Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બન્ને વડાપ્રધાનના ભોજનની સેફ્ટી માટે ૪૦ સભ્યોની ૫ ટીમ

-૧૭મીએ ઇઝરાયેલ-ભારતનાં વડાપ્રધાન ગુજરાતમાં

-ભોજનની સામગ્રી ક્યાંથી આવે છે, રસોઇયા કોણ છે તેની તપાસ રાખશે અને પીરસતા પહેલા ભોજનનો ટેસ્ટ કરાશે

અમદાવાદ, તા.11 જાન્યુઆરી 2018,ગુરૃવાર

ભારત અને ઇઝરાયેલના વડાપ્રધાન આગામી ૧૭ જાન્યુઆરીએ ગુજરાતની એક દિવસની મુલાકાતે આવી રહ્યા છે. બંને મહાનુભાવોના આગતા-સ્વાગતા કરવાની તેમજ સલામતિની પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે.

બંને વડાપ્રધાનનાં ભોજનની તેમજ પીવાના પાણીની સલામતી માટે પણ ૪૦ સભ્યોની પાંચ ટીમો બનાવાઈ છે. ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ વિભાગ તેનું સીધુ મોનિટરીંગ કરશે. તેમજ આ પાંચેય ટીમો રાઉન્ડ ધી ક્લોક તૈનાત રહેશે.

બંને વડાપ્રધાનોને પીરસનારા ભોજનની રજેરજની તપાસ કરાશે. પીવાનું પાણી અને ભોજન માટેની સામગ્રી ક્યાંથી આવી છે, તેની ગુણવત્તા કેવા પ્રકારની છે, રસોઇયા સહિતનો કીચનનો સ્ટાફ કોણ છે, કઇ પદ્ધતિથી ખાદ્ય સામગ્રી બનાવાઈ છે વગેરે બાબતોની આ ટીમ તપાસ કરશે. એટલું જ નહીં મહાનુભાવોને ભોજન પીરસતા પહેલા અધિકારીઓ તેનું ટેસ્ટીંગ પણ કરશે. પીવાના પાણી માટે પણ આ જ વ્યવસ્થા છે.

પાણી અને રસોઈ માટે ઉપયોગમાં લેવાતા વાસણોની પણ ચકાસણી કરાશે. નોંધનીય છે કે ૧૭મીએ બપોરે ૧ વાગ્યે બાવળામાં આવેલી આઇ ક્રીએટ સંસ્થા ખાતે ગુજરાતનાં ટોચના ઉદ્યોગપતિઓ સાથે બંને વડાપ્રધાનોનો ભોજન સમારંભ છે.

ભોજનમાં જે કોઇ સામગ્રીનો ઉપયોગ થશે તેની ચકાસણી પણ હાઇટેક રીતે કરવાની હોય છે. કોઇપણ શાકભાજી જરાય વાસી ન હોય અને એકદમ તાજા હોય તેની ખાસ તકેદારી રાખવામાં આવે છે. કીચેનમાં આવ્યાના ત્રણ કલાકની અંદર જ આવા શાકભાજીનો ઉપયોગ કરી નાખવો પડે છે.

કેન્દ્ર સરકારે જેને માન્યતા આપી હોય તેવી બ્રાન્ડનાં પાણીનો જ ઉપયોગ રસોઇમાં કરવો પડે છે. રસોઇથી લઇને ભોજન બનાવવામાં કઇ કઇ અને કેટલી વ્યક્તિઓ સામેલ હોય છે, તેની સંપૂર્ણ વિગતો અને માહિતી પોલીસને અગાઉથી જ આપી દેવામાં આવે છે.

જ્યારે જે-જે પોલીસ અધિકારીઓ આ બાબતોમાં સામેલ હોય તેમની સંપૂર્ણ વિગતો ઇન્ટેલીજન્સ બ્યૂરો પાસે હોય છે. સૂત્રો જણાવે છે કે, ઇઝરાયેલની વાનગી બનાવવા માટે અલગથી રસોઇયાઓની વ્યવસ્થા કરાઇ છે. આમ છતાં મોટેભાગે શાકાહારી ભોજન પીરસવામાં આવે એવી સરકારની પ્રાથમિકતા રહેશે.

Post Comments