Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નલિયા-માંડવી દુષ્કર્મ કાંડ:પાંચ મહિના બાદ પણ તપાસને નામે માત્ર નાટક

-ભાવનગર જિલ્લામાં પોલીસ પણ ભાજપના કાર્યકર્તા જેમ વર્તતી હોવાનો આક્ષેપ

-ગુંડાગર્દીથી ત્રાસીને મહિલા સાથે દુષ્કર્મની ઘટના બાદ માંડવી ગામમાંથી ૫૦ પરિવારો હિજરત કરી ચૂક્યા છે

અમદાવાદ,તા.22 એપ્રિલ 2017, શનિવાર

મહિલાઓ માટે ગુજરાતમાં 'સબ સલામત'નો દાવો ભલે કરવામાં આવતો હોય પરંતુ  છેલ્લા પાંચ મહિનામાં ભાવનગર જિલ્લાના માંડવી અને કચ્છના નલિયા ખાતે મહિલા પર સામૂહિક દુષ્કર્મની અત્યંત ધુ્રણાસ્પદ ઘટના બની છે તેમ છતાં તપાસને નામે ભાજપ સરકાર દ્વારા દેખાડા પૂરતું નાટક જ કરવામાં આવી રહ્યું છે. ભાવનગર જિલ્લામાં તો પોલીસ પણ ભાજપના કાર્યકર્તાની જેમ વર્તી રહી છે તેવો  'નલિયા ઘટના સાથે નિસબત ધરાવતો નાગરિક મંચ' દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ મંચના પ્રતિનિધિ મંડળે જણાવ્યું હતું કે 'નલિયા દુષ્કર્મ કાંડની એફઆઇઆર ૨૫ જાન્યુઆરીએ નોંધાઇ છે. પ્રારંભે ૮ આરોપીઓની ધરપકડ બાજ સ્પેેશિયલ ઇન્વેસ્ટિગેશ ટીમની કામગીરી ગોકળગાયની ગતિને પણ સારી કહેવડાવે તેવી રહી છે.એફઆઇઆરમાં જણાવ્યા અનુસાર ત્રણ આરોપીઓની ધરપકડ બાકી છે. આ ઉપરાંત વિધાનસભામાં જાહેર થયા મુજબના ન્યાયિક તપાસપંચના જાહેરનામાની નકલ પણ ક્યાંય ઉપલબ્ધ નથી. ખૂબ જ પ્રયાસો બાદ ન્યાયિક તપાસ પંચ-જસ્ટિસ દવેના જાહેરનામાની   નકલ મળી તે પ્રમાણે આ કમિશનની રચના જાતિય શોષણના ગુનેગારોને ક્લિનચીટ આપવા કરી હોય તે શંકા જાય છે. એના ટર્મ્સ ઓફ રેફરન્સ પરથી કહી શકાય કે સરકાર ભીનું સંકેલવા માગે છે. '

બીજી તરફ માંડવી ગામની દુષ્કર્મ પીડિતાના સ્વજને જણાવ્યું કે 'પોલીસ માત્ર તપાસનું નાટક કરે અને દોષિતો બિન્ધાસ્ત ફરી રહ્યા છે. આ ઘટના બાદ માંડવી ગામના ૪૦૦માંથી ૫૦ ઘર હિજરત કરી ચૂક્યા છે. આ કાંડમાં સંડોવાયેલાઓ ત્યાં ધાકધમકીથી ગામના દરેકનું મોઢું બંધ રખાવે છે. ગામમાં વસતા દરેકમાં એક ફફડાટ પેસી ગયો છે. આ ધકધમકીથી કોઇ બોલવા તૈયાર નથી અને તેના કારણે આ ઘટનાના દોષિતોને સજા થશે કે કેમ તેની સામે પ્રશ્નાર્થ સર્જાયો છે.  ભાવનગર (પશ્ચિમ) એ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો મત વિસ્તાર હોવાથી ભાજપ બદનામીના ભયે આ ઘટનાને દબાવવા એડીચોટીનું જોર લગાવી રહ્યું છે.'

Post Comments