Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભાજપના ભ્રષ્ટાચાર-જનવિરોધી નીતિથી ગુજરાતની જનતા હારીથાકી છે:ગેહલોત

-કોંગ્રેસ પ્રભારીએ દાહોદથી ચૂંટણીલક્ષી પ્રવાસ શરૃ કર્યો

-૨૩-૨૪મીએ નિરીક્ષકો સાથે બુથ મેનેજમેન્ટ-સંગઠનના મુદ્દે બેઠક મળશે

અમદાવાદ ,તા.19 જુન 2017, સોમવાર

વિધાનસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસમાં જૂથવાદનો દાવાનળ એવો સળગ્યો છે કે, તેને ઠારવા ખુદ પ્રદેશ પ્રભારી અશોક ગેહલોતે ગુજરાતમાં ધામા નાખ્યાં છે. સોમવારથી ગેહલોતે દાહોદ મત વિસ્તારથી ચૂંટણીલક્ષી પ્રવાસનો પ્રારંભ કર્યો છે. પ્રદેશ કોંગ્રેસ પ્રભારી ગુજરાતમાં સાત દિવસ સુધી રોકાઇને જ્ઞાાતિ સમીકરણ,બુથ મેનેજમેન્ટ થી માંડીને સંગઠન ઉપરાંત ચૂંટણીલક્ષી રણનિતી ઘડશે.

દાહોદમાં કાર્યકરો,હોદ્દેદારોને બેઠકમાં માર્ગદર્શન આપતાં અશોક ગેહલોતે જણાવ્યું કે, ગુજરાતની જનતા હવે પરિવર્તન ઇચ્છી રહી છે. ભાજપના ભ્રષ્ટાચાર અને જનવિરોધીનિતીને પગલે જનતા હારીથાકી છે. કોંગ્રેસ શિક્ષિત જ નહીં, પ્રજાની સંવેદના જાણતો હોય તેવો ઉમેદવાર પસંદ કરશે. તેમણે કાર્યકરોને શીખ આપી કે, લોકોના પ્રાણપ્રશ્નો અંગે લોકજુવાળ ઉભો કરવો પડશે. આઝાદી પછી કોંગ્રેસના નિશાન પર લડતા ઉમેદવારો જીતી જતાં કેમ કે, તેઓ વિકાસના કામો કરતાં હતાં . કોંગ્રેસએ શિસ્તબદ્ધ પક્ષ છે. ભાજપમાં તો એવી સ્થિતી છેકે, કોઇ બોલી ય શકતુ નથી . પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ સરકારની આકરી ટીકા કરીને કાર્યકરોને ચૂંટણીના કામે લાગી જવા આહવાન કર્યુ હતું .

અશોક ગેહલોત મંગળવારે પંચમહાલ જિલ્લાના શહેરા,હાલોલ,કાલોલ સહિતના શહેરોમાં હોદ્દેદારોન મળીને ચૂંટણીલક્ષી ચર્ચાવિચારણા કરશે. આગામી ૨૩-૨૪મીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીએ એઆઇસીસીના મંત્રીઓ ઉપરાંત લોકસભાની નિરીક્ષકો સાથે ગેહલોતની એક બેઠક યોજાનાર છે જેમાં બુથ મેનેજમેન્ટ ઉપરાંત સંગઠનના મુદદે ગહન ચર્ચા કરાશે.

Post Comments