Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગુજરાતમાં ભાજપના કાર્યાલયો પર સઘન પોલીસ સુરક્ષા ગોઠવાઇ

-મહારાષ્ટ્રની હિંસાના ગુજરાતમાં પડઘા પડયા

-સોશિયલ મિડિયા પર ગુજરાત બંધના એલાનના મેસેજથી લોકોને ચિંતામાં

અમદાવાદ,તા.3 જાન્યુઆરી 2018,બુધવાર

મહારાષ્ટ્રની હિંસાની આગના ગુજરાતમાં ય પડઘાં પડયા છે. સુરત સહિત સૌરાષ્ટ્રમાં દલિતોએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. સુરતમાં ભાજપના કાર્યાલય પર દલિતોના ટોળાં ઉમટયા હતાં. આ ઘટનાને પગલે ગુજરાતના મહાનગરોમાં ભાજપના કાર્યાલય પર પોલીસ સુરક્ષા વધુ સઘન બનાવાઇ હતી.

સુરતમાં ય દલિત સંગઠનોએ બંધનું એલાન આપ્યુ હતું.આ ઉપરાંત સોશિયલ મિડિયામાં ય ગુજરાત બંધના એલાનના મેસેજ ફરતાં થયા હતાં. દલિતો ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરશે તેવી અફવાએ નોકરિયાત,સરકારી કર્મચારીથી માંડીને વિદ્યાર્થીઓને ચિંતામાં મૂક્યા હતાં કે,કાલે ખરેખર ગુજરાત બંધનુ એલાન અપાયુ છે. અમદાવાદમાં ય ખાનપુર સ્થિત ભાજપ કાર્યાલય પર પોલીસ બંદોબસ્ત વધુ સઘન બનાવાયો હતો.

આ ઉપરાંત આઇબીએ ગુજરાતના દલિત સંગઠનો પર વોચ રાખી હતી. આ ઉપરાંત ધારાસભ્ય જીજ્ઞોશ મેવાણીની હલચલ પર પણ ગૃહ વિભાગ નજર રાખી રહ્યુ છે. વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતાં ગુજરાત જાતિવાદની આગમાં હોમાય નહીં તે માટે સરકારે પણ ગૃહવિભાગ સાથે બેઠકોનો દોર શરૃ કર્યો છે. ગાંધીનગરમાં ય ગુજરાતની પરિસ્થિતીની સમિક્ષા કરવામાં આવી હતી.

Post Comments