Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સરખેજ-ગાંધીનગર હાઈવે પરની હોટલમાં તોફાન કરનારા ચાર કોન્સ્ટેબલ સસ્પેન્ડ

- કર્મચારીઓને ઢોરમાર માર્યાની ફરિયાદ

- નાગરિકોની સલામતી જાળવવા માટે કાયદાનો ભંગ કરનારા તત્વોને છોડાશે નહીં

અમદાવાદ, તા.6 ફેબ્રુઆરી 2018,મંગળવાર

તાજેતરમાં જ સરખેજ-ગાંધીનગર હાઇ-વે પરની હોટેલ જય દ્વારકાધીશની અંદર જમવાની બાબતે હોટેલના કર્મચારીઓને પોલીસ કોન્સ્ટેબલોએ ઢોર માર માર્યાની ઘટના બની હતી. આ અંગે પોલીસ ફરિયાદ પણ થઇ છે. આથી સરકારે તાત્કાલીક પગલા લઇને હોટેલમાં તોફાન મચાવનારા આ ચારેય પોલીસ કર્મચારીઓને ફરજ મોકૂફ કરી દેવાનો આદેશ કર્યો છે.

ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પોલીસ કર્મચારીઓ દ્વારા જ કોઇપણ નાગરિકને ખોટી રીતે કનડગત કે હેરાનગતિ ન થાય તે માટે તુરંત જ પગલા લેવાઇ રહ્યા છે. ૩૧ જાન્યુઆરીના રોજ સવારે હોટેલમાં બનેલી ઘટનાની રાજ્ય સરકારે ગંભીર નોંધ લીધી છે તેમજ તુરંત જ કડક હાથે કામગીરી કરવાની સંબંધિત અધિકારીઓને સૂચના આપી છે.

બોપલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ચાર પોલીસ કોન્સ્ટેબલોએ હોટેલના કર્મચારીઓને માર મારવાના સંદર્ભમાં ભભ્ફ રેકોર્ડીંગ તપાસાયા હતા. જેને ધ્યાન પર લઇને તેમની વિરૃધ્ધમાં સરખેજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો. તેમજ આ ચારેય કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા બાદ તેમની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Post Comments