Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જમાલપુરમાં ગટરમાં ઉતરેલા સફાઈ કામદારના મોતને પગલે ભારે હોબાળો

- સફાઈ માટે પુરતા સાધનો પુરા ન પાડી બેદરકારી દાખવી

- એજન્સીના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાતા મામલો થાળે પડયો : ગાયકવાડ હવેલી પોલીસે તપાસ આ

અમદાવાદ, તા.12 જૂન, 2018, મંગળવાર

જમાલપુર ચકલામાં આજે વહેલી સવારે ગટરમાં સફાઈ કરવા ઊતરેલા એક સફાઈ કામદારનું ગુંગળામણ થવાથી મોત નીપજ્યું હતું. કામદારને સલામતીના પુરતા સાધનો પુરા ન પડાતા તેના સગાઓએ વીએસ હોસ્પિટલમાં દેખાવો કરીને ભારે હોબાળો મચાવ્યો હતો અને જવાબદારો સામે તાત્કાલિક ગુનો નોંધવાની માંગણી કરી હતી. જેને પગલે ગાયકવાડ હવેલી પોલીસે દર્પણ વાલ્મિકી એજન્સીના અધિકારીઓ અને કોન્ટ્રાકટરો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત મુજબ બહેરામપુરામાં હેલ્થ સ્ટાફ ક્વાટર્સમાં રહેતા દલસુખભાઈ દાનાભાઈ સાવરીયા (૩૭) ૧૨ જુનના રોજ વહેલી સવારે જમાલપુર ચકલા રિયાઝ હોટેલની સામે ડ્રેનેજ ક્લિનીંગ માટે ગટરમાં ઊતર્યો હતો.

જોકે ગટરમાં ગુંગળામણ થતા તે બેભાન થઈ ગયો હતો. સારવાર અર્થે તેને વીએસ હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું, એમ ગાયકવાડ હવેલી પોલીસે જણાવ્યું હતું. જેને પગલે તેમા સગાસંબંધીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો.  તેમણે જવાબદારો સામે ગુનો નોંધીને કર્યવાહી કરવાની જોરશોરથી માંગણી કરી હતી.

ઊપરાંત આર્થિક સહાયની માંગણી સાથે મૃતદેહ મ્યુનિ, કોર્પોરેશન લઈ જવાની ચિમકી ઊચ્ચારી હતી.  બીજીતરફ આ મામલે મ્યુનિ.ના તમામ અધિકારીઓે મૌન ધારણ કરી લીધું હતું.  જોકે ગાયકવાડ હવેલી પોલીસે બાદમાં દર્પણ વાલ્મિકી એજન્સીના અધિકારીઓ અને તેના કોન્ટ્રાક્ટરો સામે સફાઈ માટેના પુરતા સાધનો પુરા ન પાડી બેદરકારી દાખવવાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Post Comments