શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સોલંકીને મનાવવા દોડી ગયા
-મત્સ્યની સાથે અન્ય ખાતા આપો તો વાંધો નથી
-પરષોતમ નારાજ ન હોવાનો દાવો: હું નહી આખો કોળી સમાજ નારાજ:સોલંકી
અમદાવાદ, તા.2 જાન્યુઆરી 2018,મંગળવાર
રાજ્ય કક્ષાનાં મંત્રી પરષોતમ સોલંકીએ સ્વર્ણિમ-૧ સંકુલ પાસે જ જાહેરમાં ખાતા ફાળવણીને લઇને પોતાનો રોષ વ્યક્ત કરતાં સરકાર માટે નીચા જોવાપણું થયું છે. વધુ નુકસાન અટકાવવા અને ડેમેજ કંટ્રોલ કરવા માટે કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તુરંત જ પરસોથમ સોલંકીને મળવા પહોંચી ગયા હતા.
આ મુલાકાત બાદ ચૂડાસમાએ દાવો કર્યો હતો કે, પરષોતમ સોલંકી નારાજ નથી. તેઓની લાગણી છે. જે તેમણે પહોંચાડી છે. હવે સરકાર અને પ્રદેશ નેતાગીરી સાથે મળીને કોઇક નિર્ણય કરશે. તેમની રજૂઆત પર યોગ્ય વિચાર કરાશે.
જ્યારે પરષોતમ સોલંકીએ કહ્યું કે, મને ફાળવાયેલા ખાતાથી હું નારાજ નથી પરંતુ આખો કોળી સમાજ નારાજ છે. મત્સ્ય ઉદ્યોગની સાથે મને અન્ય કોઇ પણ ખાતુ અપાશે તો કોઇ વાંધો નથી, પરંતુ એ ખાતુ એવું હોવું જોઇએ કે જેમાં હું દરેક સમાજનું કામ કરી શકું. જેથી મને મારા પ્રવાસ દરમિયાન માન અને મોભો પણ મળી શકે.
અત્રે નોંધનીય છે કે મંગળવારે સવારથી જ સચિવાલયમાં ચર્ચા ચાલતી હતી કે, પરષોતમ સોલંકી ખાતાની ફાળવણીથી નારાજ છે અને મુખ્યમંત્રીને રજુઆત કરવા આવવાના છે. ખરેખર આ મુજબ જ થયું હતું.
Post Comments
રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ માટે કોહલી, દ્રોણાચાર્ય એવોર્ડ માટે દ્રવિડનું નામ મોકલાયું
IPL-૧૧માં દિલ્હીના ફ્લોપ શો બાદ કેપ્ટન તરીકે ગંભીરનું રાજીનામું
ઇમરાન ખાનના ત્રીજા લગ્ન પણ 'હિટ વિકેટ' થવાની તૈયારી
યોકોવિચ પહેલી જ મેચમાં હાર્યો : નડાલનો વિજયી પ્રારંભ
આજે પંજાબ સામેની ટી-૨૦માં હૈદરાબાદને હારનો બદલો લેવાની તક
આઇપીએલના બીજા તબક્કામાં સ્પિનરોની ભૂમિકા મહત્વની રહેશે
હરમીત દેસાઈ ટેબલ ટેનિસની વર્લ્ડ ટીમ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા સ્વિડન રવાના
બાઝાર ફિલ્મમાં ચિત્રાંગદા સિંઘનો ડાન્સ હશે
મારી કારકિર્દીનો આ સૌથી મુશ્કેલ રોલ છે
વરસે એકાદ બે ફિલ્મો હું કરતી રહીશ
સંજય દત્તની બાયો-ફિલ્મ ચીનમાં રજૂ થવાની છે ?
અક્ષય કુમારની ગોલ્ડ સમયસર રજૂ થશે
પરમાણુ મેની ૨૫મીએ રજૂ થશે
અર્જુન કપૂરે અર્જુન રેડ્ડી ફિલ્મ શી રીતે ગુમાવી ।
-
NATIONAL
-
INTERNATIONAL
-
BUSINESS
-
Religion & Astro
-
NRI News