Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગુજરાતમાં ખેડૂતોની સંખ્યા ઘટી, ખેતમજૂરોની સંખ્યામાં વધારો થયો

- કોંગ્રેસે ગુજરાતની ભાજપ સરકારને ખેડૂતવિરોધી ગણાવી

- ખેડૂતોને પોષણયુક્ત ભાવ અપાતા નથી અને સામે પાંચ ટકા ખેત પેદાશ વેરો વસૂલે છે : કોંગ્રેસ

અમદાવાદ, શુક્રવાર તા. 10 નવેમ્બર 2017
ભાજપની ખેડૂતવિરોધી નીતિને પગલે ગુજરાતમાં ૩.૫૫ લાખ ખેડૂતોની સંખ્યામાં ઘટાડો, ૧૭ લાખ ખેતમજૂરોની સંખ્યામાં વધારો થયો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ખેડૂત પુત્ર હોવા છતાં ગુજરાતના ખેડૂતોની દયનીય સ્થિતિનો ખ્યાલ નથી તે દુ:ખદ બાબત છે. ગુજરાતના ખેડૂતો દેવાદાર નથી તેવો નીતિન પટેલ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ આવી જ સ્થિતિ હોય તો ગુજરાતના ખેડૂતોને ૨૪ હજાર કરોડની લોન શા માટે લેવી પડી તેવો ગુજરાત કોંગ્રેસ દ્વારા સવાલ કરવામાં આવ્યો છે.

ગુજરાત કોંગ્રેસે જણાવ્યું હતું કે, 'ગુજરાતની ભાજપ સરકારમાં વીજળી, ખાતર, જંતુનાશક દવાઓ મોંઘી થઇ જતાં  અને સિંચાઇની પાણીની અસુવિધાને કારણે ખેડૂતો માટે ખેતી કરવી મુશ્કેલ બની છે. યુપીએ સરકાર વખતે કપાસના સૌથી વધુ ભાવ પ્રતિ ૨૦ કિગ્રાએ રૃ. ૧૪૫૦ હતા. જે આજે ઘટીને રૃ. ૮૪૦ આસપાસ થયા છે. આમછતાં વડાપ્રધાન દ્વારા એવો વાહિયાત દાવો કરવામાં આવી રહ્યો છે કે આગામી વર્ષોમાં ખેડૂતોની આવક બમણી થઇ જશે. ભાજપ સરકાર ખેડૂતોને પોષણયુક્ત ભાવ આપી શકતી નથી અને બીજી તરફ પાંચ ટકા જેટલો ખેત પેદાશ વેરો વસૂલે છે, જે દ્રોહ સમાન છે. ગુજરાતમાં વીજ જોડાણની ૮૫ ટકા અરજી પેન્ડિંગ છે. ગુજરાતમાં ખેડૂતોની સરેરાશ માસિક આવક રૃ. ૭૯૨૬ છે અને ૪૨.૬ ટકા ખેડૂતોને પરિવારદીઠ રૃ. ૧૬.૭૪ લાખનું દેવું છે. '

Post Comments