Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ત્રીજા ક્વાર્ટરની ફી ન લેવા સરકાર સ્કૂલોને આદેશ કરી સ્પષ્ટતા કરે

-ફી પાછી નહી મળે તે ચિંતા સાથે વાલીઓની માંગ

-સરકાર ફી મુદ્દે સ્પષ્ટતા નહી કરે તો વાલી મંડળની આંદોલનની ચિમકી

અમદાવાદ, તા.3 જાન્યુઆરી 2018,બુધવાર

મોટા ભાગની સીબીએસઈ અને ટોપ ખાનગી સ્કૂલોએ ત્રીજા ક્વાર્ટરની ફી પણ ઉઘરાવવાનું શરૃ કરી દીધુ છે ત્યારે હાઈકોર્ટનો ચુકાદો આવી ગયો હોઈ વાલીઓની માંગ છે કે સરકાર સ્કૂલોને હવે નવી ફી ન લેવા માટે આદેશ કરે અને ફી ભરવી કે નહી તે બાબતે સ્પષ્ટતા કરે.

દરમિયાન આવતીકાલે ૪થીએ ફી નિર્ધારણ કમિટીની બેઠક મળશે જેમાં અગાઉના ફી નિર્ધારણના ઓર્ડર કરાશે અને નવી દરખાસ્તો બાબતે પ્રક્રિયા આગળ શરૃ કરાશે.

ફી નિર્ધારણ કાયદા સામે હાઈકોર્ટમા ગયેલી સ્કૂલોને હાઈકોર્ટે રાહત ન આપીને સરકાર તરફી ચુકાદો આપ્યો છે અને સ્કૂલોને ત્રણ સપ્તાહમાં ફી નિર્ધારણ માટે દરખાસ્ત કરી દેવા આદેશ કરી દીધો છે ત્યારે હવે ત્રીજા ક્વાર્ટરની નવી ફી ભરવાને લઈને વાલીઓ મૂંઝવણમાં છે.સરકાર એક બાજુ કહે છે કે આ વર્ષે જ કાયદાનો અમલ થશે અને જે સ્કૂલોએ વધુ ફી લીધી હોય તો તે પાછી આપશે અને સરભર કરશે.

પરંતુ હજુ સુધી સરકારના શિક્ષણ વિભાગે કે ફી નિર્ધારણ કમિટીએ એક પણ સ્કૂલને નોટીસ આપીને ફી સરભર કરવા કે પાછી આપવા આદેશ કર્યો નથી.જેને લઈને વાલીઓમાં ચિંતા છે કે જો ત્રીજા ક્વાર્ટરની ફી પણ આપી દીધી તો સ્કૂલો પાછી નહી આપે કે સરભર  નહી કરે.

સ્કૂલો ફીની દરખાસ્ત કરે ત્યારબાદ બેથીત્રણ મહિનામાં કમિટી ફી નિર્ધારણ કરી નવી ફી જાહેર કરશે અને ત્યાં સુધીમાં તો આ શૈક્ષણિક વર્ષ પુરુ થઈ જશે જેથી સ્કૂલો આ વર્ષની નવી ફી પ્રમાણે તફાવતમાં નીકળતી ફી પાછી નહી આપે તેવો વાલીઓને ડર છે.

જેથી વાલીઓની ઉગ્ર માંગ છે કે સરકાર સ્કૂલોને  ત્રીજા ક્વાર્ટરની ફી ન લેવા અને નવી ફી નક્કી ન થાય ત્યાં સુધી વાલીઓ પર દબાણ ન કરવા આદેશ કરે અને ફી મુદ્દે સ્પષ્ટતા કરે.

Post Comments