Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રૂ.25 હજાર કરોડનો સટ્ટો ખેલાશે

- સટ્ટાબજારના મતે ગુજરાતમાં હજુ પણ 'મોદી મેજિક' બરકરાર

- ભાજપના વોટની સરેરાશ આ વખતે ઘટશે પણ સત્તા જાળવી રાખવામાં સફળ રહેશે

અમદાવાદ, તા.9 નવેમ્બર 2017,ગુરૃવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ ભાજપનો હાથ ઉપર રહેશે કે કોંગ્રેસનો તેને લઇને ઈંતેજારી સતત વધી રહી છે.

ગુજરાતમાં કયો પક્ષ ફાવી જશે તેને લઇને સટ્ટાબજારમાં પણ સતત ઉથલ પાથલ જોવા મળી રહી છે. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન રૃ. ૨૫ હજાર કરોડથી વધુનો સટ્ટો ખેલાય તેવી સંભાવના છે.

સટ્ટાબજાર 'મોદી મેજીક' પર મીટ માંડીને બેઠું છે. તેમનું માનવું છે કે વિધાનસભાની ચૂંટણી અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ૩૦થી વધુ સભા સંબોધવાના છે, જેના દ્વારા ભાજપ ગુજરાતમાં પુનઃ સત્તા હાંસલ કરી લેશે.

સટ્ટાબજારમાં ભાજપ ૯૧ બેઠક સાથે બહુમતી મેળવે તેના માટે પ્રત્યેક ૧ રૃપિયા સામે ૦.૩૨ પૈસાનો ભાવ આપવામાં આવે છે.

આવી જ રીતે ભાજપ ૧૧૦ બેઠકમાં વિજય મેળવે તેના માટે ૧ઃ૨.૧૫નો ભાવ પંટર દ્વારા અપાઇ રહ્યો છે. કોંગ્રેસ ૮૦ બેઠક સુધી જીતે તેના માટે ૧ઃ૨.૧૫નો ભાવ આપવામાં આવે છે ,જેમાં બૂકી પ્રત્યેક રૃપિયા પર રૃ. ૨.૧૫ ચૂકવશે.

બૂકીઓનું માનવું છે કે ગુજરાતમાં હજુ પણ મોદી મેજીક બરકરાર છે. નરેન્દ્ર મોદી-અમિત શાહ માટે ગુજરાત 'હોમગ્રાઉન્ડ' હોવાથી તેમને વિજય માટે ખાસ સમસ્યા નહીં નડે.

Post Comments