Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમિત શાહની હાજરીમાં મુખ્યમંત્રી બંગલે સાધુ-સંતો સાથે બેઠક થઈ

-પડતર પ્રશ્નો અંગે ઉપવાસ આંદોલનની ચિમકી બાદ

-સાધુ-સંતો માટે અલગ બોર્ડ, નિગમની રચના સહિતની નવ માગણીઓ સંદર્ભે સરકારનો હકારાત્મક પ્રતિસાદ

અમદાવાદ,તા.14 નવેમ્બર 2017,મંગળવાર

પોતાના પડતર અને વણ ઉકેલ્યા પ્રશ્નો નહીં ઉકેલાતા સાધુ-સંતો દ્વારા ઉપવાસ આંદોલનની ચેતવણી અપાઈ હતી. જેને પગલે સરકાર ગભરાઈ હતી. તેમજ ગાંધીનગરમાં મુખ્યમંત્રીના બંગેલ સાધુ-સંતોને બોલાવી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં બેઠક મળી હતી. જેમાં સાધુ-સંતોની વિવિધ પ્રકારની નવ જેટલી માગણીઓ સ્વીકારવા અંગે સરકારે હકારાત્મક વલણ દાખવ્યું છે.

ગુજરાતના સાધુ-સંતો દ્વારા ઘણા વર્ષોથી માંગણી થઈ રહી છે કે, તમામ પ્રાચીન ધાર્મિક સ્થળો, પ્રાચીન પુરાતન જગ્યાઓ, અખાડાઓ વગેરેને તેમની જમીન ટોકન ભાવથી નિયમિત કરી આપવી જોઈએ. ઉપરાંત સાધુ-સંતો તથા અધિકારીઓની સમિતિ બનાવીને વર્ષોથી જગ્યાઓ અંગે ચાલતા વિવાદનો ઉકેલ લાવવો જોઈએ.

સાધુ-સંતોએ આ મીટિંગમાં કહ્યું હતું કે, યાત્રાધામ વિકાસ બોર્ડ અને ગીરનાર ક્ષેત્રના વિકાસ માટે પણ એક સમિતિ બનાવવી જેમાં તેઓમાંથી કેટલાંકને સ્થાન આપવું. જુના ધાર્મિક સ્થળોનો જિર્ણોદ્ધાર કરવાની માગણી પણ કરાઈ હતી. તમામ ૧૩ અખાડા, દેહાણ જગ્યા, નાના મોટા મંદિરો, જૂની ગૌશાળાઓ, વગેરેને પણ કેટલીક ગ્રાન્ટ ફાળવવી જોઈએ.

સૂત્રો જણાવે છે કે સંતોએ પણ હસતા હસતા હળવી શૈલીમાં જે રીતે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બનાવ્યા એ મુજબ અમુક સંતને ટિકિટ આપવી જોઈએ. આ મીટિંગમાં મુખ્યમંત્રી તથા પ્રદેશ અધ્યક્ષ પણ હાજર રહ્યા હતા. સરકારે સાધુ સંતોની મોટાભાગની માગણીઓના સંદર્ભમાં રચનાત્મક અભિગમ દાખવ્યો છે. જેથી હવે સાધુ સંતો દ્વારા ઉપવાસ-આંદોલન કરવામાં આવશે નહીં.

Post Comments