Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગાંધી આશ્રમની ડાયરીમાં શિન્ઝો એેબેએ જાપાની ભાષામાં લખ્યુઃલવ એન્ડ થેન્ક્સ

-પ્રથમવાર અમદાવાદમાં બે દેશના વડાપ્રધાનનો ખુલ્લી જીપમાં રોડ શો

-શિન્ઝો એબે અને અકી એબેએ ભારતીય પોશાકમાં ગાંધી આશ્રમની મુલાકાત લીધી

અમદાવાદ,તા.13 સપ્ટેમ્બર 2017, બુધવાર

જાપાની વડાપ્રધાન શિન્ઝો એબે અને તેમના પત્ની અકી એબેનું એરપોર્ટ પર વડાપ્રધાન મોદી દ્વારા ભવ્ય સ્વાગત કરવામા આવ્યા બાદ ત્રણેય મહાનુભાવો ખુલ્લી જીપમાં ગાંધી આશ્રમ સુધી આવ્યા હતા.રોડ શો બાદ શિન્ઝો અને અકી એબેએ વડાપ્રધાન મોદી સાથે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી.જ્યાં તેઓએ ડાયરીમાં સંદેશ આપતા જાપાની ભાષામાં માત્ર લવ એન્ડ થેન્કસ લખ્યુ હતું તેમજ શિન્ઝો એબે અને અકી એબેએ પોતાના ઓટોગ્રાફ આપ્યા હતા.

જાપાની વડાપ્રધાન અને તેમના પત્નીની બે દિવસની મુલાકાતના પ્રથમ તબક્કામાં તેઓ સાજે ૪ઃ૧૫  કલાકે વડાપ્રધાન મોદી સાથે સૌપ્રથમ ગાંધી આશ્રમ ખાતે આવ્યા હતા.જ્યાં તેઓ મુલાકાત લેતા પહેલા જાહેર જનતાને ખુલ્લી જીપમાં ઉભા રહીને અભિવાદન કર્યુ હતું ત્યારબાદ તેઓ ગાંધી આશ્રમમાં પ્રવેશ્યા હતા.ગાંધી આશ્રમમાં પ્રવેશતા તેઓએ સૌપ્રથમ ગાંધી બાપુ જ્યાં રહેતા હતા તે હદયકુંજની મુલાકાત લીધી હતી.જ્યાં વડાપ્રધાન મોદીએ શિન્ઝો અને અકી એબેને ગાંધીજીનો ચરખો અને તેમનો રૃમ બતાવ્યા હતા.

દરમિયાન મોદી,શિન્ઝો અને અકી એબેએ ગાંધીરૃમમાં ઉભા રહીને સાથે ફોટો પણ પડાવ્યો હતો એટલું જ નહી મોદીએ શિન્ઝો અને અકી એબેને ચરખો કઈ રીતે ચાલે છે અને કાંતણ કઈ રીતે થાય છે તે પણ સમજાવ્યુ હતું. ત્યારબાદ ત્રણેય મહાનુભાવોએ રીવરફ્રન્ટ ખાતેનો નજારો જોયો હતો. જ્યાં તેઓ માટે ખાસ બેઠક વ્યવસ્થા કરવામા આવી હતી.અંતમાં શિન્ઝો અને અકી એબેએ ગાંધીજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા હતા.વડાપ્રધાન મોદી તથા શિન્ઝો અને અકી એબેના આગમન સાથે કુમાર વિનય મંદીરના બાળકોએ વૈષ્ણવજન અને રઘુપતિ રાઘવ સહિતના ભજનો ગાયા હતા અને જે જોઈ શિન્ઝો અને અકી અબે પણ પ્રભાવિત થયા હતા.જાપાની વડાપ્રધાને ગાંધી આશ્રમની મુલાકાતને અંતે આશ્રમની મેસેજ ડાયરીમાં જાપાની ભાષામાં લવ એન્ડ થેન્કસ લખ્યુ હતું અને સાથે ઓટોગ્રાફ આપ્યો હતો ,જ્યારે અકી એબેએ પણ આ મેસેજ નીચે તેમનો ઓટોગ્રાફ આપ્યો હતો.વડાપ્રધાન મોદી તથા જાપાની વડાપ્રધાન અને તેમના પત્નીની ગાંધી આશ્રમની મુલાકાત ટૂંકી રહી હતી.ત્રણેય મહાનુભાવો ગાંધી આશ્રમમાં ૧૫ મનિટ જેટલો સમય રોકાયા હતા.મહત્વનું છે કે ગાંધી આશ્રમ ખાતે અને અમદાવાદના માર્ગો પર ભારતના ઈતિહાસની આ પ્રથમ ઘટના છે કે જેમાં બે દેશના વડાપ્રધાને ખુલ્લી જીપમાં રોડ શો કર્યો હોય.આ રોડ શોને ખાસ ઈન્ડો જાપાન કલ્ચરલ રોડ શો નામ અપાયુ હતું.જેમાં જાપાની અને ભારતીય સંસ્કૃતિને દર્શાવતા વિવિધ ટેબ્લો તૈયાર કરવામા આવ્યા હતા.


સ્વાગત માટે તૈનાત વિદ્યાર્થીઓ આખો દિવસ કાળઝાળ ગરમીમાં બફાયા

જાપાનના વડાપ્રધાન દંપતિના સ્વાગત માટે ગાંધી આશ્રમથી રિવરફ્રન્ટ સુધીના માર્ગ પર શાળાના વિદ્યાર્થીઓને કળશ અને ભારતીય ફ્લેગ સાથે તૈનાત કરવામાં આવ્યા હતા. આ બાળકો આખો દિવસ કાળઝાળ ગરમીમાં બફાયાં હતા.ભારતના અને જાપાનના વડાપ્રધાનના ભવ્યતિ ભવ્ય સ્વાગત માટે એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી ઠેર ઠેર સ્ટેજ ભારતના ૨૮ રાજયના ૨૦૦૦ કલાકારો દ્વારા વિવિધ પ્રોગ્રામ રાખવામાં આવ્યા હતા. ઉપરાંત અમદાવાદની કેટલીક શાળાના વિદ્યાર્થીઓને પણ મહાનુભાવોના સ્વાગત માટે કળશ, તોરણ અને ભારતીય ફ્લેગ સાથે સવારથી તૈનાત કરવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને સુભાષબ્રિજ તરફ રોડની સાઇડ પર વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીઓએ નાસ્તો આપવામાં આવ્યો હતોએટલું જ નહી કાળઝાળ ગરમીમાં આખો દિવસ વિદ્યાર્થીઓ બફાયા હતા. જ્યારે ગાંધી આશ્રમ બહાર સોલા ભાગવત વિદ્યાપીઠના ૨૦૦ બાળકોએ વૈદિક મંત્રોચ્ચારથી સ્વાગત કર્યું હતું અને દેશના વિકાસ માટે પ્રાર્થના કરી હતી.

Post Comments