Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગુજરાતમાં મહિલાઓ સૌથી વધુ ઘરેલું હિંસાનો શિકાર, અમદાવાદ મોખરે !

- ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં ૩ વર્ષમાં ૩.૫૦ લાખ કોલ આવ્યા

- ૯,૪૮૦ મહિલાઓએ ટેલિફોન રોમિયો દ્વારા થતી પજવણીની ફરિયાદ કરી

અમદાવાદ, તા. 7 માર્ચ 2018, બુધવાર

આજે ૮ માર્ચે ગુરૃવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવશે. ત્યારે ગુજરાતમાં મહિલાઓની શું સ્થિતિ છે તેનું સહજ રીતે જ ' ૧૮૧ મહિલા હેલ્પલાઇન 'માં મહિલાઓએ માંગેલી મદદને આધારે અનુમાન કરી શકાય છે. રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં સાડા ત્રણ લાખ મહિલાઓએ વિવિધ સમસ્યાઓમાં આ હેલ્પલાઇનની મદદ માંગી હતી. જેમાં સૌથી વધુ કોલ અમદાવાદમાંથી ૫૦,૪૭૦ આવ્યા હતા.

સમાજ જીવનમાં મહિલાઓ સૌથી વધુ ઘરેલું હિંસોનો ભોગ બનેલી હોવાનું જાણવા મળે છે. અત્યાર સુધીમાં ૯૦,૮૮૮ કોલ એટલેકે કુલ કોલના ૨૫.૯૯ ટકા કોલમાં મહિલાઓએ ઘરેલું હિંસાની ફરિયાદ કરી હતી. ટેલીફોન રોમિયોની પજવણીથી ત્રસ્ત બનેલી કુલ ૯,૪૮૦ મહિલાઓએ વુમન હેલ્પલાઇનના દ્વારા ખટખટાવા પડયા હતા.

આ અંગે પીઆરઓ નિસર્ગ પાધ્યાના જણાવ્યા મુજબ છેલ્લા ૩ વર્ષમાં વુમન હેલ્પલાઇનમાં અમદાવાદમાંથી સોથી વધુ ૫૦,૪૭૦ કોલ આવ્યા હતા. ત્યાર બાદ વડોદરામાંથી ૩૨,૭૧૩, સુરતમાંથી ૨૮,૬૩૯ અને રાજકોટમાંથી ૨૫,૬૦૩ કોલ આવ્યા હતા. જેમાં મહિલાઓએ વિવિધ સમસ્યાઓમાં મદદ માંગી હતી.

કઇ સમસ્યામાં મહિલાઓએ મદદ માંગી
કોલ્સના પ્રકાર    કોલની સંખ્યા    ટકા
ઘરેલું હિંસા    ૯૦,૮૮૮    ૨૫.૯૯
ટેલિફોન રોમિયોની પજવણી    ૯,૪૮૦    ૨.૭૧
શારીરિક છેડછાડ    ૬,૮૪૬    ૧.૯૬
ચિંતા, માનસિક તાણ    ૫,૯૬૪    ૧.૭૧
લગ્ન સિવાયના સંબંધો બાબતે વિખવાદ    ૫,૮૮૭    ૧.૬૮
ઘરમાંથી કાઢી મૂકવા    ૨,૫૩૧    ૦.૭૨
મિલકતને લગતી સમસ્યા    ૧,૯૪૧    ૦.૫૫
ગંભીર પ્રકારની ધમકી    ૧,૩૫૮    ૦.૩૯

Post Comments