમાં ચરિતાર્થ કરાવવા ઘોઘા ખાતે લિન્ક સ્પાન ફિટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

સાદા શબ્દોમાં કહેવામાં આવે તો જે સર્વિસ શરૃ કરવામાં આવી છે તે નહીં રો-રો નહીં પણ માત્ર પેસેન્જર ફેરી સર્વિસ છે. રો-રોનો મુખ્ય ઉદ્દેશ દરિયાઇ માર્ગો દ્વારા વાહનો, જંગી યંત્રોને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવાનો હોય છે. રો-રો શરૃ કરવા માટે લીંક સ્પાન હોવો જરૃરી છે. ઘોઘા ખાતે ૯૬૮ ટનના લિંક સ્પાનના ઇન્સ્ટોલેશન માટે દુબઇથી વિશિષ્ટ ક્રેન મગાવવી પડશે.

આ ક્રેન દરિયાની અંદરથી પણ કામ કરે તેવી હોય છે. બિનસત્તાવાર રીતે પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર હાલમાં ભલે એમ જાહેરાત કરવામાં આવી હોય કે ૩ થી ૧૯ જાન્યુઆરી સુધી આ સર્વિસ બંધ રહેશે. પરંતુ હકીકત એ છે કે આ ખરા અર્થમાં રો-રો ફેરી સર્વિસ ફરી ક્યારે શરૃ થશે તેની સામે પણ મોટો પ્રશ્નાર્થ છે. ઘોઘા ખાતે ફિટ કરવામાં આવનારા લિન્ક સ્પાનને હાલમાં હજીરા ખાતે રાખવામાં આવ્યો છે.

જેને બાર્જ દ્વારા જળમાર્ગથી ઘોઘા લવાશે. આ પછી દુબઇની હેવી ડયુટીની ક્રેનથી તેને ઇન્સ્ટોલ કરવાની કામગીરી શરૃ થશે. ઘોઘા-દહેજ વચ્ચે ચલાવવામાં આવનારી રો-રો શીપના પણ હજુ કોઇ ઠેકાણા નથી. જેના કારણે લિન્ક સ્પાન ફિટ થઇ ગયા બાદ પણ તત્કાલ રો-રો ફેરી સર્વિસ શરૃ થઇ શકે તેની સંભાવના જણાતી નથી. આમ, બિનસત્તાવાર રીતે રો-રો ફેરી સર્વિસ દરિયાના 'વમળ'માં સપડાઇ ગયું છે અને તેમાંથી તે ક્યારે બહાર આવશે તે તંત્રની સક્રિયતા પર નિર્ભર છે.

ચૂંટણીને કારણે ફેરી સર્વિસ ઉતાવળમાં શરૃ કરાઇ?

રો-રો ફેરી સર્વિસ  ૩ જાન્યુઆરીથી બંધ થઇ રહી છે. જેના કારણે એવી ચર્ચાએ પણ વેગ પકડયો છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના કારણે રો-રો ફેરી સર્વિસ ઉતાવળમાં શરૃ કરવામાં આવી હતી. હવે પરિણામ આવતા જ આ ફેરી સર્વિસના ભાવિ સામે પ્રશ્નાર્થ સર્જાઇ ગયો છે. ૨૩૮ મુસાફરોની ક્ષમતા ધરાવતી આ ફેરી સર્વિસમાં દરરોજ હાલ માંડ ૪૫ ટકા મુસાફરો હોય છે. જેમાં ૫૦૦ રૃપિયા ટિકીટ છે.

Post Comments