Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમદાવાદના તૂટેલા ૪૫ રોડમાં ભ્રષ્ટાચાર પુરવાર:૨૬ એન્જિનિયરોને નોટિસો

-મટિરિયલ્સની ચોરી સંદર્ભે કુલ ૮૧ નોટિસો ફટકારાઇ

-મ્યુનિ.ના ઇતિહાસમાં પહેલી વખત કડક વલણ

અમદાવાદ, તા.28 ડિસેમ્બર 2017,ગુરૃવાર

અમદાવાદમાં ચોમાસા દરમ્યાન તૂટી ગયેલાં સંખ્યાબંધ રોડના સંદર્ભમાં મ્યુનિ. કોર્પોરેશનના ઇતિહાસમાં પહેલી વખત એન્જિનિયરિંગ ખાતા સામે સાગમટે નોટિસો ફટકારવાનું સૌથી મોટું પગલું લેવાયું છે.

એન્જિનિયરિંગ ખાતાના સર્વોચ્ચ ગણાતા ૭ એડિશનલ અને તેમની હાથ નીચેના ૧૯ ડે. સિટી એન્જિનિયરો મળીને કુલ ૨૬ને ૪૫ રોડમાં થયેલી મટિરિયલ્સની ચોરીના સંદર્ભમાં કુલ ૮૧ નોટિસો ફટકારાતા ફફડાટ ફેલાઈ ગયો છે.

કેટલાકને તો ૧૧ નોટિસો મળી છે. જો કે ૧૯ ડેપ્યુટી સિટી એન્જિનિયરોમાંથી હાલ પાંચ તો નિવૃત્ત થઈ ગયા છે. જો કે નોટિસો ફટકારવાના પગલે મોટા પ્રમાણમાં રોડના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું હવે સાબિત થઈ ગયું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર તૂટેલા રોડમાંથી ૯૦ રોડના મટિરિયલના રોડાં લઈને તેને એલ.ડી. એન્જિનિયરિંગ, એફ.એસ.એલ. અને ગેલની લેબોરેટરીમાં ચેક કરવા માટે મોકલાયા હતા. જેમાંથી ૯૫ ટકામાં મટિરિયલ ચોરી થઈ હોવાનું લેબોરેટરીના રિપોર્ટના આધારે વૈજ્ઞાાનિક રીતે પુરવાર થઈ ગયું હતું. આ પૈકી ૪૫ રોડના સંદર્ભમાં હાલ નોટિસો કાઢવામાં આવી છે.

એટલે બીજા ફેઝમાં પણ અન્ય એન્જિનિયરો લપેટમાં આવી જશે તેમ જણાય છે. એન્જિનિયરોને ફટકારેલી છ પાનાની નોટિસોમાં તમારી ઘોર બેદરકારીના કારણે મ્યુનિ.ને નાણાંકીય નુકસાન પહોંચ્યું અને પ્રતિષ્ઠાને ધકકો પહોંચ્યો છે, તેમ જણાવી અત્યંત કડક ભાષામાં એન્જિનિયરોનો ઉધડો લીધો છે તેમજ દિવસ ૭માં ખુલાસો કરવા જણાવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આઇઓસીના બોગસ બિલોના ચુકવણા સંદર્ભમાં અગાઉ નવા પશ્ચિમ ઝોનના ડે. સિટી એન્જિનિયર સહિત ૭ને અગાઉ સસ્પેન્ડ કરી દેવાયા છે. હજુ આઇઓસીમાં ૨૧૧૪ શંકાસ્પદ બિલો ક્રોસ ચેકિંગ માટે મોકલાયા છે જેનો રિપોર્ટ આઇઓસીમાંથી હજુ આવવાનો બાકી છે.

જો તમામ સામે પગલા લેવાય તો અડધુ એન્જિનિયરિંગ ખાતું ખાલી થઈ જાય તેમ છે. ઉપરાંત ત્રણ કોન્ટ્રક્ટરોને બ્લેક લિસ્ટ કરાયા છે. હજુ પણ બીજા સામે પગલાં લેવાશે.

મ્યુનિ.માં રોડ બનતા હોય ત્યારે બેફામ મટિરિયલની ચોરી થતી હોવાની ફરિયાદો ઉઠી હતી પણ કોઈએ એ તરફ ધ્યાન આપ્યું ન હતું વરસાદે તમામની પોલ ખોલી નાખી હતી. ચૂંટણીનું વર્ષ હોવાથી ભાજપના મંત્રીઓ ગુસ્સે ભરાયા હતા, બીજી તરફ કેસ હાઇકોર્ટમાં હોવાથી ત્યાંથી પણ ઉચ્ચ અધિકારીઓને સાંભળવું પડતું હતું. રાજકારણીઓ, એન્જિનિયરો- અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ આચરેલા બેફામ ભ્રષ્ટાચારનું પરિણામ હવે સપાટી પર આવી રહ્યું છે.

કયા એડિશનલ એન્જિનિયરોને નોટિસો

નામ           નોટિસની સંખ્યા

હરપાલસિંહ ઝાલા     (નવા પશ્ચિમ) ઃ      ૧૧

એન. કે. મોદી  (પશ્ચિમ ઝોન) ઃ      ૮

રાખીબેન ત્રિવેદી       (ઉત્તર ઝોન)   ઃ      ૬

એચ.ટી. મહેતા (દક્ષિણ ઝોન) ઃ      ૬

પી. એ. પટેલ  (અગાઉ દક્ષિણ ઝોન) ઃ      ૪

અમિત પટેલ  (મધ્ય ઝોન)   ઃ      ૨

હિતેશ કોન્ટ્રાક્ટર       (પ્રોજેક્ટ)      ઃ      ૩

કુલ    ઃ      ૪૦ નોટિસ

Post Comments