Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નલિયાકાંડની તપાસ અન્ય એજન્સીને સોંપવાની માગણી હાઇકોર્ટે ફગાવી

-ટ્રાયલ કોર્ટ સમક્ષ પીડિતા પોતાની રજૂઆત કરી શકે છે

અમદાવાદ,તા.12 એપ્રિલ 2017, બુધવાર

નલિયા સેક્સકાંડમાં પીડિતાએ કેસની તપાસ નિષ્પક્ષ એજન્સીને સોંપવા માટે કરેલી માગણી હાઇકોર્ટે ફગાવી દીધી છે. કેસની તપાસથી જો કોઇ અસંતોષ હોય તો ટ્રાયલ કોર્ટ સમક્ષ તે અંગે રજૂઆત કરવાની છૂટ રહેશે તેવું ઠરાવી પીડિતાની રિટ અરજીનો હાઇકોર્ટે નિકાલ કર્યો છે.
નલિયા સેક્સકાંડની તપાસ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા યોગ્ય રીતે થતી નથી અને ઘણા મુદ્દાઓ અંગે તપાસ કરવામાં આવી નથી તેમજ એક આરોપી નાસી છૂટયો છે વગેરે મુદ્દાઓ દર્શાવી આ કેસની તપાસ નિષ્પક્ષ એજન્સીને સોંપવા માટે પીડિતાએ રિટ અરજી કરી હતી અને સરકારના જવાબ સામે પોતાના મુદ્દાઓ રજૂ કર્યા હતા. હાઇકોર્ટે આજે બન્ને પક્ષોની રજૂઆતો ધ્યાનમાં લઇ પીડિતાને જો કોઇ અસંતોષ હોય તો સંબંધિત ટ્રાયલ કોર્ટ સમક્ષ તે અંગે અરજી કરી શકે છે. આ રિટ અરજીનો આ સાથે નિકાલ કરવામાં આવે છે.

Post Comments