Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હાઈકોર્ટ સંકુલમાં પણ મતદાન કેન્દ્ર ઊભું કરવાનો હાઈકોર્ટનો આદેશ

- બાર કાઉન્સિલની ચૂંટણીમાં

- હાઈકોર્ટના ૧૪૬૫માંથી૩૦૦-૪૦૦ વકીલો જ મતદાન કરી શકતા હતા

અમદાવાદ, તા. 8 માર્ચ, 2018, ગુરૂવાર

ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે બાર કાઉન્સિલની આગામી ચૂંટણીમાં ગુજરાત હાઈકોર્ટના સંકુલમાં એક મતદાન કેન્દ્ર ઊભુ કરવામાં આવે. અત્યાર સુધી બાર કાઉન્સિલની ચૂંટણીનું એકમાત્ર મતદાન કેન્દ્ર ભદ્ર ખાતેની ગુજરાત ક્લબમાં હોવાથી હાઈકોર્ટના ઘણાં વકીલો મતાધિકારનો ઉપયોગ નહોતા કરી શકતા.

ગુજરાત હાઈકોર્ટ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ૨૮મી માર્ચે યોજાનારી ચૂંટણીમાં હાઈકોર્ટ સંકુલમાં પણ એક મતદાન કેન્દ્ર ઊભુ કરવાનો આદેશ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને આપ્યો છે. અમદાવાદમાં બાર કાઉન્સિલની ચૂંટણીનું એકમાત્ર મતદાન કેન્દ્ર ભદ્ર વિસ્તારની ગુજરાત ક્લબ ખાતે રહેતુ હતું. જેથી હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા મોટાભાગના વકીલો મતદાન કરવાનું ટાળતા હતા. તેથી હાઈકોર્ટમાં મતદાન કેન્દ્ર આપવાની અરજી ગુજરાત હાઈકોર્ટના બાર એસોસિએશને કરી હતી.

હાલ અમદાવાદમાં ૧૨,૦૦૦ વકીલો છે જે બાર કાઉન્સિલની ચૂંટણીની મતદાન યાદીમાં છે. જેમાંથી ૧૪૬૫ જેટલા વકીલો હાઈકોર્ટના છે. સ્થળનું અંતર અને મતદાન કેન્દ્રની વ્યસ્તાતના કારણે તેમાંથી ૩૦૦થી ૪૦૦ વકીલો જ મતદાન કરવા પહોંચતા હતા.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની દલીલ હતી કે જો આ માગણીને માન્ય ઠેરવવામાં આવશે તો અન્ય બાર એસોસિએશનો પણ આ પ્રકારની રજૂઆત કરશે અને અમારા માટે ચૂંટણીનું આયોજન કરવું મુશ્કેલ બનશે પરંતુ કોર્ટે  હાઈકોર્ટના બાર એસોશિએશની અરજીને માન્ય રાખી આદેશ આપ્યો હતો.

Post Comments