Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હવેથી M.Phil-Ph.D પ્રવેશમાં ગ્રેસિંગ માન્ય નહીં ગણાયઃ યુનિ.ના એક્ટમાં સુધારો થશે

- એબીવીપી હોદ્દેદારને લઈને થયેલા વિવાદમાં યુજીસીએ યુનિ.ને સ્પષ્ટતા મોકલી

- હવે ત્રણ મહિના બાદ યુજીસીની સ્પષ્ટતાને આધારે બાકી રહેલા કોમર્સના એમફીલ-પીએચડી પ્રવેશની પ્રક્રિયા શરૃ થશેઃપરંતુ વિદ્યાર્થીઓને મોટું નુકશાન

અમદાવાદ,શુક્રવાર તા. 10 નવેમ્બર 2017
ગુજરાત યુનિવર્સિટીમાં આ વર્ષે થયેલા એમફીલ અને પીએચડી પ્રવેશના વિવાદમાં આખરે ત્રણ મહિના બાદ યુજીસીની સ્પષ્ટતા યુનિ.ને મળી છે.જે મુજબ હવેથી એમફીલ અને પીએચડી પ્રવેશમાં ગ્રેસિંગ માન્ય નહી ગણાય.પીજીમાં ગ્રેસિંગ વગરના ૫૫ ટકા જ એમફીલ અને પીએચડી માટે માન્ય ગણાશે.આ માટે યુનિ.હવે એક્ટમાં પણ સુધારો કરીને આ બાબતની સ્પષ્ટ જોગવાઈ ઉમેરશે.

વિવિધ ફેકલ્ટી અને વિષયમાં એમફીલ અને પીએચડી પ્રવેશને લઈને ગ્રેસિંગ મુદ્દે થયેલા વિવાદમાં આખરે જે પહેલેથી સ્પષ્ટા વાત હતી તે જ યુજીસીએ યુનિ.ને લેટર સાથે મોકલી આપી છે.જેમાં યુજીસીએ યુનિવર્સિટીને કોર્ટનો એક ચુકાદો પણ મોકલીને સ્પષ્ટ કર્યુ છે કે એમફીલઅ ને પીએચડીમાં ગ્રેસિંગ વગરના પીજીના ૫૫ ટકા હશે તો જ પ્રવેશ મળી શકશે અને આપી શકાશે.મહત્વનું છે કે આ વર્ષે એબીવીપીના હોદ્દેદારે કોમર્સ ફેકલ્ટીમાં એમફીલ અને પીએચડી પ્રવેશ માટે ફોર્મ ભર્યુ હતું અને જેને યુજીસીના નિયમ પ્રમાણે પીજીમાં ૫૫ ટકા થતા ન હોવા છતાં ફોર્મ માન્ય રખાતા એનએસયુઆઈએ ભારે હોબાળો મચાવ્યો હતો ત્યારબાદ યુનિ.એ એબીવીપીના દબાણને પગલે એબીવીપીના હોદ્દેદાર સહિત ૯ ઉમેદવારને પ્રવેશ પરીક્ષાની શરતી મંજૂરી આપી હતી પરંતુ એબીવીપીના હોદ્દરા માટે અનેક ઉમેદવારોની પ્રવેશ પરીક્ષા ૧૮ દિવસ પાછી ઠેલી હતી.

એબીવીપીના હોદ્દેદારને ૫૫ ટકા ગ્રેસિંગ સાથે થાય છે તેવી ફરિયાદ એનએસયુઆઈએ કરી હતી જેની સામે યુનિ.એ યુજીસી પાસે સ્પષ્ટતા મંગાવી હતી અને પ્રથમ સત્ર પુરુ થઈ ગયુ ત્યાં સુધી એમફીલ અને પીએચડીમાં કોમર્સ માટેની જીડીપીઆઈ અને આરડીસી પ્રક્રિયા કરી ન હતી.યુજીસીએ ત્રણ  મહિના બાદ આજે જે સ્પષ્ટતા મોકલી છે તેને લઈને આજે એકેડમિક કાઉન્સિલની બેઠક મળી હતી.જેમાં સર્વાનુમતે ગ્રેસિંગ વગર પ્રવેશ પ્રક્રિયા કરવાનો ઠરાવ થયો છે.હવે યુજીસીની સ્પષ્ટતાના આધારે અત્યાર સુધી બાકી રહેલા કોમર્સ ફેકલ્ટીના એમફીલ અને પીએચડી પ્રવેશની પ્રક્રિયા કરાશે.આ ઉપરાંત યુનિવર્સિટીના એક્ટમાં એમફીલ અને પીએચડી પ્રવેશ માટેના નિયમો તથા જોગવાઈમાં ગ્રેડિંગ અને ટકા પ્રમાણે ૫૫ ટકાને લઈને ખાસ ગ્રેસિંગ વગર ૫૫ ટકા માન્ય ગણાશે તેવી જોગવાઈ ઉમેરી દેવાશે.

