Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પેસેન્જર બુકિંગ GSRTCના કર્મચારી કરે ને કમિશન ખાનગી કંપનીને આપે!

-GSRTCનું કરોડો રૃપિયાનું કમિશન કૌભાંડ

-ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના ઓનલાઈન પેસેન્જર બુકિંગ સિસ્ટમ બનાવી પાંચ વર્ષમાં સોંપી દેવાના કરાર

(પ્રતિનિધિ તરફથી)    અમદાવાદ,તા.19 જુન 2017, સોમવાર

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે ફાળવેલા ટેન્ડરની શરત મુજબ પાંચ વર્ષે ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમને હવાલો જીએસઆરટીસીને સોંપી દેવાનો હોવા છતાંય તે આજદિન સુધી સોંપવામાં આવ્યો નથી.

તદુપરાંત સિસ્ટમ ઊભી કરનારી કંપનીઓના માણસોનો સિસ્ટમ ઓપરેટ કરવા માટે ઉપયોગ કરવાની શરત હોવા છતાંય ગુજરાત રાજ્ય માર્ગ પરિવહનના માણસોનો ઉપયોગ કરીને રેડિયન્ટ ઇન્ફોસિસ્ટમ નામની કંપનીએ તેમાં મોટું કમિશન મેળવ્યું હોવાની વિગતો બહાર આવી રહી છે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના કર્મચારીઓ પેસેન્જરનું બુકિંગ કરે તો પણ કમિશન સિસ્ટમ ઊભી કરનારી કંપનીને જ મળે છે.

નવાઈની વાત તો એ છે કે ૨૦૦૮ની સાલમાં ટેન્ડર ફાળવવામાં આવ્યું ત્યારે પેસેન્જરના બુકિંગ પર ૧.૧ ટકા કમિશન આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમને જુલાઈ ૨૦૧૧માં નવો કરાર કરીને તેમના કમિશનમાં ૪.૫ ટકાનો વધારો કરી આપીને કુલ કમિશન ૫.૬૧ ટકા કરી આપ્યું હતું. બીજું, પાંચ વર્ષને અંતે આ પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ આખી ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમને ટ્રાન્સફર કરી દેવાની શરત હોવા છતાંય આજે પણ આ સિસ્ટમ કંપની જ ચલાવી રહી છે. આમ સ્થાપિત હિત ધરાવતા ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના કેટલાક અધિકારીઓએ કમિશનમાંથી કટકી મેળવવા માટે પોતાના સ્વજનોને આ કંપનીમાં નોકરીએ પણ લગાડી દીધા હોવાનું બહાર આવી રહ્યું છે.

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ માટે ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ ઊભી કરવા માટે બિલ્ટ, ઓપરેટ, ઓન (માલિકી રાખો) એન્ડ ટ્રાન્સફર (બૂટ-સુપરત કરી દેવાની) શરતે સપ્ટેમ્બર ૨૦૦૭ના સપ્ટેમ્બર મહિનામાં ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. આ ટેન્ડર રેડિયઅન્ટ ઇન્ફોસિસ્ટમને ૨૫મી એપ્રિલ ૨૦૦૮ના ફાળવવામાં આવ્યા હતા. આ ટેન્ડર પ્રમાણે આખી સિસ્ટમ તૈયાર કરીને ઓપરેટ કરવાની અને પાંચ વર્ષને અંતે એટલે કે ૨૫મી એપ્રિલ ૨૦૧૩ના દિવસે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમને સોંપી દેવાની શરત મૂકવામાં આવી હતી.

ટેન્ડરની શરત મુજબ કંપનીએ ડેટા સેન્ટર બનાવવાની સાથોસાથ જ સોફ્ટવેર, હાર્ડવેર, નેટવર્કિંગ કોમ્પોનન્ટ્સ ઉપરાંતનું તમામ ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરીને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમને સોંપી દેવાનું હતું. આ સાથે જ આ નેટવર્ક ચલાવવા માટે એસ.ટી.ના માણસોને તાલીમ આપવાની પણ જવાબદારી તેની જ હતી. તમામ ૨૫ જિલ્લાઓમાં અને ૧૨૫ તાલુકાના સ્તરે આ રિઝર્વેશન સિસ્ટમ તૈયાર કરી આપવાની કામગીરી કંપનીને સોંપવામાં આવી હતી. આ સાથે જ બસના આગમન અને નિર્ગમન (આવવા જવાના) ની માહિતી એસએમએસ પર કે પછી વેબ પોર્ટલ પર મળી રહે તેવી શરત પણ રાખવામાં આવી હતી.

આ સિસ્ટમ તૈયાર થયા પછી ૨૦૦૯થી ઓનલાઈન બુકિંગ પણ ચાલુ થઈ ગયું છે. આ બુકિંગની આવક પર કંપનીને ૧.૧ ટકાના દરે કમિશન આપવાનું ઠેરવવામાં આવ્યું હતું. પરંતુ ૧૨મી જુલાઈ ૨૦૧૧ના નવો કરાર કરીને (પાંચ વર્ષની મુદત પૂરી થાય તે પૂર્વે જ) કંપનીને પેસેન્જર રિઝર્વેશનમાં ભાડાંની થતી આવકના ૪.૫ ટકા કરી આપવામાં આવ્યું હતું. આ કમિશનમાં જીએસઆરટીસીના કાઉન્ટર પર થતાં બુકિંગની આવક, એજન્ટો મારફતે થતાં બુકિંગની આવક, વેબ મારફતે થતાં બુકિંગની આવક તથા મોબાઈલ મારફતે થતાં બુકિંગની આવકનો સમાવેશ કરી દેવામાં આવ્યો હતો. નવાઈની વાત તો એ છે કે માસ્ટર ફ્રેન્ચાઈઝીના કાઉન્ટર પર અંદાજે રૃા. ૯૦ લાખનું સરેરાશ બુકિંગ થાય છે. તેની સામે એસ.ટી.ના કાઉન્ટર પર સરેરાશ રૃા. ૬.૩૦ કરોડનું બુકિંગ થાય છે. આ બુકિંગ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના કર્મચારીઓ કરે છે તેમ છતાંય બધું જ કમિશન કંપનીને આપવામાં આવી રહ્યું છે.

આ સિસ્ટમ ચલાવવા માટેના દરેક માણસો પણ કંપનીએ જ રાખવાની શરત ટેન્ડરમાં રાખવામાં આવેલી છે. તેમ છતાંય ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન સેવાના અધિકારીઓ અને કર્મચારીઓની સેવાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બુકિંગ માટની ઓનલાઈન ફરિયાદોના નિરાકરણ માટે કોલ સેન્ટર સિસ્ટમ કંપનીએ તૈયાર કરવાની હતી, તેનો સ્ટાફ પણ કંપનીએ રાખવાનો હતો. આજે આ કોલ સેન્ટર અને તેનો સ્ટાફ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ જ નિભાવે છે. નરોડા ખાતે કોલ સેન્ટર બનાવીને તેને માટે અધિકારીઓ પણ નિયુક્ત કરી દેવામાં આવ્યા છે.

જીએસઆરટીસીના પદાધિકારીઓ સમયાંતરે આ મુદ્દો ઉખાડીને વર્તમાન હોદ્દેદારો પર પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમની માલિકી ટ્રાન્સફર કરી દેવાને મુદ્દે દબાણ લાવીને તેમના અંગત સ્વાર્થ સાધી લેતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

Post Comments