Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગુજરાતહાઇકોર્ટે એસ્સાર સ્ટીલની અરજી નકારીઃ નાદારીની કાર્યવાહી થઇ શકશે

-કંપની પર રૃ.૪૫,૦૦૦ કરોડથી વધુનું કુલ દેવું અને રૃ.૩૨,૮૬૪ કરોડનું એનપીએ છે

-નેશનલ કંપની લો ટ્રીબ્યુનલમાં કેસ નહી ચલાવવાની વચગાળાની રાહત પણ પછી ખેચી લીધી

અમદાવાદ,તા.17 જુલાઇ 2017, સોમવાર


રૃ.૪૫,૦૦૦ કરોડથી વધુનું કુલ દેવું ધરાવતી અને રૃ.૩૨,૮૬૪ કરોડનું એનપીએ જેનું છે એવી રૃઈયા બંધુઓની એસ્સાર સ્ટીલ સામે હવે નાદારીની કાર્યવાહીનો પ્રારંભ થઇ શકશે. રિઝર્વ બેંકે બેંકોને આ કાયર્વાહીનો નિર્દેશ તા.૧૩ જુનના આપ્યો હતો જેને કંપનીએ ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો. આજે જસ્ટીસ એસજી શાહે એસ્સારની આ નિર્દેશ પડતો મુકવા અને બેંકો પોતાની સામે કાર્યવાહી કરી શકે નહિ એવો આદેશ આપવાની આજીજી કરતી એસ્સાર સ્ટીલની અરજી નકારી કાઢી હતી. આ ઉપરાંત કેસની સુનાવણી દરમિયાન નેશનલ કંપની લો ટ્રીબ્યુનલમાં કેસ નહી ચલાવવાની વચગાળાની રાહત પણ પછી ખેચી લીધી હતી.

એસ્સારે એવી દલીલ કરી હતી કે રિઝર્વ બેંકે અમારી સામે એકપક્ષીય રીતે નિર્ણય લઈ, અમે લોન ભરી રહ્યા હતા તો પણ અને બેંકો સાથે દેવા સુધારણા કાર્યક્રમ (સીડીઆર) માટે વાટાઘાટો ચાલી રહી હતી ત્યારે નાદારી અને ફડચામાં લઇ જવાના નવા ધોરણો અનુસાર કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે. સામે પક્ષે રિઝર્વ બેંકે દલીલ કરી હતી કે એસ્સારનો દાવો કે તેમની સામે નાદારીની કાર્યવાહી અચાનક શરુ થઇ છે એ વાત ખોટી છે.
રિઝર્વ બેંક વતી દલીલ થઇ હતી કે મે મહિનાના છેલ્લા સપ્તાહમાં એસ્સાર અને તેને નાણા ધીરનાર બેંકો વચ્ચે એક બેઠક થઇ હતી. આ બેઠકમાં બેંકોએ એસ્સારની સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જો નાણા પરત નહિ આવે તો તેમની સામે નાદારીની કાર્યવાહી શરુ થઇ શકે છે.

રિઝર્વ બેંકે રૃ.૫૦૦૦ કરોડથી વધુની લોન લેનાર, આ લોનના ૬૦% રકમ માર્ચ ૨૦૧૬ના રોજ એનપીએ જાહેર થઇ હોય તેની સામે નાદારીની કાર્યવાહી શરુ કરવાની જાહેરાત જુન મહિનામાં કરી હતી. આ જાહેરાત એકપક્ષીય હોવાની દલીલ એસ્સારે કરી હતી. રિઝર્વ બેંકે સ્પષ્ટ દલીલ કરી હતી કે કોઈ એકપક્ષીય નિર્ણય નથી અને માત્ર એસ્સાર પુરતો જ નિર્ણય પણ નથી.

ક્યા કારણોસર એસ્સાર સામે કાયવાહી થશે?

એસ્સારનું દેવું વધારે છે
એસ્સાર સ્ટીલના રૃ.૩૨,૦૦૦ કરોડની લોન એનપીએ થઇ છે અને કુલ દેવું રૃ.૪૫,૦૦૦ કરોડથી વધુ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, બેન્કિંગ રેગ્યુલેશણ એક્ટની કલમ ૩૫ હેઠળ આ કાર્યવાહી કરી શકે છે. હવે જયારે ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ હેઠળ કેન્દ્ર સરકારે રિઝર્વ બેંકને વધારની સત્તા આપી છે ત્યારે આ કાર્યવાહી ચોક્કસ થઇ શકે છે.
બેંકો સ્વતંત્ર રીતે પણ કાર્યવાહી કરી શકે
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો નિર્દેશ મળે કે નહિ, બેંકો પોતાના દેવાદાર પાસે સ્વતંત્ર રીતે નાણાની વસુલાત માટે નાદારી કે અન્ય કાર્યવાહી કરી શકે છે. આ માટે તેમણે કોઈના નિર્દેશની રાહ જોવાની જરૃર નથી.
કાર્યવાહી શરુ થશે તો એસ્સાર સ્ટીલ ઠપ્પ થઇ જશે
એસ્સાર સ્ટીલે એવી દલીલ કરી હતી કે કંપની સામે નાદારીની કાર્યવાહી થાય તો બોર્ડની સત્તા ખૂંચવાય જશે, ૪૫૦૦ કર્મચારીઓનો સવાલ છે, કંપની ૮૦% સ્ટીલનું ઉત્પાદન કરી રહી છે તે બંધ થશે અને સ્ટીલ ક્ષેત્રમાં સસ્તી આયાત આવી પડશે. હાઇકોર્ટે આ દલીલ નકારી કાઢી છે અને જણાવ્યું છે કે આ સ્થિતિ અને ટ્રીબ્યુનલમાં ચર્ચા થશે અને તે તેના ઉપર ચોક્કસ નિર્ણય લેશે કે જેથી કંપનીનું કામકાજ અને ઉત્પાદન ખોરવાય નહિ. અત્યારે આ દલીલ અંગે ચર્ચા કરવાની જરૃર નથી.
સ્ટાન્ડરડ ચાર્ટર્ડ સામે કેસ જ નથી.
એસ્સારે એવી દલીલ કરી હતી કે સ્ટાન્ડરડ ચાર્ટર્ડ દ્વારા પણ રિઝર્વ બેંકની અખબારી યાદી પછી જ નાદારીની કાર્યવાહી શરુ કરવામાં આવી છે તેના ઉપર રોક લગાવવી જોઈએ. કોર્ટે નોંધ્યું છે કે એસ્સાર સ્ટીલે આ બેંકને નાણા પરત કરવામ માટે ૨૫ વર્ષની મુદ્દત અને એક ટકો વ્યાજની ઓફર કરી હતી. આ બેંક સ્ટેટ બેંક સાથે ચર્ચા કરી રહી હતી એનો મતલબ એમ નથી કે તે સ્વતંત્ર રીતે નાણાની વસુલાત કરી શકે નહિ. આ બેંક પણ પોતાની રીતે નાણા વસુલી શકે છે અને તેના ઉપર રોક લગાવી શકાય નહિ.

Post Comments