ABVP હોદ્દેદારને પ્રવેશ આપવા મુદ્દે હજુ પણ કુલપતિ અસ્પષ્ટ
યુજીસીમાં ગ્રેસિંગ વગર જ એમફીલ અને પીએચડી પ્રવેશ કરવાની સ્પષ્ટતા મોકલવામા આવી છે ત્યારે એબીવીપીના હોદ્દેદારને પીજીમાં ગ્રેસિંગ સાથે ૫૫ ટકા છે જે માન્ય ગણાય નહી અને તેણે જ્યારે એમફીલ અને પીએચડી માટેનું ફોર્મ ભર્યુ ત્યારે તેને તેનું રીએસેસમેન્ટનું પરિણામ પણ આવ્યુ ન હતુ.જેથી નિયમ પ્રમાણે તો તેને હવે એમફીલ અને પીએચડીમાં પ્રવેશ ન મળી શકે પરંતુ કુલપતિ હજુ પણ સાફ વાત કરતા નથી. એમફીલ-પીએચડીના વિવાદમાં એબીવીપી અને ભાજપના દબાણ સામે જ્યાં પહેલેથી કુલપતિ પોતાની રીતે નિર્ણય ન લઈ શક્યા હોઈ અને યુજીસીની સ્પષ્ટતા મંગાવાઈ હોઈ હજુ પણ એબીવીપીના હોદ્દાદારને પ્રવેશ અપાશે કે નહી તે સ્પષ્ટ કરતા નથી.કુલપતિ કહે છે કે હાલ તો અન્ય ૮ ઉમેદવારના પ્રવેશ પરીક્ષાના પરિણામ જાહેર નહી કરાય અને અનામત જ રખાશે અને આરડીસી કમિટી તેમજ વિભાગ જે કરશે તે આગળ પ્રક્રિયા થશે.

ગ્રેસિંગ માન્ય નહી રહે તેવુ જાણતી
યુનિ.એ ABVP હોદ્દેદારને પહેલેથી જ ૨૩ માર્કસ વધારે આપી દીધા છે
હવે ગ્રેસિંગ માન્ય નહી ગણાય પરંતુ અગાઉ ગ્રેસિંગ સાથે થયેલા એમફીલ અને પીએચડી પ્રવેશનું શું ?

અમદાવાદ,શુક્રવાર
એમફીલ અને પીએચડીમાં પ્રવેશ માટે પીજીમાં ગ્રેસિંગ વગરના ૫૫ ટકા જ માન્ય ગણાશે તેવુ યુજીસીએ આજે યુનિ.ને લેટર મોકલી સ્પષ્ટ કરી દીધુ છે પરંતુ યુનિ.એ આટલી સ્પષ્ટતા માટે અને એબીવીપીના હોદ્દેદાર માટે ત્રણ મહિના રાહ જોઈને કોમર્સના અન્ય વિદ્યાર્થીઓને આર્થિક અને શૈક્ષણિક રીતે મોટું નુકશાન કર્યુ છે.કારણકે યુનિ.પહેલેથી જ જાણતી હતી કે ગ્રેસિંગ માન્ય નહી રહે અને તે માટે યુનિ.એ તો પહેલેથી જ એબીવીપીના હોદ્દેદારને એમકોમનના રીએસેસમેન્ટમાં ૨૩ માર્કસ વધારી આપીને પ્રવેશનો માર્ગ મોકળો કરી દીધો હતો.

યુનિ.પણ ગ્રેસિંગ માન્ય નહી રહે તે વાત જાણતી હોઈ રીએસેસેસમેન્ટમાં એબીવીપીના હોદ્દેદારને ૨૫માર્કસમાં ૨૩ માર્કસનો વધારો કરીને ૪૮ માર્કસ આપી દીધા હતા.એક માત્ર એબીવીપી હોદ્દેદારને જ સૌથી વધુ ૨૩ માર્કસ વધ્યા છે જ્યારે અન્ય ૪ ઉમેદવારને એક પણ માર્કસ વધ્યો નથી અને ૬ ઉમેદવારને માત્ર ગુણ સુધર્યા છે અને પાંચ ઉમેદવારને પરિણામ સુધર્યુ છે.
૨૩ માર્કસ વધવા અંગે કુલપતિ કહે છે કે મને તો ખબર જ નથી મારી પાસે આ બાબત આવી જ નથી. પરીક્ષા વિભાગ તરફથી મને આ બાબત મોકલાશે તો નિયમ પ્રમાણે તપાસ કરાશે.

Post Comments