Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

તાંત્રિક વિધીના બહાને ભુવાજીની હત્યા કરનારા પાંચ શખ્સો ઝડપાયા

-૫૦ હજાર સામે ૫ લાખના વરસાદની લાલચ આપી હતી

-પૈસાનો વરસાદ કરો પછી રૃપિયા આપું, ભુવાજીએ કહેતા કાર નીચે કચડી હત્યા કરી

અમદાવાદ,તા.19 જુન 2017, સોમવાર

બાળવા-ઢેઢાલ ગામના મેલડી માતાના મંદિરના ભુવાજીની તાંત્રિક વિધી બહાને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓએ રૃા. ૫૦ હજાર સામે ૫ લાખનો વરસાદ કરવાની લાલચ આપી હતી. પરંતુ ભુવાજીએ પ્રથમ રૃપિયાનો વરસાદ કર્યા બાદ ૫૦ હજાર આપવાની વાત કરી હતી. જેથી ભુવાજીને કાર નીચે કચડીને હત્યા કરી હતી અને લાશને બાળવા- વાસણા કેનાલ પાસે ફેંકી દીધી હોવાનું બહાર આવ્યુ હતું.

બાળવા ગામમાં આવેલા મેલજી માતાના મંદિરના ભુવાજી ચીનુંભાઇ પરમારની તા. ૧૭ના રોજ હત્યા કરેલી લાશ બાવળા-વાસણા કેનાલ પાસેથી મળી હતી, આ કેસમાં પોલીસે મહુધા તાલુકાના વડથલ ગામના બાપુ ઉર્ફે નરેશ પટેલ અને રોનકભાઇ પટેલ તથા એહમદ શેખ તેમજ કઠલાલ તાલુકાના પિઠઇ ગામના રાજુભાઇ ચૌહાણ અને જાવેદ ચૌહાણની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછમાં આરોપીઓએ ભુવાજીને ૫૦ હજાર સામે રૃપિયા ૫ લાખનો વરસાદ કરવાની લાલચ આપી હતી. જેને આરોપીઓએ ભુવાજી પાસે તાંત્રિક વિધી કરવા માટે લાલ-કાળું કપડું, મરચું, લીંબુ અને પૂજાનો સામાન મંગાવ્યો હતો.

શનિવારે બપોરે ઢેઢાલ ગામની સીમમાં મહાદેવ મંદિરે બોલાવ્યા હતા. ત્યારબાદ ભુવાજી પાસે રૃા. ૫૦ હજારની માંગણી કરી હતી. પરંતુ ભુવાજીએ પહેલા પૈસાનો વરસાદ કરો છો પછી ૫૦ હજાર આપવાની વાત કરી હતી. જેથી આરોપીઓએ પૈસા ઝુટવી લેતા ઝપાઝપી થઇ હતી. દરમિયાન આરોપીએ ભુવાજીને કાર નીચે કચડીને હત્યા કર્યા બાદ લાશ કેનાલ પાસે ફેંકીને રૃપિયા લઇને ફરાર થઇ ગયા હતા.

Post Comments