Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઘાટલોડિયા વિસ્તારમાં ૫ કરોડના ખર્ચે બનાવેલા રોડ પર ભયજનક ખાડા

-૨૦૧૫માં અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા

-જુગલ કિશોર અગ્રવાલને બચાવવા ડિપોઝિટ રકમમાંથી રોડ રિપરીંગ કરવામાં આવશે

અમદાવાદ,તા.19 જુન 2017, સોમવાર

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને વર્ષ ૨૦૧૫માં ઘાટલોડિયા વોર્ડમાં જુગલ કિશોર અગ્રવાલ ઇન્ફ્રા.પ્રા.લીના જુગલ કિશોર અગ્રવાલને ૫ કરોડના ખર્ચે ૬ રોડનું કામનું ટેન્ડર  ફાળવ્યું હતું.આશ્ચર્યની વાત એ છે કે વર્ષ ૨૦૧૫માં બનાવવામાં આવેલા ૩ રોડ માત્ર એક જ વર્ષમાં ડેમેજ થયા હતા જેનું રિપેરીંગ કામ કરવાની કોન્ટ્રાકટરે ના પાડી દિધી હતી.આ વર્ષે વરસાદની સીઝનમાં રોડની સ્થિતિ વધુ ભયજનક બને તેવી છે, તેમ છતાં મ્યુનિ.કોર્પોરેશન કોન્ટ્રાકટરને બ્લેક લીસ્ટ કરવાને બદલે છાવરે છે.

આ કોન્ટ્રાક્ટર મ્યુનિ.નો માનીતો હોવાથી રોડ એન્ડ બિલ્ડીંગ છેલ્લા એક વર્ષથી કોન્ટ્રાકટરને બ્લેક લિસ્ટ કરવાને બદલે નોટિસ આપીેને બચાવ કરે છે. મ્યુનિ.કોન્ટ્રાકટરને બચાવવા ડિપોઝિટની રકમમાંથી ત્રણ રોડને ૫૮.૨૬ લાખમાં માઇક્રો રિસરફેસ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આમ છતાંય ટેકનીકલ રીતે રોડની સ્થિતિમાં કોઇ સુધારો થશે નહી.જેથી કોર્પોરેશને ફરીથી ૫ કરોડ રૃપિયા ખર્ચીને રોડ બનાવવા પડશે.

ડેમેજ થયેલા ત્રણ રોડના સ્થળની યાદી

(૧)વાધેશ્વર સોસાયટીથી અર્જુન ગ્રીન સુધી
(૨) નિલકંઠ મહાદેવ મંદિરવાળો રોડ
(૩) ભુયંગદેવ ચાર રસ્તાથી ઘાટલોડિયા ગામ રોડ

Post Comments