Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સુરંગ કે પાણીનો ટાંકો ?: ઘીકાંટા વિસ્તારમાં ખોદકામ વખતે જુનું સ્ટ્રક્ચર મળી આવતા કુતુહલ

- મ્યુનિ.દ્વારા ગરનાળા જેવા દેખાતા સ્ટ્રક્ચર અંગે તપાસ કરવામાં આવશે

અમદાવાદ,તા.16 મે 2018,બુધવાર

અમદાવાદ ઔતિહાસિક શહેર હોવાથી ખોદકામ દરમિયાન ઘણી વખત રહસ્યમય અવશેષો મળી આવતા હોય છે. આજે બુધવારે કોટ વિસ્તારમાંં ઘીકાંટા ખાતે એક મકાનના સમારકામ દરમિયાન સુરંગ (ભોંયરું) મળી આવ્યાની બાબતે શહેરભરમાં ભારે ચર્ચા જગાવી હતી.

આજે બુધવારે ઘીકાંટા વિસ્તારમાં આવેલ હનુમાનવાળી પોળમાં એક જુના પુરાણા મકાનના રિનોવેશન માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે એક દરવાજા આકારનું ઇંટોનું જુનું બાંધકામ મળી આવતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું.

આ સ્ટ્રક્ચર ખરેખર સુરંગ છે ,જુનો પાણીનો ટાંકો છે કે ગટર કે સ્ટ્રોમવોટર ડ્રેનેજનું ગરનાળું છે? તે પ્રશ્ન ઉભો થવા પામ્યો છે. અગાઉ પાણીના ટાંકા પણ તમામ ઘરોમાં પાણીના સંગ્રહ માટે ભોંયતળીયે બનાવવામાં આવતા હતા. આ અંગે મધ્ય ઝોનના ડે.ટીડીઓને પુંછતા તેમણે જણાવ્યું હતું કે અમને પણ આ બાબતે હજુ હમણાં જ ખબર પડી. આ સ્ટ્રક્ચર ખરેખર શેનું છે. તે અંગે આવતીકાલે ગુરૃવારે તપાસ કરવામાં આવશે.

જો લોકોમાં ઉભી થયેલી હવા પ્રમાણે ખેરખર સુરંગ હશે કે અન્ય કોઇ પુરાતન પ્રકારનું બાંધકામ હશે તો પુરાતન વિભાગને તે અંગે જાણ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. જોકે સુરંગો મોટાભાગે રજવાડી મકાનોમાં જોવા મળતી હોય છે. તેથી આ કિસ્સામાં તે સુરંગ હોવાની શક્યતા નહીંવત છે.

Post Comments